Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ • મૂળનાયકની જમણી બાજુ શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા શ્રી કુમારપાળ માણેકલાલ તરફથી કરવામાં આવી • મૂળનાયકની ડાબી બાજુ શ્રી શ્રેયાંસનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રીમતી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલ તરફથી કરવામાં આવી. • શ્રી શ્રેયાંસનાથ ભગવાનની બાજુમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા શેઠ શ્રી માણેકલાલ મોહનલાલ પરિવાર તરફથી કરવામાં આવી. • શ્રી આદીશ્વર ભગવાનની બાજુમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા શા. મણીલાલ સાંકળચંદના સુપુત્રો તરફથી કરવામાં આવી. • ગભારામાં મૂળનાયકના પરિકરની પ્રતિષ્ઠા પોપટબેન કેશવલાલ મનસુખરામ સતિયા તરફથી કવ્વામાં આવી. • મૂળનાયકના શાસનદેવી શ્રી ચક્રેશ્વરી દેવીની પ્રતિષ્ઠા.. - શા. શામળદાસ વનમાળીદાસ તરફથી કરવામાં આવી. • રંગમંડપના જમણી બાજુના ગોખલામાં શ્રી વિમલનાથ ભગવાનની પ્રતિષ્ઠા.. શ્રી વાડીલાલ રતનચંદના સુપુત્રો તરફથી કરવામાં આવી. • રંગમંડપના ડાબી બાજુના ગોખલામાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીની પ્રતિષ્ઠા... શ્રી જેઠાલાલ છગનલાલના સુપુત્રો તરફથી કરવામાં આવી. શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદની વંશવારસ કાયમી ધજા તથા કળશ સ્થાપન શેઠ શ્રી માણેકલાલ મોહનલાલ પરિવાર તરફથી ચઢાવાયા. • શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદનું તારોઘાટન.... શેઠ શ્રી બકુભાઈ મણીલાલ તરફથી કરવામાં આવ્યું આમ શ્રી સંઘમાં પ્રભુજી ગાદીનશીન થતાં જ ધર્મનું વાતાવરણ શરૂ થયું દિન-પ્રતિદિન ઉલ્લાસ વધતો ચાલ્યો. ધાર્મિક સામાજિક કાર્યો સં. ૨૦૧૩ ઇ.સ. ૧૯૫૭માંભોગીલાલ મણીલાલ દ્વારા તેમના બહેનપોપટબેન કેશવલાલ સતીયાએ સાધુ ભગવંતોના ઉપાશ્રય માટે ગીરધરનગર સોસાયટીમાં પ્લોટ નં. ૯૮ અર્પણ કર્યો. પોપટબેન જૈન પાઠશાળાનું નિર્માણ કાર્ય શ્રી સંઘના સભ્યો દ્વારા ખૂબ ઝડપભેર શરૂ થતાં ખાત મુહૂર્ત શ્રી હરગોવનદાસ મણીયાર તથા શીલારોપણ શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીના વરદ હસ્તે કરાવવામાં આવ્યું. તથા શેઠ શ્રી માણેકલાલ મોહનલાલનો અભિનંદન સમારોહ ખૂબ અનુમોદના પૂર્વક ઉજવવામાં આવ્યો. પોપટબેન પાઠશાળા નિર્માણ થતા સૌ પ્રથમ ૫.પૂ. સિદ્ધાંત મહોદધિ, આચાર્ય ભગવંત શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અંબૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ થતાં શ્રી સંઘમાં અનેરો આનંદ છવાઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 682