Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ .સ.૧૯૬૧માં શ્રી હીરાલાલ મણીલાલની પ્રેરણાથી ભૂરીબેન છગનલાલે ગીરધરનગર સોસાયટી પ્લોટ નં. ૫. સાધ્વીજી મહારાજના ઉપાશ્રય માટે અર્પણ કર્યો પરંતુ શ્રી ગીરધરનગર કો. ઓ. સોસાયટીએ વાંધો લેતા તે પ્લોટ ગીરધરનગર તથા આજુ-બાજુના રહીશોને ઉપયોગી થઈ શકે તે દીર્ધદષ્ટિથી શ્રીસંઘે પ્રાથમિક શાળા - સ્કુલ બનાવવા શ્રી શાહીબાગ ગીરધરનગર એજ્યુકેશન સોસાયટીને અર્પણ કર્યો. આમ ધાર્મિક સાથે સામાજિક કાર્યો દ્વારા શ્રીસંઘમાં દિન-પ્રતિદિન લૌકિક તથા લોકોત્તર ભાવના ખીલવા લાગી. પૌષધશાળા આયંબિલ ખાતાનો ઉદ્ભવ ૧૯૬૮માં શ્રીમતી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલની પ્રેરણાથી શ્રી શામળદાસ વનમાળીદાસે ગીરધરનગર સોસાયટીનો બંગલા નં. ૭૩ તેમના ધર્મપત્ની સંતોકબેન શામળદાસ પૌષધશાળાના નામે અર્પણ કર્યો. અલ્પ સભ્ય સંખ્યાથી શરૂ થયેલ શ્રીસંઘમાં હવે, ચારે બાજુથી આરાધક ભાઇ-બહેનો લાભ લેવા લાગ્યા. આલ્હાદક જિનાલય, સાધુ-સાધ્વીજી ભગવંતો માટે ઉપાશ્રય, જ્ઞાનમંદિર આમ દિવસે દિવસે ધર્મ આરાધનાનું વાતાવરણ ફેંકવા લાગ્યું. વિ. સં. ૨૦૨૯ આસો સુદ-૧૦ રવિવાર તા. ૭-૧૦-૭૩ના રોજ વધમાન તપ આયંબિલ ઓળીના આરાધક, તપસ્વી, પ. પૂ. પંન્યાસ શ્રી રાજવિજયજી મહારાજની પ્રેરણાથી... શેઠ શ્રી માણેકલાલ મોહનલાલ તરફથી તેમના ધર્મપત્ની લીલાવતીબેનના ઉપધાન તપ, વર્ષીતપ, ૫૦૦ એકાન્તર આયંબિલ તપ આદિ વિવિધ તપશ્ચર્યાની અનુમોદનાર્થે શ્રીમતી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલ વર્ધમાનતપ આયંબિલ ખાતાની સ્થાપના થઈ. આરાધક ભાઇ-બહેનોની સંખ્યા વધતી ચાલી. જિનાલય હવે ભક્તોની ભીડથી ઉભરાવા લાગ્યું. અને શ્રી ઋષભદેવ સ્વામી પ્રાસાદને વિસ્તાર કરવાનું જરૂરી બનતાં ૧૯૭૬માં પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી મદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં નૃત્ય ચોકી તથા બે દેવકુલિકાનું વિસ્તરણ કાર્ય શરૂ થયું. શેઠ શ્રી ભીમરાજ પાનાજી તથા શ્રી રતીલાલ નગીનદાસ પટવા જેવા ધર્માનુરાગી આરાધકો દ્વારા બે દેવકુલિકા નિર્માણ કરવા ખાતમુહૂર્ત ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું. શીલારોપણ વિધિ શેઠ શ્રીહીરાલાલ મણીલાલ તથા શેઠ શ્રી હરગોવનદાસ જીવરાજ મણીયારના વરદ્ હસ્તે કરવામાં આવી. ૨૦૦ ઓળીનું પાર ૧૯૭૭માં પરમ પૂજ્ય, આચાર્ય ભગવંત, શ્રીમવિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજાની ૧૦૦+ ૧૦૦ એમ બસો ઓળીની પૂર્ણાહુતિની અનુમોદનાર્થે ભવ્યાતિભવ્ય તપ મહોત્સવ કરવા શેઠ શ્રી માણેકલાલ મોહનલાલની વિનંતી સ્વીકારવામાં આવી શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલે છપ્પન દિક્યુમારીકાયુક્ત તથા મહાસ્નાત્ર અષ્ટોત્તરી સહિત અષ્ટાનિકા તપ મહોત્સવ ઐતિહાસિક સામૈયાપૂર્વક પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા આદિ ૪૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 682