Book Title: Visheshavashyaka Bhasya Part 1 Author(s): Hemchandracharya, Vajrasenvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 6
________________ પ્રકાશકીય... વિશેષાવશ્યક ભાષ્ય જેવા રત્નાકર સમાન આ ભાષાંતરને પ્રકાશિત કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. પરમપૂજ્ય પંન્યાસશ્રી વજસેનવિજયજી ગણિવર્યશ્રી કે જેઓનું સ્વાસ્થ-નરમ હોવા છતાં જ્ઞાનની લગનીને કારણે તેઓ એક પછી એક અતિ મહત્ત્વના વિશિષ્ટ ગ્રંથોનું અનુવાદ-સંપાદન-સંકલન કરીને જેનશાસનને સમર્પિત કરી રહ્યા છે. તેમાં અમો આ કાર્યના આર્થિકપાસાની જવાબદારી સાથે વ્યવસ્થાની જવાબદારી સંભાળીને સહાયક બની રહ્યા છીએ. - પૂજ્યશ્રીએ આ ગ્રંથનું અધ્યયન તો કર્યું જ છે પણ સંપાદન કરીને એમના જ સ્વહસ્તે ફરી બીજીવાર મુદ્રિત થઈ રહ્યું છે તે જ બતાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન અને મહત્ત્વનો છે. અમો પૂજ્યશ્રીના સદાયના ઋણી રહીશું કારણ કે તેઓએ આવા ગ્રંથોનાં સંપાદન કરી સંઘને સમર્પિત કરી રહ્યા છે... મનના વિચારો... ભાવનાઓ.... !! જૈન સંઘોમાં ઠેર-ઠેર સંઘ હસ્તકના જ્ઞાનખાતાઓમાં એક બાજુ મોટી રકમો જમા પડી રહે છે, બીજી બાજુ જૈન શાસ્ત્ર-ગ્રંથો પૂ. સાધુ-સાધ્વીજી-ભગવંતો અને અન્ય અધિકૃત મુમુક્ષુ શ્રાવક વર્ગને અધ્યયન માટે દુર્લભ બની ગયા છે, ત્રીજી બાજુ ભારત સરકાર ધાર્મિક-ટ્રસ્ટોનાં નાણાંનો બીજી રીતે ઉપયોગ કરવા માટે નવતર યોજનાઓ ઘડી રહી છે, તે અવસરે જ્ઞાનખાતામાં રહેલી રકમોમાંથી આવી ઉત્તમ શાસ્ત્રીય ગ્રંથો મુદ્રિત થઈ, તમામ પૂ. સાધુ-સાધ્વી અને શ્રી જૈન સંઘના જ્ઞાનભંડારો પાસે પહોંચી જાય અને ચતુર્વિધ શ્રી સંઘમાં સમ્યકશ્રુતનું અધ્યયન વૃદ્ધિગત બને એવું ઈચ્છનાર તમામ સજ્જનો અમારા આ સમયોચિત પ્રકાશનને આવકારશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પછી બીજા ભાગના ભાષાન્તર ગ્રંથને ટુંક સમયમાં મુદ્રિત કરી સકલ શ્રી સંઘ સમક્ષ પ્રસ્તુત કરવા અમે ઈચ્છી રહ્યા છીએ. ભવિષ્યમાં આવા એક પછી એક ઉત્તમ પ્રકાશનો પ્રસ્તુત કરવા અમે સભાગી બનીએ એ માટે શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ... ગ્રંથનો વિષય વિસ્તારથી જાણવા માટે વિષયાનુક્રમણિકા પણ આ ગ્રંથમાં મૂકવામાં આવી છે. જે ગ્રંથની ઉપયોગિતામાં વધારો કરશે. આ ભાષાંતરમાં મૂળ નિયુક્તિની ગાથાઓ મોટા ટાઈપમાં લીધી છે. અને નિર્યુક્તિ તથા ભાષ્યની જે ગાથાઓ પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીએ ટીકામાં નથી લીધી તે ગાથાઓ પાછળ એક સાથે ભાષાંતર સાથે આપી છે. અનુક્રમણિકામાં પણ નિર્યુક્તિની ગાથાના નંબર બ્લેક ટાઈપમાં લીધા છે. પ્રાંતે ગ્રંથકાર અને વ્યાખ્યાનકાર આચાર્ય મહારાજ તથા ભાષાન્તરકાર, તેમજ સુઘડ સંપાદન કરી આપનાર, તદુપરાંત ગ્રંથ-મુદ્રણ કરી આપનાર માલિક અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે આ પ્રકાશનમાં સહાય કરનાર તમામ ઉત્તમ આત્માઓ પ્રતિ અમે કૃતજ્ઞભાવ વ્યક્ત કરીએ છીએ. ચતુર્વિધ સંઘમાં આ ગ્રંથરાજનું વિધિપૂર્વક અધ્યયન અને અધ્યાપન દિવસે-દિવસે વધવા દ્વારા સમ્યજ્ઞાન અને સમ્યક્રિયાના ફલસ્વરૂપ સૌ શીઘ મુક્તિ પ્રાપ્ત કરે એજ શુભેચ્છા... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 682