Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 8
________________ રહો વ્યસ્ત...જીવન તંદુરસ્ત કરો, કંઈક કરો, કંઈક સારું કરો ! સાવ નિષ્ક્રિય બનીને બેસી ન રહો ! બેસી રહેવામાં જિંદગી જડ બની જશે એનીપ્રગતિગતિમાં છે!જિંદગી બને છે જ કશુંક સારું કરવાથી ! સર્જનાત્મક બનો .... દોસ્ત ! Be creative ! આરામ કરવાથી તો જિંદગીને કાટ લાગવા માંડશે...જિંદગીના લોખંડને જો કર્તવ્યનુંપારસસ્પર્શી જાય તો જિંદગીની – - એક એક પળ સોનેરી બની જાય ! એક એક ક્ષણ સોહામણી બની જાય ! આરામથી પડી રહેવા માટે જીવન નથી. જીવન છે કશુંક શુભ કરી છૂટવા માટે ! કંઈક પ્રશસ્ત કરી જવા માટે વ્યસ્ત રહો....વ્યસ્તતા તમારા દિલ-દિમાગને સ્વસ્થતા આપશે. ખાલી મન તો ભૂતનું ઘર બની જાય છે. તન વ્યસ્ત તો મન તંદુરસ્ત ! બહુ નાનું અમથું જીવન છે...સાવ આવડી અમથી જિંદગીમાંએ ઘણું બધું કરી શકીએ જો ક૨વા ધારીએ તો ! બાકી મરવાનું તો છે જ એક દિવસ ! પણ કંઈક સારું કરીને મરીએ ! મોત ઉસકી જિસકા જમાના કરે અફસોસ, વૈસે તો જીતે હૈ સબ મરને કે લિયે. વિચારપંખી - ૩ Jain Education International For Private & Personal Use Only in the org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194