Book Title: Visheshavashyaka Bhasya Part 1 Author(s): Hemchandracharya, Vajrasenvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 8
________________ પ્રતિમાજી લાવવા શેઠશ્રી માણેકલાલ મોહનલાલ, શ્રી હીરાલાલ મણીલાલ, શ્રી દેવચંદભાઈ જેઠાલાલને કામ સોંપવામાં આવ્યું. પૂજય ગુરુભગવંતોના આશીર્વાદ લઈ ૨૧”ના પ્રાચીન ઋષભદેવ સ્વામી કે અજિતનાથ ભગવાન લાવવા પુરુષાર્થ શરૂ થયો. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું માર્ગદર્શન પ્રાપ્ત થતાં જેસલમેર પ્રાચીન પ્રતિમાજીનો જ્યાં ભંડાર છે ત્યાં રૂબરૂ તપાસ કરવા ગયા, પરંતુ ટ્રસ્ટીઓ આપવા સંમત ન થતાં સમગ્ર ભારતના તીર્થોમાં પત્ર લખતાં શ્રી હીરાલાલ મણીલાલનો ઉદેપુર - દેલવાડા તીર્થનો પત્ર આબુ-દેલવાડા તીર્થે પહોંચ્યો. અને શાસનદેવોની અસીમ કૃપાથી આબુ-દેલવાડાના ટ્રસ્ટી સાહેબોએ રૂબરૂ આવી પ્રતિમાજી પસંદ કરવા જણાવતાં શ્રીસંઘમાં આનંદ અને ઉત્સાહની લહેર છવાઈ ગઈ અને વિધિવાળા ભોગીલાલ ગુલાબચંદ, શેઠ શ્રી માણેકલાલ મોહનલાલ, શ્રી હીરાલાલ મણીલાલ તથા શ્રી દેવચંદભાઈ જેઠાલાલ તુરત આબુ દેલવાડા પહોંચી ગયા. આબુદેલવાડા સોમપુરાના જિનાલયમાં પેસતા,ડાબી બાજુ પીળા પાષાણના ૨૧” ઈચના શ્રી ઋષભદેવ સ્વામી હસતા ચહેરે જાણે તૈયાર થઈને બેઠા ન હોય, તેવી અલૌકિક મુદ્રામાં બધાને એક સાથે ગમી ગયા. અને બસ “આજ” એમ એકી અવાજે કહી તુરત ટ્રસ્ટી સાહેબોની ઉદારતાથી સંમતિ પ્રાપ્ત કરી. શ્રી સંઘમાં શ્રી ઋષભદેવસ્વામી પરમાત્માનો વાજતે-ગાજતે પ્રવેશ કરાવવામાં આવ્યો. અને પ્રભુજીની નિશ્રામાં જિનાલય નિર્માણનું કાર્ય હવે ઝડપભેર થવા માંડ્યું. શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ કાગના ડોળે જેની રાહ જોતો હતો તે સુવર્ણ ઉત્તમોત્તમ દિવસ આવી પહોંચ્યો. પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય, સંઘસ્થવિર, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂ. બાપજી મહારાજ) તથા શાસનસમ્રાશ્રીજીના સમુદાયના પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમ વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજાએ તા. ૨૨-૬-૧૯૫૩ સં. ૨૦૦૯ જેઠ સુદ ૧ને સોમવારનો દિવસ પ્રતિષ્ઠાનું મુહર્ત કાઢી આપતાં પરમ પૂજ્ય, સંઘસ્થવિર, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસિદ્ધિસરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય ભગવ 1 શ્રીમદ્ વિજય કનકસર્વીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મનોહરસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક અનેરા ઉત્સાહથી ઉજવાયો. રાજનગરની મધ્યમાં આવેલ વિદ્યાશાળાએથી અનેરો આનંદ અને ઉલ્લાસ સાથે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા આદિ મુનિભગવંતોને સામૈયાપૂર્વક પ્રવેશ કરાવી અષ્ટાનિકા મહોત્સવની શરૂઆત કરવામાં આવી. આઠેદિવસ સમગ્ર ગીરધરનગરને શણગારવાપૂર્વક રોજ સ્વામીવાત્સલ્ય સાથે સકળ સંઘે અનેરા ઉલ્લાસપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો. શ્રી કષભદેવ સ્વામી પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરાવનાર પુણ્યશાળીઓ • મૂળનાયક શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિષ્ઠા શેઠ શ્રી માણેકલાલ મોહનલાલ તરફથી કરવામાં આવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 682