Book Title: Vishwama Dikshanu Sthan ane teno Upayog
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૩૬૮ ] દર્શન અને ચિંતન તંબૂમાં જવાની હિંમત કરે એવું વાતાવરણ છે ખરું ? ઊંચામાં ઊંચા ગણાતા પ્રોફેસરેને ત્યાં ઈચ્છા છતાં શીખવા માટે આજનો કોઈ આચાર્ય કે પંન્યાસ જઈ શકશે ખરે? જીવનની સાધનામાં પુષ્કળ ઊંડાણ કેળવેલ શ્રી અરવિંદ સાથે પિતાની જ ચર્ચામાં રહી બે દિવસ ગાળવા ઈચ્છનાર જૈન સાધુ પાછો આજના જૈન વાતાવરણમાં નિર્ભય રહી શકશે ખરે ? ઘરૂને પીઠે, વિલાસનાં ભાવમાં અને મૂખમીના બજારમાં જવાને આજનું વાતાવરણ જેટલા પ્રમાણમાં સાધુઓને શકે છે તેટલા જખરેખર તેટલા જ પ્રમાણમાં–આજનું વાતાવરણ જૈન સાધુઓને છૂટથી જગતનાં ખુલ્લાં વિદ્યાલયોમાં અભ્યાસ કરવા જતાં, જગતના મહાન પુરુષો સાથે મળવાહળવા અને ખાસ કરી તેમને સહવાસ કરવા જતાં અને પિતાના ઇષ્ટ વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનાર પ્રેફેસરના પાસમાં બેસી તેમને ઘેર શીખવા જતાં રોકે છે, એ વાત જેનાથી ભાગ્યે જ અજાણી છે. " કેવળ હકીકત રજુ કરવા ખાતર માત્ર મધ્યસ્થ દૃષ્ટિથી ( લંબાણ અને નિન્દાને જે કોઈ આક્ષેપ કરે તે તેની પરવા ન કરીને પણ) થોડાક અનુભવો ટાંકું એવા અનુભવ બીજાને પણ હશે જ. ‘યંગઈડિયા’ વાંચવાની તે યતા ન હોવાથી તેની વાત જતી કરીએ, પણું ‘નવજીવન’ને લે. જે નવજીવનને વાંચવા હજારે માણસ તલસે અને જેનો વિષય જાણવા મોટામોટા ધાર્મિક અને વિદ્વાને પણ ઉત્સુક રહે તે નવજીવનને અડતાં અને પિતાના મંડળમાં લાવતાં ધાણ આચાર્યો અને સામાન્ય સાધુઓ ડરે છે. કોઈ ઉતાવળિયા સાધુએ નવજીવન હાથમાં લીધું હોય તે એને જોઈ એની પાસેના બીજા લાલચોળ થઈ જાય છે. એક વિદ્વાન ગણાતા સાધુના શિષ્ય મને કહ્યું કે મને વાંચવાની તે ખૂબ જ ઈચ્છા થાય છે, પણ ઇષ્ટ માસિક અને બીજે પત્રો મંગાવું તે મારા ગુરુ બહુ જ નારાજ થઈ જાય છે. એક પ્રસિદ્ધ આચાર્યે એક વાર મને કહ્યું કે ગાંધીજીને મળવું કેમ શક્ય બને ? મેં કહ્યું ચાલે અત્યારે જ. તેમણે નન્ન છતાં ભીરુ ધ્વનિથી કહ્યું કે અલબત્ત, તેમની પાસે જવામાં તે અડચણ નથી, મને અંગત વધે જ નથી, પણ લેકે શું ધારે ? એક બીજા જાણતા આચાર્યને તેવી જ ઈચ્છા થઈ ત્યારે આડકતરી રીતે ગાંધીજીને પિતાની પાસે આણવા ગોઠવણ કરી. બીજા કેટલાય સાધુઓ પ્રામાણિકપણે એમ જ માને છે કે હા, એ સારા માણસ છે, પણ કાંઈ સાચા ત્યાગી ન સાધુ જેવા કહેવાય ? સેંકડે સાધુઓ અને સાધ્વીએ અમદાવાદ અને મુંબઈમાં રહે છે. ગાંધીજી પણ ત્યાં નજીકમાં હોય છે, છતાં જાણે યાગી લેવો એ કઈ એવો ગુને છે કે પછી તેઓ ગાંધીજી કે બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15