Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ III(સંપાદકીય)ID આગમોમાં રહેલા શ્રતખજાનાને અવગાહવા માટે વિશિષ્ટ પ્રજ્ઞા ધરાવતા મહાપુરુષો સ્વ-આત્મ કલ્યાણની સાથો-સાથ અલ્પમતિવાળા જિજ્ઞાસુ બાલ જીવોનાં હિતની ભાવનાથી સારરૂપે ખેંચીને વિવિધ પ્રકરણ ગ્રંથોમાં અવતરિત કર્યા. આવા અનેક ગ્રંથો પૈકી મુમુક્ષુ આત્માઓને સબળ માર્ગદર્શક બનનાર વિવિધ તર્ક અને આત્મવાદ આદિ દ્વારા જૈનદર્શનની પુષ્ટિ કરાવનાર ગ્રંથ એટલે “વિશેષાવશ્યક ભાષ્ય” આ ગ્રંથના કર્તા શ્રીમાન, પૂર્વધર આચાર્યદેવ શ્રી જિનભદ્રગણી માશ્રમણ અને તેની વૃત્તિના રચનારા પરમ પૂજ્ય શ્રી માલધારિ હેમચંદ્રાચાર્ય ભગવંત છે. આવા જૈનદર્શનના મહત્ત્વના ગ્રંથનું ભાષાંતર અધ્યયન રસિક શ્રી ચુનીલાલ હુકમચંદ પંડિતજી પાસે આગમોદય સમિતિએ કરાવીને પ્રકાશિત કરેલ. તે આવૃત્તિ અપ્રાપ્ય બનતાં આ ગ્રંથના પુનઃ મુદ્રણ માટે વિ.સં. ૨૦૩૯માં અમીચંદ પનાલાલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મને વાત કરી અને આ ગ્રંથના પ્રથમ ભાગનું પ્રકાશન કરવામાં આવ્યું. પ્રથમ ભાગના ભાષાંતરમાં મંગલવાદ ચર્ચા-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની તર્કપૂર્ણ મીમાંસા-ભેદ-પ્રભેદ વિગેરેનું વિસ્તારથી પ્રતિપાદન સાથે અવાંતરમાં નય અને નિક્ષેપાઓની અસાધરણ પ્રરૂપણા કરેલી છે. અન્યત્ર અલભ્ય વિષયો પરની સુંદર પ્રતીતિ કરાવતી રજુઆત સમજુ-જિજ્ઞાસુ આત્માના દિલ જીતી લે એવી રીતે કરવામાં આવી છે. આવા ઉત્તમ-પદાર્થો સરલ ભાષામાં પ્રકાશિત થતાં જ અભ્યાસુઓની જિજ્ઞાસા અને સ્વાધ્યાયના રસથી ટુંકા સમયમાં બીજી આવૃત્તિ પણ અપ્રાપ્ય બની. - ત્રીજી આવૃત્તિ માટે અવસરે, અવસરે મહાત્માઓ તરફથી સૂચના મળતી રહી એમાં યોગાનુયોગ આ ગ્રંથનો ગીરધરનગર સાથે સંબંધ થઈ ગયો હોય તેમ બીજી આવૃત્તિના સંશોધન-પ્રકાશનની શરૂઆત ત્યાં થઈ બે 1 પૂણે પ્રકાશિત પણ ગીરધરનગરના ચોમાસામાં જ થયું. ત્યારે આ ત્રીજી આવૃત્તિમાં વિશેષ સુધારાપૂર્વક પ્રકાશન પણ ગીરધરનગરમાંથી જ અને વિશેષ તો શ્રી ગીરધરનગર શાહીબાગ હૈ. મુર્તિપૂજકસંઘના જ્ઞાનખાતાના અપૂર્વ સહકારથી થઈ રહ્યું છે.. આચાર્ય સત્તમ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ એટલે.... જૈનશાસનનું ઝળહળતું પાણીદાર ઝવેરાત એવા મહા ઉપકારી પૂજ્યશ્રીએ વિશેષાવશ્યક ભાષ્ય જેવા મહાન ગ્રંથરાજની રચના કરીને સમસ્તભવ્યજીવો ઉપર અનહદ કૃપા કરી છે. આચાર્યદેવ શ્રી મલધારિ હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા એટલે - બારમી સદીના અજોડ વ્યાખ્યાતા. તેઓએ ભાષ્યગ્રંથ ઉપર ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ વિસ્તૃત વ્યાખ્યા કરીને તેઓએ જૈનશાસનના આગમ-તર્ક સાહિત્યમાં અભૂતતા આપી છે. ત્યારે મેં તો એ મહાપુરુષોએ રચેલા તથા અનુવાદક-પંડીતજીએ અનુવાદ કરેલા ગ્રંથને અનેક પૂજ્યોની કૃપાથી અને સહાયથી પ્રેસ રીર્પોટર જેવું સંપાદનનું કામ કર્યું છે. એમાં મને તો લાભ મોટો એ થયો છે, કે એ રીતે પણ મારો સ્વાધ્યાય આવા મહાન ગ્રંથનો થઈ રહ્યો છે, થયો છે. અવસરોચિત દરેક કાર્યોમાં અપૂર્વ સહાયક બનતા એવા મારા લઘુ ગુરૂબંધુ મુનિ શ્રી હેમપ્રભવિજયજી આદિ મહાત્માઓના સહયોગથી મારી સંયમ-સ્વાધ્યાય યાત્રા આગળ વધી રહી છે. તેનો આનંદ છે. બસ... આ ગ્રંથના વાંચન-ચિંતન-મનન કરતાં આપણે સૌ ભાષ્યના પદાર્થોનાં હાર્દને પામી પરંપરાએ.. પરમપદને પામનારા બનીએ. એજ.. લી. ૫. વજસેન વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 682