Book Title: Vijay Yashodevsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૨૩૨ પ્રથમ પ ́ક્તિના વિદ્વાન સન્યાસી શ્રી અખંડાન ંદ સરસ્વતી તથા સુપ્રસિદ્ધ શ્રી દીક્ષિતજી મહારાજ પણ તેઓશ્રીને મુ'બઇ વાલકેશ્વરમાં મળ્યા છે અને ઉપયેગી વિચારણા કરી છે. શાસનપ્રભાવક અગ્રણી શ્રાવક : જૈનસમાજના વિવિધ કિાના આગેવાનોમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શાહુ શ્રી શાંતિપ્રસાદજી, શ્રી શ્રેયાંસપ્રસાદજી, ચીમનલાલ ચકુભાઈ, ખીમચંદભાઈ વેારા, દુલ ભજી ખેતાણી, ભારત મહામંડળના અનેક પદાધિકારીએ, સાધક ઋષભદાસજી, લંડનસ્થિત રતિભાઈ ચંદેરિયા, શ્રેણિકભાઈ, દીપચંદભાઈ ગાડી વગેરે અવારનવાર મળીને ધર્મપ્રચાર અને શાસનકાર્યોમાં માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહ્યા છે. સગીતકળાના ક્ષેત્રે : સંગીત અને અન્ય કળાની આગવી સૂઝના કારણે સુપ્રસિદ્ધ સગીતકારો અને કલાકારે તેઓશ્રીના પરિચયમાં આવ્યા છે અને પૂજ્યશ્રીના મંત્રિત વાસક્ષેપ દ્વારા આશીર્વાદે પણું પ્રાપ્ત કર્યાં છે. કારનાથજી, મહેન્દ્ર કપૂર, મન્ના ડે, મુકેશ, કલ્યાણજી આણંદજી, પુરુષાત્તમ ઉપાધ્યાય, મનુભાઈ શાહ, દેવેન્દ્રવિજય પડિત, મનુભાઈ ગઢવી, શાંતિલાલ શાહ, અવિનાશ વ્યાસ, માસ્ટર વસંત, પિનાકિન શાહ, મનહર ઉધાસ વગેરે નામી-અનામી કલાકારોએ પૂજ્યશ્રીની મુલાકાત લીધી છે અને સતસમાગમનો આનંદ માણ્યું છે. અનેકવાર સંગીતની લ્હાણ પણ પીરસી છે. જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર તરફથી ૧૪ સ્તવનેની ધામિક ગીત-સ'ગીતની રેકર્ડ નિમિત્તે આ પરિચય સધાયા છે. પ્રસિદ્ધ ગાયક અને ગીતકાર શ્રી પ્રદીપજી, શેકની સામ્રાજ્ઞી મીનાકુમારી અને અભિનેત્રી શ્રી નરગીસ વગેરેએ પણ મુ`બઈચેમ્બરમાં પૂજ્યશ્રીની મુલાકાત લઈને આનંદ વ્યક્ત કર્યો છે. આ પ્રકારના વિવિધ ક્ષેત્રાના મહાનુભાવેના વિશાળ સપના કારણે મુનિશ્રીની જ્ઞાનસાધના વિશાળ અને ગહન બની, તેઓશ્રીના વિચારમાં ઉદાત્તતા આવી, અને તેઓશ્રી ધર્મની સાથે સમાજ તથા રાષ્ટ્રના કલ્યાણને પણ સન્મુખ રાખતા રહ્યા. મૂર્તિ અને મંદિરનું શિલ્પ-સ્થાપત્યનું જ્ઞાન ઊંડું છે. નાની ઉંમરથી જ એમાં રસ હતેા. એક શિલ્પજ્ઞ તરીકે પૂ. મુનિશ્રીની ઇચ્છા ૨૫-૩૦ની સખ્યામાં દર્શનીય તરીકે કલાત્મક અને સુંદર તેમ જ શ્રેષ્ઠ કેટિનાં શિલ્પાના નમૂના તૈયાર કરાવી, પ્રદર્શન હોલ બનાવી, કાયમ માટે સ્થાપિત કરવા એવા નિર્ણય જયપુરના શ્રેષ્ઠ કલાકારની વિનંતિથી કર્યાં હતા; પણ તે યેાજના પડી રહી. તેમ છતાં, બીજા' પાંચેક શિલ્પા તૈયાર કરાવ્યાં. જે શિલ્પા મંદિરમાં પ્રતિષ્ઠિત થયાં, તેમાં ગોડીજીમાં બિરાજમાન કરેલી ૯ ફૂટની ખડ્ગાસને રહેલી ભગવાન આદીશ્વરની મૂર્તિ, મુ ́બઈ-વાલકેશ્વરમાં રહેલી ભારતભરમાં અોડ કહી શકાય અને જીવંત લાગે તેવી ભગવતી પદ્માવતીજીની મૂર્તિ ( આ જ આકારની સ્મૃતિ આદેશભરમાં સેંકડોની સંખ્યામાં પ્રતિષ્ઠિત થઇ છે), તે ઉપરાંત ૨૭ ફૂટની ઘાટકોપર સર્વોદય હેાપિટલમાં મૂકેલી ખગાસનની મૂર્તિ તથા વાલકેશ્વરમાં મૂકેલી વિશિષ્ટ પ્રકારના શ્રી મહાવીરસ્વામીજી તથા વિઘ્નહર પાર્શ્વનાથજી તથા અન્ય મૂર્તિ એ તેઓશ્રીની કળાનું અદ્ભુત રસપાન કરાવે છે. પાલીતાણામાં પેાતાના બંને દાદાગુરુની, હમણાં જ ખેલશે એવા ભાવની, જીવ'ત મૂર્તિ બિરાજમાન થઈ છે તેને જોઈ ને લાકે મુગ્ધ બની જાય છે! ધામિઁક અનુષ્ઠાનોમાં પણ તેઓશ્રીની પ્રતિભા ઝળકતી રહી છે. ઉપધાન–ઉજમણાં-ઉત્સવ-મહેાત્સવ વગેરેમાં જનતાની રુચિ વધે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20