Book Title: Vijay Yashodevsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૨૩૦ શાસનપ્રભાવક દક્ષા લીધા પછી સાત વર્ષ બાદ, એટલે માત્ર બાવીસ વર્ષની ઉંમરે તેઓશ્રીથી પ્રભાવિત થઈ પાલીતાણાના ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજી તથા દીવાન શ્રી માનસિંહજીએ તેઓશ્રીને પિતાના હવામહેલમાં પગલાં કરવાં નિમંચ્યા હતા. વળી, તેઓશ્રી સાહિત્યમદિરમાં પણ પધાર્યા હતા અને ત્યાં પ્રાચીન કળા-કારીગરીની ચીજો જોઈ ખુશ થયા હતા. ત્યાર પછી, સં. ૧૯૦માં રાજકેટ-સદરમાં પિતાના પૂ. ગુરુદેવ સાથે કરેલા ચાતુર્માસ દરમિયાન ગંડલ યુવરાજ, બીલખા નરેશ, જેતપુર-સાયલાના રાજવી, થાણ-દેવળીના દરબાર, રાજકેટ નરેશ વીરાવાળા તથા અનેક રાજ્યાધિકારીઓએ પૂજ્યશ્રીનાં દર્શન કરી, વાર્તાલાપ કરી આશીર્વાદ લીધા હતા. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ પિતાના વિદ્યાધિકારી શ્રી ચંદુલાલ દ્વારા પિતાની કેશકચેરીનું નિરીક્ષણ કરવા નિમંત્રણ આપ્યું. કેશની વ્યાપક પ્રવૃત્તિમાં જૈનધર્મ વિશેની માહિતી દર્શાવતા શબ્દો ઉમેરવાની વિનંતિ કરતાં “ભગવદ્ ગોમંડળ” માટે પૂજ્યશ્રીએ ૮૦૦ પાનાં અને ૬૦ ચિત્રોવાળે, ભારે પરિશ્રમ ઉઠાવીને તૈયાર કરેલ “સંગ્રહણીગ્રંથ” તત્કાલ મંગાવીને ભેટ આપે હતે. એ જોઈ ને મહારાજાને ઘણો જ આનંદ થયે હતો. મહારાજાએ કહ્યું કે, “કેટલાંય સ્થળે પત્ર લખવા છતાં જૈનધર્મનાં પુસ્તકે ઉપલબ્ધ થયાં નહીં. અમારે કેશ જૈનધર્મના શબ્દો વિનાને રહે એ ખૂબ જ ખટકતું હતું. આપે આ પુસ્તક આપ્યું એટલે હવે અનેક શબ્દો મળી જશે.” મહારાજાએ તે બદલ ઘણો આભાર માન્યો. ત્યાર પછી, વડોદરાનરેશ શ્રી પ્રતાપસિંહરાવ ગાયકવાડનાં મહારાણી શાંતાબાઈ પરિવાર સાથે કેકી પિળમાં નંદીશ્વર દ્વીપની રચનાના દર્શનાર્થે આવ્યાં અને મુનિશ્રીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. રાવપુરા રોડ ઉપર રાજકુટુંબને જોવા માટે માનવમહેરામણ ઊમટયો હતે. પૂજ્યશ્રીએ પિતાના ગુરુદેવેની હાજરીમાં મહારાણજીને સુંદર શબ્દોમાં પ્રેરણા આપી હતી. વડોદરાનું સમગ્ર રાજકુટુંબ જેનમંદિરમાં પધાર્યાનો આ પહેલા જ પ્રસંગ હતે. " રાષ્ટ્રના અગ્રણીઓ મુલાકાતે ? રાજાશાહી પછી લોકશાહી આવી. અશુભ કર્મના ઉદયે નાની ઉંમરથી સ્વાધ્ય પ્રતિકૂળ રહેતું હોવાથી પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું. તે દરમિયાન મુંબઈ અને પાલીતાણામાં અનેક રાજકીય નેતાઓ પૂજ્યશ્રીના દર્શને આવી ગયા છે. ગુજરાતના પ્રધાનેમાં શ્રી રતુભાઈ અદાણી, શ્રી રસિકભાઈ પરીખ, શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, શ્રી માધવસિંહ સોલંકી, શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી પિપટલાલ વ્યાસ, શ્રી નવલભાઈ શાહ, શ્રી મકરંદ દેસાઈ, શ્રી વિજયકુમાર ત્રિવેદી, શ્રી કાંતિલાલ ઘીયા, શ્રી જશવંત મહેતા, રાજ્યપાલ શ્રી આર. કે. ત્રિવેદી, શ્રી દલસુખભાઈ પટેલ, મહારાષ્ટ્રના પ્રધાનોમાં શ્રી કન્નમવર, શ્રી વાનખેડે, શ્રી યશવંતરાવ ચવાણુ, શ્રી શંકરરાવ ચવાણ, શ્રી મધુકર દેસાઈ દેશનેતાઓમાં રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિ, શ્રી મેરારજીભાઈ દેસાઈ, શ્રી વી. પી. સિંધ, શ્રી એસ. કે. પાટિલ, શ્રી ગુલઝારીલાલ નંદા, શ્રી કે. કે. શાહ, શ્રી સરેજીની મહિણી, શ્રી સુશીલાબેન નાયર, શ્રી વિજયસિંહજી નાહર, શ્રી ચંદ્રશેખરજી, શ્રી સુંદરલાલ પટવા આદિ રાજકારણીઓ તેમ જ પૂજ્યશ્રી સાહિત્યકાર હોવાથી અનેક વિદ્વાને મળવા આવતા; જેમાં શ્રી કાકા કાલેલકર, શ્રી રમણલાલ વ. દેસાઈ, શ્રી ધૂમકેતુ, શ્રી જયભિખુ, શ્રી મોહનલાલ ચુ. ધામી, પ્રો. રસિકલાલ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20