Book Title: Vinit Jodni Kosh Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 3
________________ ગૂજરાત વિદ્યાપીઠે જોડણીકોશ તૈયાર કરીને આપણી જોડણીને એકધારી અને વ્યવસ્થિત કરવાને જે સફળ પ્રચત્ન કર્યો છે, અને જે જોડણીને લેખકે, સામયિક, પ્રકાશનસંસ્થાઓ, મુંબઈ યુનિવર્સિટી તથા બીજી કેળવણીની સંસ્થાઓ મોટે ભાગે અનુસરી રહી છે, તેને આ સંમેલન આવકાર દે છે, અને પરિષદને સૂચના કરે છે કે: (૧) એ જોડણી સર્વમાન્ય થાય એવાં પગલાં લે; અને (૨) વિદ્યાપીઠ તરફથી થનારા તેના પુનઃસંસ્કરણમાં પતે તથા પોતાની માન્ય સંસ્થાઓ પૂરેપૂરે સહકાર આપે. ઓકટોબર, ૧૯૩૬ ૧૨માં ગુજરાતી સાહિત્ય સંમેલનને ઠરાવ “ગુજરાતી શબ્દોની સાચી જોડણી વિષે ગુજરાતમાં ઘણા વખતથી ચર્ચા ચાલી રહી છે. એને પરિણામે, એ ભાષાના અભ્યાસમાં નડતી મુશ્કેલી દૂર કરવાના હેતુથી, ગૂજરાત વિદ્યાપીઠ, સામાન્ય રીતે સ્વીકારાયેલા અમુક સિદ્ધાંતોને આધારે, “જોડણીકોશ” નામને એક શબ્દકોશ પ્રગટ કર્યો છે. આ જોડણીકોશમાં સ્વીકારાયેલી જોડણીને ગુજરાત સાહિત્ય પરિષદ, મુંબઈ યુનિવર્સિટી, તેમ જ ઘણાખરા ગૂજરાતી પ્રકાશકે, વર્તમાનપત્રો અને સામયિકોએ પણ સ્વીકાર કર્યો છે. સર્વત્ર એક જ પ્રકારની જોડણી રહે, તેમ જ ભાષાના અભ્યાસમાં એકસાઈ સચવાય, એ હેતુથી મુંબઈ સરકાર એ જરૂરી અને ઇષ્ટ માને છે કે, જોડણીકોશ'માં નક્કી કરેલી સર્વસામાન્ય અને એક જ પ્રકારની જોડણી ઇલાકાની શિક્ષણસંસ્થાઓમાં અનુસરવાર આવે. આ અનુસાર સરકારે એ હુકમ બહાર છે કે, ભવિષ્યમાં “જોડણીકોશ'માં નકકી કરાયેલી અનુસરે એવાં જ પુસ્તકને પાઠયપુસ્તકની યાદીમાં મૂક્વામાં આવશે.” ઈ. સ. ૧૯૪૦ મુંબઈ સરકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 732