Book Title: Vishwama Dikshanu Sthan ane teno Upayog
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયાગ [ ૩૫. ધર્મદીક્ષાના ઉદ્દેશ જીવનની શુદ્ધેિ છે, અને જીવનની શુદ્ધિ કયારે સિદ્ધ થાય અને પૂર્ણ શુદ્ધિ કયારે પ્રાપ્ત થાય એ કાંઈ નક્કી નથી. તેથી ધર્મદીક્ષા પરત્વે સમયની મર્યાદા મુકરર નથી. કાળમર્યાદાની બાબતમાં એ વાત જોવાની રહે છેઃ એક તો ધર્મદીક્ષા કલારે એટલે કઈ ઉંમરે લેવી અને બીજી વાત એ છે કે એની પૂર્ણાહુતિ કેટલે વર્ષે થાય? શરૂઆત કરવાની બાબતમાં એક મત નથી. ક્રિશ્ચિયન ધર્મમાં ઊમન થાલિક સંપ્રદાય નાની ઉંમરનાં છે. નાની ઉંમરનાં બાળકાને દીક્ષા આપી દેવામાં માનતા અને હજી પણ એમ ક્વચિત્ ક્વચિત્ મનાય છે. ઇસ્લામ ધર્મમાં એટલું જ બંધન છે કે ફ઼ારીના ઉમેદવાર ઉપર કાઈના નિવૉહની જવાબદારી ન હાય તો તે ગમે તે ઉંમરે પણ ફકીરી ધારણ કરી શકે છે. અને કાઈ વડીલોની કે ખીજા તેવાની સેવા કરવાની જવાબદારી હ્રય તે ગમે તેટલી મેટી ઉંમરે પણ એ જવાબદારીમાંથી છટકી કરી લેવાની છૂટ નથી. આ દેશના જીવિત ત્રણ જૂના સપ્રદાયોમાંથી પહેલાં બ્રાહ્મણ સૌંપ્રદાયને લઈ આગળ ચાલીએ. એમાં આશ્રમવ્યવસ્થા હાવાથી અહી ચર્ચાતી ધર્મદીક્ષા, જેને સન્યાસાશ્રમ કહી શકાય તે, ઢળતી ઉંમરે જ લેવાની પરવાનગી છે. પહેલાં પીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમમાં ય, પછીનાં તેટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં જાય, લગભગ પચાસ વર્ષે વાનપ્રસ્થ થવાના વખત આવે અને છેક છેલ્લી જિંદગીમાં જ તદ્દન ( પૂર્ણ ) સન્યાસ અથવા તે પરમહંસ પદ લેવાનું વિધાન છે. ચતુરાશ્રમધર્મી બ્રાહ્મણ સપ્રદાયમાં બાલ્યાવસ્થામાં કે જુવાનીમાં સન્યાસ નથી લેવાતે - કોઈ એ નથી લીધે અથવા તેવું વિધાન નથી એવું કાઈ ન સમજે; પણ એ સ્થિતિ એ સ ંપ્રદાયમાં માત્ર અપવાદરૂપ હોઈ સર્વસામાન્ય નથી. સામાન્ય વિધાન તો ઉમરના છેલ્લા ભાગમાં જ પૂર્ણ સંન્યાસનુ છે, ત્યારે અનાશ્રમધર્મ અથવા તે! એકાશ્રમધર્મી ઔદ્ધ અને જૈન સપ્રદાયમાં તેથી ઊલટુ છે. એમાં પૂર્ણસન્યાસ કહે, અથવા બ્રહ્મચય કહા, એ એક જ આશ્રમને આદર્શ છે અને ગૃહસ્થાશ્રમ કે ત્યાર પછીની વચલી સ્થિતિ એ અપવાદરૂપ છે. તેથી બૌદ્ધ અને જૈન સંપ્ર દાયમાં મુખ્ય ભાર સન્યાસ ઉપર આપવામાં આવે છે, અને બ્રાહ્મણ સપ્રદાયમાં એ ભાર પહેલાં તો ગૃહસ્થાશ્રમ ઉપર આપવામાં આવે છે. બ્રહ્મચર્ચ્યાશ્રમ વિશે ચતુરાશ્રમધર્મી અને એકાશ્રમધર્મી સંપ્રદાયા વચ્ચે કશે। ભેદ જ નથી, કારણ કે એ બન્ને ફ્રાંઢાએ બ્રહ્મસ્થ્ય ઉપર એકસરખા ભાર આપે છે; પણ્ અન્નેને મતભેદ ગૃહસ્થાશ્રમમાંથી શરૂ થાય છે. એક કહે છે કે બ્રહ્મચર્યાશ્રમમાં ગુ તેટલી તૈયારી કરવામાં આવે છતાં ગૃહથાશ્રમના આયાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15