Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
પણ, જવું છે કાં ?
જરી રોકાઈ જાવ !
Please, wait just a minute ! કયાં જઈ રહ્યા છો ? જરી તો વિચારો ! કયારનાયે ચાલ્યા જ કરો છો ! અરે, ચાલતા નથી પણ દોડયેજ જાવ છો....જુગજુગથી ! પણ કયાં ? એ વિચાર્યું છે કયારેય ? કયાં જવા માટે નીકળ્યા છો ? ચાલી-ચાલીને કયાં પહોચવું છે ? દોડી દોડીને કયાં જવું છે ? પહેલા મંઝિલ તો નક્કી કરો.... પહેલા લક્ષ્ય નિર્ધારિત કરો....યાત્રા આપોઆપ આરંભાઈ જશે....મંઝિલ વગર તમે ચાલ્યા જ કરશો તો પહોંચશો કયાં ? જયાં જવાનું છે ત્યાં નહીં પહોંચાય અને રસ્તાઓમાં અટવાઈને જિંદગી પૂરી થઈ જશે !
બહુ સમજવાની જરૂર છે.
“નામ ન જાનું ગાંવકા, બિન જાને કિત જાઊં? ચલતે ચલતે જુગ ભયો દો કોસ પર ગાંવ !’’
પાસેજ મંઝિલ હોય.... આપણી બાજુમાં થઈને જ આપણું લક્ષ્ય સરકી જાય.... છતાં યે આપણને ખબર નહીં પડે ! ને આપણે એને ખોળવા માટે ખાંખાખોળાં કર્યા કરશું !
કદમ ભરતાં પહેલાંજ વિચારી લો કે કયાં જવું છે તમારે ? અને કઈ દિશા છે તમારી?
વિચારપંખી - ૭
Jain Education International
For Private & Personal Use Only
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 194