Book Title: Vicharpankhi Author(s): Snehdip Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana View full book textPage 7
________________ મુબારક જન્મદિવસ! આજે તમારો જન્મદિવસ છે ! આજનો દિવસ તમારા માટે દાડમની ખીલતી કળીના જેવો ઉઘડયો છે! come on my friend, જાઓને... આજની ઉષા કેવી ઉજળી ઉજળી ભાસે છે. સૂરજ શરમથી લાલચોળ થતો સોડ છોડે છે. ક્ષિતિજની! જીવનનું નવું વર્ષ! તમને અપૂર્વ હર્ષ! મધુરપ વેરે છે આજની સવારનો સ્પર્શ! જીવનની કિતાબનું એક વધુ કોર્પૃષ્ઠતમને મળ્યું છે આજના દિવસે! જોઈએ, તમે એમાં કેવું ચીતરામણ કરો છો ? આડા અવળા લીટા કરીને કે શાહીના ડાઘાડૂઘાં પાડીને કાગળ બગાડી પણ શકો અને સરસ મજાનું ગીત આલેખી શકો.. રંગ અને રૂપની સૃષ્ટિ ઉતારી શકો! તમારા જીવનનું નવું વરસઃ તમારા તનને સ્વસ્થતા આપે તમારા મનને સ્વચ્છતા આપે તમારા જીવનને સહજતા આપે એવી શુભ કામનાઓની સોણલાં ભરી છાબ તમારે નામ મારા જનાબ ! વિચારપંખી- ૨ .. : Jain Educator international For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194