Book Title: Vijay Yashodevsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 13
________________ શ્રમણભગવંતો-ર માગશર સુદ ચોથને દિવસે પ૦ હજાર ભાવિકેની મેદની વચ્ચે, ૧૦૦ સાધુઓ તથા ૪૦૦ સાધ્વીજીએ વચ્ચે પૂ. યુગદિવાકરશ્રીની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રી મોરારજીભાઈએ પ્રથમ જાતે કાંતેલી ખાદીને કપડે એટાડીને, પછી શાલ ઓઢાડીને જાહેર સન્માન કર્યું. દબદબાભર્યા આ અવસરનું લોકેએ ગગનભેદી જયનાદોથી સ્વાગત કર્યું. આ પ્રસંગ ઈતિહાસમાં પહેલીવાર ઊજવા. –કેમ કે રાષ્ટ્ર પહેલી જ વાર એક સંતનું બહુમાન કરી રહ્યું હતું. આ પ્રસંગે શતાવધાની મુનિશ્રીજયાનંદવિજયજી મહારાજનું પણ શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ આદિ અગ્રગણ્ય નેતાઓ પણ ઉપસ્થિત હતા. ભારત સરકારના આદેશથી ઉજવણીમાં ૧૩ લાખને ખર્ચ થયે તે ગુજરાત સરકારે ભગવ્યું હતું. તે પછી બીજા દિવસે જૈનવિધિ પ્રમાણે વીસ હજાર માનની જંગી હાજરી વચ્ચે પૂજ્યશ્રીને આચાર્યપદે આરૂઢ કરવાને ભવ્ય પ્રસંગ ઊજવી હતો. ગુજરાતના રાજ્યપાલે કરેલું બહુમાન : પૂ. આચાર્યશ્રીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં અનેરા ઉત્સવનું આયોજન થયું. તે પ્રસંગે ગુજરાતના રાજ્યપાલશ્રી ખાસ પાલીતાણુ પધાર્યા હતા, અને પૂજ્યશ્રીનું શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. બીજે દિવસે પાલીતાણાના નાગરિક તરફથી, પાલીતાણામાં કરેલાં ધાર્મિક, સામાજિક કાર્યોથી પ્રભાવિત થઈ સુંદર માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. બંને દિવસમાં મહામહોત્સવ પૂર્વક ઉજવાયેલા આ પ્રસંગે જેના ઈતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવા છે. વળી, તા. ર૦-ર-૯૦ને દિવસે ભારતના વડા પ્રધાન શ્રી વી. પી. સિંઘે પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં પધારી, વાસક્ષેપ નંખાવી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા. પૂજ્યશ્રીએ વડાપ્રધાનને સુંદર ધાર્મિક ચીજો ભેટ આપી હતી. પૂજ્યશ્રીના વ્યક્તિત્વ વિષે, તેમની પ્રવૃત્તિ અને કાર્યો વિશે, તેમના સાહિત્યસર્જન વિષે, અનેકાનેક વિષે ઘણું ઘણું વિસ્તારથી લખી શકાય એટલી વિપુલ સામગ્રી છે. પરંતુ નાના લેખોમાં તે ગાગરમાં સાગર ભરવાની વાત છે. પૂજ્યશ્રી કવિ, લેખક, મધુર વક્તા, અવધાનકાર, મંત્રમુગ્ધ કરે એવા અજોડ મૂતિવિધાનના જ્ઞાતા છે. મંત્ર આદિ જુદી જુદી વિદ્યાઓના અભ્યાસી છે. બાહ્ય તેજથી પ્રકાશિત તેજસ્વી વદન, જ્ઞાન અને કળાથી અંકિત સૌમ્ય દષ્ટિ, ગંભીર અને મધુર વાણી, વિનયયુક્ત વ્યવહાર, સંયમસૌરભથી મહેકતું જીવન એ સર્વ તેઓશ્રીના વ્યક્તિત્વને અજવાળતાં ઉજજ્વળ પાસાં છે. પૂજ્યશ્રીના આ બહુમુખી ભવ્ય વ્યક્તિત્વને ધ્યાનમાં લેતાં એક કલ્પના કરવી વધુ પડતી નથી કે માત્ર ભારતવર્ષના જ નહિ, પણ વિશ્વના એક આદર્શ સાહિત્યકલાપ્રેમી સાધુ તરીકે તેઓશ્રીને ઇતિહાસ સુવર્ણાક્ષરે અંકિત કરશે. અંતમાં, પૂજ્યશ્રીની શાસનસેવા ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રભાવશાળી બને, તેઓશ્રી સાહિત્ય અને કળાના ક્ષેત્રે અવનવાં સર્જન કરતા રહે, તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષે એ જ અભ્યર્થના અને પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટ કેટિ વંદના ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20