Book Title: Vijay Yashodevsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ર શાસનપ્રભાવક પ૯ વર્ષથી પૂજ્યશ્રીના ચાલી રહેલા સાહિત્ય અને કલાના યાદગાર મહાયજ્ઞને અતિ ટૂંકો પરિચય : પિતાના પૂજ્યપાદ બંને દાદાગુરુદેવેની નિશ્રામાં, પોતાના ગુરુવર્ય પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ પાસે જ્યારે મુનિશ્રી યશોવિજયજી અભ્યાસ કરતા હતા, ત્યારે ગત જન્મના કોઈ સંસ્કારને લીધે ભણવાની સાથે કંઈક લખવાની પણ ભાવના રાખતા હતા. બે વર્ષ બાદ, એટલે કે દીક્ષાના ત્રીજા વર્ષે, ૧૯ વર્ષની ઉંમરે, મુનિશ્રીએ સાહિત્યક્ષેત્રે લેખનની અલ્પ શરૂઆત કરી. પ્રથમ “બૃહતસંગ્રહણી” જેવા મહાન ગ્રંથના ભાષાંતર દ્વારા મંગલાચરણ થયું. ભવિષ્યમાં થનારી સમૃદ્ધ જ્ઞાનયાત્રાનો આ રીતે શુભારંભ થયે. એ યાત્રા જ્ઞાનસંપાદનના ક્ષેત્રમાં ધીમે ધીમે વિસ્તરતી ગઈ. અને પૂજ્યશ્રી લેખક સાથે સંશોધક અને સંપાદક પણ બન્યા. શ્રત, સાહિત્ય, લેખન, સંપાદન, સંશોધન અને સાથે સાથે કળાવિધાન વગેરે ક્ષેત્રે શરૂ થયેલી જ્ઞાનયાત્રા ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સમૃદ્ધ બનતી ગઈ. પરિણામે, તેઓશ્રીના હસ્તે બંને ક્ષેત્રોમાં અજોડ અને અદ્દભુત કહી શકાય તેવું યોગદાન થવા પામ્યું. આથી જૈનસંઘને બીજા લાભો પણ પ્રાપ્ત થયા. આ બધાને વાચકને પૂતે ખ્યાલ મળે, અનમેદનાના ભાગીદાર બને, તેવા શુભાશયથી અહીં રચનામાલ સાથે વિસ્તૃત નોંધ રજૂ કરી છે. આ યાદીનું પ્રકાશન કરતાં હું મહદુ આનંદ અને ગૌરવ અનુભવું છું. એક સાધુ જેવી વ્યક્તિએ, અને તે પણ નાજુક અને નબળી શારીરિક સ્થિતિમાં, જાહેરજીવનમાં વ્યસ્ત અનેક શાસનકાર્યોનાં રેકાણે વચ્ચે, આશ્ચર્યચક્તિ કરી દે તેવું સાહિત્યસર્જન કર્યું, તે જોતાં જ શિર ઝૂકી પડે! બાવીસ વર્ષની ઉંમરે ગુજરાતી ભાષામાં ૬થ્થી વધુ ચિત્રો સાથે જૈનસંઘપ્રસિદ્ધ પાઠગ્રંથ મોટી સંગ્રહણીનું ભાષાંતર કર્યું. અને ૨૩ વર્ષની ઉંમરે ઊણાદિ વ્યુત્પત્તિ નામના વ્યાકરણ વિષયક બહુમૂલ્ય ગ્રંથનું સર્જન કર્યું. આરંભમાં જ ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષામાં કાર્ય કરવાને વેગ બને તે મેંધપાત્ર ઘટના છે. ખરેખર, આવા સર્જકે જ દેશકાળને ખ્યાલમાં રાખીને નવી દિશા અને નવી દષ્ટિનું દર્શન કરાવતા હોય છે. નાની ઉંમરમાં પ્રગટેલી તેઓશ્રીની જ્ઞાનપાસનાને, તેઓશ્રીના સતત પુરુષાર્થને, તેઓશ્રીની મર્મજ્ઞ શક્તિમત્તાને, વિશિષ્ટ પ્રકારની સર્જનાત્મકતાને, ઊંડી સૂઝબૂઝને અંતઃકરણ પૂર્વક નમન કરવાં જ રહ્યાં ! સ્વરચિત અને સંપાદિત કૃતિઓ ઃ ૧. સુયશ જિન સ્તવનાવલી (સં. ૧૯૧). ૨. ચંદ્ર-સૂર્યમંડળ કણિકા (સ. ૧૯૯૨). ૩. બૃહદ્ સંગ્રહણી ચિત્રાવલી : ૬૫ ચિત્ર સાથે (સં. ૧૯૯૮). ૪. પાંચ પરિશિષ્ટ- બૃહદ્ સંગ્રહણી ગ્રંથના ભાષાન્તરના અનુસંધાનમાં ભૂગોળખગોળને લગતા વિષય છે. બીજી આવૃત્તિ સં. ૨૦૪૭. ૫. નવ્વાણુયાત્રાની વિધિ (સં. ૨૦૦૦). ૬. ગોકુલદાસ કાપડિયાના શરૂઆતનાં ૧૫ ચિત્રોને સુંદર પરિચય (સં. ૨૦૧૫). ૭. મહેપાધ્યાય શ્રીમદ્ વિજ્યજી મહારાજ દ્વારા હસ્તલિખિત પ્રતિઓના આદિ અને અંત ભાગની ૧૦ કૃતિઓનું ઉપાધ્યાયજીના હસ્તાક્ષરોનું આલબમ. (સં. ૨૦૧૭). ૮. આગમરત્ન પિસ્તાલિશી : ગુજરાતી પદ્યમાં ૪૫ આગમને પરિચય આપતી સુંદર રચના (સં. ૨૦૨૩). ૯. સિદ્ધચક્ર બૃહદ્ યન્ત્રપૂજન : એક સર્વેક્ષણ અને સમીક્ષા (સં. ૨૦૩૪). ૧૦. પ્રતાકારે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20