Book Title: Vishwama Dikshanu Sthan ane teno Upayog
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૩૬૨ ] દર્શન અને ચિંતન જે વિષય જણને જ “વિશ્વમાં દીક્ષાનું સ્થાન” એ રાખેલ છે, છતાં આજના પ્રસંગ પ્રમાણે તે એની ચર્ચા પરિમિત જ છે. એટલે જૈન ધર્મમાં દીક્ષાનું સ્થાન એ જ આજની ચર્ચાની મુખ્ય નેમ છે. જેનદીક્ષાને મુખ્ય ઉદ્દેશ અથવા તે એની અનિવાર્ય શરત એક જ છે અને તે જીવનશુહિની. જીવન શુદ્ધ કરવું એટલે જીવન શું છે, તેને સમાજ અને વિશ્વ સાથે શું સંબંધ છે તે વિચારવું, અને એ વિચાર કર્યા પછી જે જે વાસનાઓ, અને મળે તેમ જ સંકુચિતતા પિતાને જણાઈ હોય તે બધાને જીવનમાંથી કાઢી નાખવી અથવા તે એ કાઢી નાખવાનો પ્રયત્ન સેવા. જૈનદીક્ષા લેનાર સમાજ, લાક કે દેશના કોઈ પણ કામને કાં ન કરે? વ્યાવહારિક કે પારમાર્થિક મનાતા કોઈ પણ કામને કાં ન કરે ? છતાં એટલી એની શરત અનિવાર્ય રીતે રહેલી જ છે કે તેણે વનરાદિનું જ મુખ્ય લક્ષ રાખવું અને જીવનશુદ્ધિને હાથમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી. દીક્ષાનો વિચાર કરતી. વખતે જે એના આ મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીએ તો આગળની ચર્ચામાં બહુ જ સરળતા થશે. જ એક જમાને એવો હતો કે જ્યારે જાતિ પરત્વે જેમાં દીક્ષાની તકરાર હતા, અને તે તકરાર કાંઈ જેવીતેવી નહિ પણ ભારેમાં ભારે હતી. એના બન્ને પક્ષકારે સામસામા મહાભારતના કૌરવ-પાંવ સૈનિકેની પેઠે ભૂતબદ્ધ ગોઠવાયા હતા. એની પાછળ સેંકડો પંડિતે અને ત્યાગી વિદ્વાન રેકાતા, શક્તિ ખર્ચતા અને પિતાના પક્ષની સત્યતા સ્થાપવા ખાતર રાજસભામાં જતા અને રાજ્યાશ્રમ તેમ જ તે બીજે આશ્રય, બીજી કોઈ રીતે નહિ તે, છેવટે મંત્ર, યંત્ર, તંત્ર, વશીકરણ, જ્યોતિષ અને વૈદકની બ્રમણ દ્વારા પણ, મેળવતા. વળી સ્ત્રી દીક્ષા ન જ લઈ શકે અને એ પુરુષની પેઠે જ સંપૂર્ણ પણે લઈ શકે એટલે જ દીક્ષાપરત્વે આ ઝઘડે ન હતું, પણ બીજા અનેક ઝવલ હતા. દીડિત વ્યકિત મોરપીંછ રાખે, ગૃહ રાખે, બલા પીંછ રાખે કે ઉનનું તેવું કાંઈ સાધન રાખે; વળી દીતિ વ્યક્તિ કપડાં ન પહેરે અગર પહેરે, અને પહેરે તે ધોળાં પહેરે કે પીળાં, વળી એ કપડાં કદી વે જ નહિ કે વે પણ ખર; વળી એ કપડાં કેટલાં અને કેવડાં રાખે-આ વિશે, પણ મતભેદો હતા, તકરારે હતી, પક્ષાપક્ષી હતી અને વિદ્વાને પિતાપિતાને પક્ષ સ્થાપવા શાસ્ત્રાર્થો કરતા અને ગ્રંથ લખતા. ત્યારે છાપાંતિ ન હતાં, પણ તાડપત્ર અને કાગળ ઉપર લખાતું ખૂબ. ફક્ત એ તકરારનાં શાસ્ત્રો. જુદાં તારવીએ તે એક મોટો ઢગલે થાય. આજે કોલેજોમાં અને ખાનગી, વિદ્યાલયોમાં એ ગ્રંથ શીખવવામાં આવે છે, પણ એ શીખનારને એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15