Book Title: Vastupal na Aprasiddha Shilalekho tatha Prashastilekho Author(s): Punyavijay Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 2
________________ ૩૦૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રસ્થ તે પહેલા શિલાલેખમાં વસ્તુપાલ-તેજપાલની સંક્ષિપ્ત યશોગાથા છે, અને તે બીજા શિલાલેખની પૂર્વભૂમિકારૂપ છે. આથી એ સ્પષ્ટ થાય છે કે વસ્તુપાલ-તેજપાલે અવિરતપણે લક્ષ્મીનો વ્યય કરવામાં પાછીપાની નહોતી કરી; તેમ જ તેઓ યુદ્ધભૂમિમાં જ્યવંતા યોદ્ધા હોવા ઉપરાંત ઉત્તમ કોટિના રાજનીતિજ્ઞ હતા. બીજા શિલાલેખની મુખ્ય ચાર હકીકતો આ પ્રમાણે છે : ૧. વસ્તુપાલ-તેજપાલે શત્રુંજય ઉપર ઉજાંતાવતાર, સ્તંભનક તીર્વાવતાર, સત્યપુર તીથવતાર, નંદીશ્વરાવતાર અને શકુનિકાવિહારાવતારના નામે પાંચ તીર્થરમારક મંદિરો કરાવ્યાં હતાં, ઇન્દ્રમં૫ કરાવ્યો હતો, કાદિયક્ષના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, તેજપાલની પત્ની અનુપમાના નામનું અનુપમા સરોવર બંધાવ્યું હતું, અને મૂળનાયક શ્રી આદીશ્વરભગવાનના મંદિર સામે પૂર્વ-પશ્ચિમ-ભાગમાં પોતાની અને પોતાના ભાઈઓની મૂર્તિઓ સહિત એક પોળ કરાવી હતી. ૨. વસ્તુપાલનાં માતા-પિતા અને ભાઈઓનાં નામોનો ઉલ્લેખ. ૩. વસ્તુપાલ-તેજપાલન શ્રીસંધ પ્રત્યે અનન્ય બહુમાનવાળો ભક્તિભાવ. ૪. વસ્તુપાલ, ગૂર્જરેશ્વર મહારાજા વિરધવલ, લાવણ્યાંગ-લુણિગ (વસ્તુપાલના મોટા ભાઈ), મલ્લદેવ-માલદેવ (વસ્તુપાલના મોટા ભાઈ), તેજપાલ (વસ્તુપાલના નાના ભાઈ), જૈત્રસિંહ (વસ્તુપાલના પુત્ર), અને લૂણસિંહ(તેજપાલના પુત્ર)ની ગુણાનુવાદપૂર્વક યશોગાથા. આ બન્ને શિલાલેખોને શિલા ઉપર લખનાર ખંભાતનિવાસી વાજડનો પુત્ર ધ્રુવક અટકવાળો જયસિંહ છે. ગિરનારના શિલાલેખોના આધારે આ જયતસિંહનું અપરનામ જૈત્રસિંહ હતું અને તે કાયસ્થર્વશીય વાલિગના પુત્ર સહજિગના પુત્ર વાજાનો પુત્ર હતો એ હકીકત જાણી શકાય છે. પહેલા શિલાલેખો કોતરનાર બકુલસ્વામી નામના શિલ્પીનો પુત્ર ધુવક અટકવાળો પુરુષોત્તમ છે. ગિરનારના શિલાલેખોના આધારે આ પુરષોત્તમ વસ્તુપાલે શત્રુંજય ઉપર બાંધેલા ઇદ્રમંડપ અને નંદીશ્વરાવતારના મુખ્ય શિપી સોમદેવના પુત્ર બકુલસ્વામીનો પુત્ર હતો એ જાણી શકાય છે. બીજા શિલાલેખનો કોતરનાર કુમારસિંહ નામનો સૂત્રધાર છે. આ કુમારસિંહ સૂત્રધાર વાહડનો પુત્ર હતો તે હકીકત ગિરનારના શિલાલેખો ઉપરથી જાણી શકાય છે. આજ સુધીમાં ઉપલબ્ધ થયેલા વસ્તુપાલના શિલાલેખોની લિપિ અને ઉત્કીર્ણન સુંદર છે. પોતાના શિલાલેખોનું લિપિસૌષ્ઠવ બરાબર જળવાય તે માટે લેખનકળામાં સિદ્ધહસ્ત લેખકની અને તદનુસાર તે લેખને સુંદર રીતે કોતરનાર સૂત્રધારની વસ્તુપાલ ખાસ પસંદગી કરતા હતા. આજે ઉપલબ્ધ થતા વસ્તુપાલના શિલાલેખોમાં લેખક અને ઉત્કીર્ણક કલાકારોના નામવાળા જે લેખો શત્રુંજય, ગિરનાર અને ખંભાતમાંથી મળ્યા છે તેમાં લેખક અને ઉત્કીર્ણક ઉપર જણાવેલા જ છે. લૂણવસહી(આ)ના શિલાલેખમાં લેખકનું નામ નથી તેથી તેમાં જણાવેલો ઉકીર્ણક સૂત્રધાર કલ્હણના પુત્ર ધાંધલનો પુત્ર ચડેશ્વર લિપિમાં અને કોતરવામાં સિદ્ધહસ્ત હશે એમ લાગે છે. આવી, કોઈના પણ કાર્ય સાથે તેના નામને અમર કરવાની વસ્તુપાલ જેવી મહાનુભાવતા વિરલ વ્યક્તિઓમાં જ હોય છે. ૧ જુઓ ગિરનાર ઈન્ડિશન્સ, i૦ ૨, ૨૧ ૨૯, ૨ જુઓ ગિરનાર ઇન્ડિશન્સ, નં૦ ૨, ૨૩-૨૪, ૨૪-૨૫, ૨૬-૨૭, ૨૮-૨૯ ૩ જુઓ ગિરનાર ઇકિશન્સ, નં. ૨, ૨૧-૨૩, ૨૭-૨૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28