Book Title: Vijay Yashodevsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ ૨૨૮ શાસનપ્રભાવક માતા રાધિકાબેનને ત્યાં પુત્રરત્નનો જન્મ થયે. બાળકનું નામ પાડયું છવણલાલ. વિશાશ્રીમાલી જ્ઞાતિમાં જન્મેલા જીવણલાલે જન્મ થતાં પહેલાં પિતાની શીળી છાયા અને જન્મ પછી પાંચ જ વરસમાં માતાની વાત્સલ્યભરી છત્રછાયા ગુમાવી દીધી. એ પછી તેમનો ઉછેર તેમના વડીલ બંધુ શ્રી નગીનભાઈ એ કાળજીપૂર્વક કર્યો. તેમની સ્મરણશક્તિ અતિ તીવ્ર હતી. ગુજરાતી શાળામાં છ ધોરણ અને અંગ્રેજીનાં ત્રણ ધોરણને અભ્યાસ કર્યો. ચાર વર્ષની ઉંમરે ધાર્મિક પાઠશાળાના અભ્યાસની શરૂઆત કરી. આઠ-નવ વર્ષની વયે સંગીત-કલા પ્રત્યેની અભિરુચિને કારણે ડભેઈની સંગીતશાળામાં જોડાયા. ભારતરત્ન કૈયાજખાંના ભાણેજ ગુલામરસૂલખાં પાસે સંગીતને અભ્યાસ કર્યો. સંગીતનાં હારમનિયમ, ફિડલ, બંસરી, સારંગી, તબલાં વગેરે વિવિધ વાદ્યો અને ૫૦ જેટલાં નટેશન સાથે રાગ-રાગિણીઓમાં તેઓ પ્રવીણ બન્યા. સંગીતની પરીક્ષાઓ પણ આપી. ઉપાધ્યાય શ્રી. સકલચંદ્રજીકૃત સત્તરભેરીપૂજાએ સંગીતશાસ્ત્રના અતિ ઉચ્ચ કક્ષાના ક્લિષ્ટ રૂપ ૩૫ રાગ-રાગિણીઓની સ્વરલિપિ સાથે શીખી લીધી. સુંદર મીઠાશભર્યા કંઠ અને ગાવાની સુંદર હલક સાથે જૈનસંઘના પ્રેત્સાહનથી નૃત્યકલા શીખ્યા અને તેમાં ટૂંક સમયમાં આગવી કુશળતા પ્રાપ્ત કરી. બુહારી તથા જલાલપુર જેવા સ્થળોએ ધાર્મિક ઉત્સવમાં પિતાના સાથીમિત્રો સાથે જમ્બર જનમેદની સમક્ષ સમૂહનૃત્યમાં પોતાની વિશિષ્ટ કલાનું ભવ્ય દર્શન પણ કરાવ્યું. સંયમના માર્ગેઃ સમય અને સંજોગો પલટાય તેમ માનવના ભાવ પલટાય છે. વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણથી તેમ જ સંગીત અને નૃત્યકળાના સુભગ સંગથી તેમનું જીવનઘડતર ઉત્તમ પ્રકારે થયું, અને તેઓ ઉજવળ કારકિર્દીની આગાહી આપવા લાગ્યા. પરંતુ આ જ અરસામાં, વિ. સં. ૧૯૮૫માં, પૂ. આ. શ્રી વિજયમહનસૂરીશ્વરજી મહારાજ આદિ પરિવારનું ચાતુર્માસ ડઈ થયું. જીવણભાઈ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યના પરિવારના પરિચયમાં આવ્યા. જ્ઞાની સશુરુના ચગે તેમના અંતરમાં સંયમ-ચારિત્રની ભાવના જાગી, અને તેમના જીવનનું વહેણ બદલાયું. દીક્ષા લેવા માટે કુટુંબીઓને અનુકૂળ કરવા ભેઈથી વડોદરા સત્તર વખત નાસભાગ કરી. નાની ઉંમરમાં ઘણી તકલીફે વેઠી. છ છ વિગય ત્યાગ કર્યો પણ દીક્ષા માટે સંમતિ ન મળતાં ડભેઈથી વડેદરા પાસે છાણ ગામમાં ગુરુજી પાસે જઈ દીક્ષા લીધી. સુખી અને સમૃદ્ધ કુટુંબ અને જીવણભાઈ ઉપરને કુટુંબીજનોને અગાધ પ્રેમ, એટલે દિક્ષાનાં કષ્ટ શી રીતે ઉઠાવી શકશે એ વિચારથી કુટુંબીજને તેમની દીક્ષા સામે વિરોધી બન્યા. ઘેર લઈ જવા માટે વડોદરાની કેર્ટમાં કેસ કર્યો. કેટના કમ્પાઉન્ડમાં હજારે માણસની ભીડ જામતી. ત્રણ દિવસ કેસ ચાલ્યું. કાયદાના અધીન જજે દીક્ષા માન્ય ન રાખી, અને કુટુંબીઓને પાછા એંપ્યા. ત્યાર બાદ, એક વર્ષ સંસારમાં રહ્યા. પરંતુ આ સમયગાળામાં તેમની સંયમભાવના વધુ દઢ બની. પિતાના અનેક પ્રયત્ન છતાં દીક્ષાની મંજૂરી ન મળી, એટલે તેઓ પોતાના ગુરુદેવ પાસે પાલીતાણા પહોંચ્યા. ત્યાં સં. ૧૯૮૭માં વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતીયાના મંગલ દિને યાત્રા કરીને, કદમ્બગિરિ તીર્થની પવિત્ર છાયામાં પૂ. આ શ્રી વિજયહિનસૂરીશ્વરજી મહારાજની પાસે દીક્ષા લઈ, તેઓશ્રીના પ્રશિષ્ય મુનિશ્રી ધર્મવિજયજી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20