Book Title: Vijay Yashodevsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 7
________________ શ્રમણભગવંતો-ર ૨૩૩ તેવાં કલાત્મક ચિત્રો દ્વારા અનેક નવીનતાઓ અને વિશિષ્ટ આયેાજન દ્વારા નવા અભિગમે આપ્યા છે. જેન-જૈનેતર હજારો સ્ત્રી-પુરુષે પૂજ્યશ્રીની પ્રેરણા પામીને આધ્યાત્મિક ઉત્કર્ષ સાધી શક્યા છે. આનંદની વાત એ છે કે આ અભિગમે અને નવીનતાએ બીજા સાધુશ્રાવકેએ પણ અપનાવી છે. અરે, મુનિશ્રી હસ્તકનાં અન્ય શિલ્પ–કલાકૃતિઓનું અનેક પ્રાંતનાં મંદિરમાં અનુકરણ થયું છે. તેઓશ્રી હસ્તકની કલાકૃતિઓ જેનારને કંઈ ને કંઈ નવીનતા લાગે છે વિશ્વશાંતિ–આરાધના સત્ર : અષ્ટગ્રહયુતિના ઉપદ્રવ વખતે “વિશ્વશાંતિ જૈન આરાધના સત્રની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય ગુરુદેવેની સંમતિ મળતાં મુંબઈ મહાનગરીમાં રાજ્યપાલશ્રી શ્રી પ્રકાશના હાથે આ ઉત્સવનું ઉદ્ઘાટન થયું. સાથે પ્રાચીન સાહિત્ય અને કલાચિત્રનું જંગી પ્રદર્શન જાયું. તેની દસ દિવસ સુધી અભૂતપૂર્વ ઉજવણી થઈ હજારે આયંબિલેને તપ, કરડેને મંત્રજાપ, નવકાર મંત્રની અખંડ ધૂનના કાર્યક્રમ જાયા. આખા દેશમાં આ કાર્યક્રમ થવા પામ્યું. એક અભૂતપૂર્વ ઉત્સવ ઉજવાયે. હેલિકોપ્ટરથી શહેર ફરતી શાંતિ જળની જલધારા થઈ આ ઉજવણમાં એ વખતે નીકળેલા વરઘોડામાં ચાર લાખ લોકેએ લાભ લીધું હતું. ત્યાર બાદ, રાષ્ટ્રને સુવર્ણની જરૂર પડતાં વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ જેનો દ્વારા દેશને સોનું મળે એવી શેકેટ દ્વારા ખાસ વિનંતી કરી. પ્રથમ તે મુનિશ્રીની પ્રેરણાથી રાષ્ટ્રીય સહકાર સમિતિની રચના કરવામાં આવી. બંને ગુરુદેવના ઉપદેશથી અને મુનિશ્રીના અથાગ પ્રયતથી લડાઈ માટે અનાજ બચાવવાની જરૂર હતી, તેથી હજારો માણસને એક ટંક ભેજન છેડાવવાની જાહેર પ્રતિજ્ઞા લેવડાવી. દેશને એનું જોઈતું હતું તેથી મુનિશ્રીએ જાહેર ભાષણ દ્વારા ૧૭ લાખ રૂપિયાનું સોનું “સુવર્ણ બેન્ડ” માટે ભેગું કરાવ્યું અને તે વખતના ગૃહપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાને મુંબઈ બેલાવીને ગોડીજી ઉપાશ્રયની જંગી સભામાં, અનેક અધિકારીઓ, મુંબઈના પ્રથમ પંક્તિના જૈન-જૈનેતર આગેવાને વચ્ચે એ “સુવર્ણ બેન્ડ” બહેનો દ્વારા અર્પણ કરવામાં આવ્યા. એ પ્રસંગે સમગ્ર શહેરમાં જયજયકાર વતી રહ્યો ! સમગ્ર દેશમાં આ ઘટનાને સહ આશ્ચર્યભાવે અપનાવી રહ્યા! વિવિધ સંસ્થાઓની સ્થાપના : પૂજ્યશ્રીની આગવી પ્રતિભાથી સંસ્થાઓની સ્થાપના થઈ છે. વિવિધ પ્રકારના પ્રેરક અને અવનવી ભાત પાડતા સમારેહે અને ભવ્ય પ્રદર્શને જાયાં છે, જેમાં પ્રાચીન અમૂલ્ય ચિત્ર, જાતજાતની કલાત્મક સચિત્ર પ્રતિએ મૂકવામાં આવી હતી. આવાં બહુમૂલ્ય પ્રદર્શનોથી લાખો લેકેએ પ્રેરણા મેળવી છે. પૂજ્યશ્રી કળા-સંસ્કૃતિના ક્ષેત્રે વિશિષ્ટ ફળ આપતા જ રહ્યા છે. જેનાનાં ઘરમાં જેને સંસ્કૃતિનાં ચિત્રો, કળાની ચીજો પહોંચે તે માટે તેઓશ્રીએ “જેન સંસ્કૃતિ કલાકેન્દ્રની સ્થાપના કરી હતી અને જેન વેપારીઓને આગેવાની લેવાની પ્રેરણા કરી હતી. પણ આ બાબતે જોઈ એ તે ઉત્સાહ ન જણાતાં સમગ્ર આયેાજન મુલતવી રહ્યું અને મુનિશ્રીને તેને ઘણો રંજ થયે. સત્તરમી સદીમાં જન્મેલા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20