________________
age ]
દર્શન અને ચિંતન
પ્રત્યાધાતામાંથી અને વિવિધ વાસનાઓનાં ભરતીઓટમાંથી પસાર થઈ, ત્યાગની તીવ્ર અભિલાષા આવ્યા બાદ જ સન્યાસાશ્રમમાં જવુ એ સલામતી ભરેલું છે. ખીજો કહે છે કે ગૃહસ્થાશ્રમના જાળામાં સ્યા એટલે નિચે વાઈ જવાના. તેથી બધી શક્તિએ તાજી અને જાગતી હોય ત્યારે જ સંન્યાસ ફળદ્રુપ નીવડે. માટે બ્રહ્મચર્યોશ્રમમાંથી જ સીધા સન્યાસાશ્રમ સ્વીકારવામાં, અથવા તા બ્રહ્મચર્ય અને સંન્યાસ અને આશ્રમનું એકીકરણ કરવામાં જ વનના મુખ્ય આદર્શ આવી જાય છે. આ મતભેદ જમાનાજૂને છે અને એની રસભરી તેમ જ તીખી ચર્ચાએ પણ શાસ્ત્રોમાં મળે છે. આવી સ્થિતિ છતાં એટલું તેા નવું જ જોઈ એ કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયની સામાન્ય જનતા ચતુરાશ્રમધર્મનું નામ આપ્યા સિવાય પણ તે ધર્મને જીવનમાં ત પાળે જ છે. એ જ રીતે બ્રાહ્મણુ સંપ્રદાયમાં એકાશ્રમધમતા સ્વીકાર ન હોવા છતાં પણ એ ધર્મોને સ્વીકારનાર વ્યક્તિના દાખલા મળી જ આવે છે.
આટલી તો સન્યાસના પ્રારંભની ઉંમર પરત્વે વાત થઈ. હવે એની પૂર્ણાહુતિ તરફ વળીએ. બ્રાહ્મણસન્યાસ સ્વીકાર્યો પછી તે જીવનપર્યંત ધારણ કરવા જ પડે છે; જીવનના અંત પહેલાં તેનો અંત આવતા નથી. બૌદ્ધ અને જૈન સંન્યાસ નાની ઉંમરમાં પણ સ્વીકારવામાં આવે છે, પણ અને વચ્ચે તફાવત છે, તે તફાવત એ છે કે, બૌદ્ધ વ્યક્તિ સન્યાસ લેતી વખતે વનપતના સન્યાસ લેવા અંધાયેલ નથી. તે અમુક માસના સન્યાસ લે, અને તેમાં રસ પડે તે તેની મુદ્દત વધારતા જાય અને કદાચ આજીવન સન્યાસ પાળવાની પ્રતિજ્ઞા પણ લે. અને જો રસ ન પડે તે સ્વીકારેલી ટૂંકી મુદત પૂર્ણ થતાં જ તે પાછો ઘેર ગૃહસ્થાશ્રમમાં આવે. એટલે કે બૌદ્ધસંન્યાસ એ માનસિક સ્થિતિ ઉપર અવલંબિત છે. સંન્યાસ લેનારને એ ભારત સાષ લાધે તે તેમાં આજીવન રહે અને એ જીવનના નિયમા સામે ઊભવાની શક્તિ ન હોય તે પાછા ઘેર પણુ કરે; જ્યારે જૈનસન્યાસમાં એમ નથી. એમાં તા એકવાર—પછી ભલે પાંચ કે આઠ વર્ષની ઉંમરે અથવા તે એંશી વર્ષની ઉમરે—સંન્યાસ લીધા. એટલે તે મરણની છેલ્લી ક્ષણ સુધી નભાવવા જ પડે. ટૂંકમાં જૈનદીક્ષા એ આવન દીક્ષા છે. એમાંથી પ્રતિજ્ઞા પ્રમાણે તે જીવતાં સુધીમાં છટકી શકાય જ નહિ.
બ્રાહ્મણુ સંપ્રદાયમાં આળ અને તરુણ ઉંમરે પરમહંસનું વિધાન ખાસ ન હાવાથી એમાં સન્યાસ છેાડી પાછા ઘેર ભાગવાના દાખલાઓ વિરલ અને છે; અને જ્યારે એવા દાખલા અને પણ છે ત્યારે એ સંન્યાસ છેડી પાછા કરનારની પ્રતિષ્ઠા એ સમાજમાં ખાસ નથી હાતી. જૈન સમાજમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org