Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ (અતીતની અનુમોદના) તીર્થકર ભગવંતોએ પોતાની વિશિષ્ટ આત્મસાધના કે યોગસાધનાને બળે, પ્રગટેલ સર્વજ્ઞાણા અને સર્વદર્શીપણાના આધારે, ત્રણે લોક અને ત્રણેકાળનું સ્પષ્ટ દર્શન કરીને, જે ધર્મની પ્રરૂપણા કરી, તે ધર્મ આત્મલક્ષી છે. આના આધારે સંસારના બંધનથી મુક્તિ એટલે આત્માને અનાદિકાળથી વળગેલા કર્મોથી મુક્તિ, એને જ મોક્ષ કહેવામાં આવે છે. આ મોક્ષલક્ષી ધર્મની આરાધના માટે જે વિગતવાર આચાર, આચારસંહિતા અને રત્નત્રયીની સ્થાપના દ્વારા “સવિ જીવ કરૂં શાસનરસી”ની એક જ ભાવનાથી, સ્વપર હિત અર્થે શ્રી તીર્થકર ભગવંતોએ જે માર્ગ બતાવ્યો, તેને શ્રી ગણધર ભગવંતો દ્વારા સ્થાપિત, પરંપરાઓ દ્વારા રચાયેલી મોક્ષલક્ષી સુવ્યવસ્થાઓનું સંચાલન એટલે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ.. જેનદર્શન વચૂસવ થો' એમ કહીને ધર્મની મૌલિક અને વૈજ્ઞાનિક વ્યાખ્યા કરી છે, એમાં ધર્મ અને એની આરાધનાની ઉપયોગીતા, ઉપકારકતા અને અનિવાર્યતા જોવા મળે છે. અહિંસા, ત્યાગ, વૈરાગ્ય, તપ અને સંયમ પ્રધાન ધર્મ તરીકે જૈન ધર્મની જનસમૂહમાં વિશિષ્ટ નામના અને પ્રતિષ્ઠા છે. જૈન ધર્મને આ વિરલ કીર્તિ અપાવવામાં જૈન સંઘોનું અનેરું પ્રદાન છે. શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘની સ્થાપના વિ.સં. ૨૦૦૧ (સને ૧૯૪૫)ની સાલમાં સંઘની સ્થાપના થઈ. ગીરધરનગર સોસાયટીના વીસપચીસ ધર્માનુરાગી આરાધક ભાઈ-બહેનો શેઠ જમનાદાસ ભગુભાઈના બંગલે ઘર-દેરાસરે સેવા-પૂજાદર્શનાદિ કરવા જતાં અને પર્યુષણ પર્વ જેવી વિશિષ્ટ આરાધના ત્યાં થતી. પૂજ્ય માણેકબા શેઠાણી જેમને સૌ “ફોઈબા'થી નવાજતા. તેઓએ આરાધક ભાઈ-બહેનોને એકઠા કરી, સંઘતરફથી નાનું પણ સુંદર જિનાલય નિર્માણ કરવા પ્રેરણા કરી. સં. ૨૦૦૫માં શ્રીસંઘને રજીસ્ટર્ડ કરાવી, શ્રી હરિભાઈ સોમપુરા પાસે એસ્ટીમેન્ટ મંગાવતા રૂા. ૪૦,૦૦૦/- થી ૪૫,૦૦૦/-નો જિનાલય નિર્માણ કરવા એસ્ટીમેન્ટ પ્રાપ્ત થયો. શેઠશ્રી માણેકલાલ મોહનલાલ તરફથી રૂ. ૩૫,૦૦૦/-ની માતબર રકમ આપવાની સંમતિ પ્રાપ્ત થતાં જ ગીરધરનગર સોસાયટી અને આજુબાજુના આરાધક ભાઈ-બ્દનોમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો. અને ગીરધરનગરની બાજુમાં શ્રી જાસુદબાઈ સેનેટરીમાં જગ્યા લેવામાં આવી. મૂળનાયક સાથે ચાર પ્રતિમાજી તથા વંશવારસ કાયમી ધજાનો લાભ શેઠશ્રી માણેકલાલ મોહનલાલ પરિવારને આપવા શ્રીસંઘે સ્વીકાર્યું. શ્રી નૂતન જિનાલય નિર્માણ સં. ૨૦૦૬માં શેઠશ્રી માણેકલાલ મોહનલાલના વરદ્હસ્તે નૂતન જિનાલયનું ખાતમુહૂર્ત તથા શેઠશ્રી બકુભાઈ મણીલાલના હસ્તે શિલારોપણ કરવામાં આવ્યું અને અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે નૂતન જિનાલયનું નવનિર્માણનું કાર્ય શરૂ થયું. પ્રથમ શેઠ શ્રી માણેકલાલ મોહનલાલે ભરાવેલ પ્રતિમાજી શ્રી આદીશ્વર ભગવાનને મૂળનાયક તરીકે સ્થાપન કરવાનું શ્રીસંઘે સ્વીકારેલ; પરંતુ સકળ સંઘની અંતર ઈચ્છા હતી કે, જો પ્રાચીન પ્રતિમાજી પ્રાપ્ત થાય તો સોનામાં સુગંધ ભળે. શેઠશ્રી માણેકલાલભાઈએ ઉલ્લાસપૂર્વક શ્રીસંઘની માંગણી વધાવી તે મુજબ પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 682