Book Title: Vastupal na Aprasiddha Shilalekho tatha Prashastilekho
Author(s): Punyavijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 9
________________ પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખો : ૩૦૯ છઠ્ઠ પદ્ય ખંડિત છે તેથી તેને ભાવાર્થ નથી લખ્યો. મૂર્તિમંત શૌર્ય અને નીતિ જેવા અનુક્રમે વીરશિરોમણિ વસ્તુપાલ અને બુદ્ધિમાન તેજપાલ જેવા જેના મંત્રી છે તેવા મહારાજા વિરધવલની કોણ પ્રશંસા નથી કરતું? (૭) કચ્છપાવતાર અને વરાહાવતારની કળાને ધારણ કરનારા આ બે શ્રેષમંત્રીઓ જેના ઉદયકારી અતીવ આનંદને ફેલાવે છે તે અનંતશૌર્યવાળો બળવાન વીરધવલ જય પામે છે. અહીં વિરધવલને પર્વત અને સમુદ્રસહિત પૃથ્વીનો નિરંતર ઉદ્ધાર ઇચ્છનાર જણવ્યો છે. (૮) પવિત્ર જીવન જીવનાર શ્રીવાસ્તુપાલ દીર્ધકાળ પર્યત સદાચારી જનોનું પોષણ કરો, પોતાના જગ વ્યાપિ ગુણોથી જગતને ખુશ કરી, કલ્યાણને વરી, યશ મેળવો અને પાપોનો નાશ કરો. (૯) દારિદ્યથી પીડાતા માનવીઓને જોઈને અંતરમાં કરુણ ઊપજવાથી પાતાળમાંથી બલિરાજા વસ્તુપાલરૂપે અને સ્વર્ગમાંથી કર્ણ તેજપાલરૂપે આવ્યા છે. (૧૦) તે બાંધવબેલડીએ (વસ્તુપાલ-તેજપાલે) પ્રત્યેક નગર, ગામ, પ્રવાસમાર્ગ અને પર્વત ઉપર વાવો, કૂવા, નવાણ, પરબ, ઉદ્યાન, સરોવર, મંદિર અને સદાવ્રતો રૂપી ધર્મસ્થાનની જે શ્રેણિ બનાવી છે તથા જેનો જીર્ણોદ્ધાર કર્યો છે તેની સંખ્યા પણ જાણી શકાતી નથી–કદાચ પૃથ્વી તે જાણતી હોય તો! (૧૧) પૃથ્વીતલનાં રજકણુની સંખ્યા, સમુદ્રનાં બિંદુઓની સંખ્યા, આકાશની અંગુલસંખ્યા અને કાળસ્થિતિની માત્રાઓની સંખ્યા જાણનાર ત્રણે લોકમાં જે કોઈ હોય તો ભલે હોય, પણ વસ્તુપાલે કરેલાં ધર્મસ્થાનોની ગણતરી કરવા માટે પોતે વસ્તુપાલ પણ સમર્થ હશે કે કેમ તેની શંકા થાય છે. (૧૨) જ્યાં સુધી આકાશમાં ચંદ્રની સાથે સૂર્ય છે, પાતાળમાં વાસુકી નાગની સાથે શેષનાગ છે, ત્યાં સુધી આ લોકમાં વસ્તુપાલ ને તેજપાલનું સાહચર્ય હો. (૧૩) શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ના વર્ષમાં પોષ સુદ ૧૫ શુક્રવારે આ પ્રશસ્તિ તૈયાર થઈ આ સુંદર પ્રશસ્તિને વાજાના પુત્ર ધ્રુવક અટકવાળા જયસિંહે શિલા ઉપર લખી અને બકુલસ્વામીના પુત્ર પુરુષોત્તમે કોતરી. બીજા શિલાલેખનો ભાવાર્થ પ્રારંભમાં સર્વને નમસ્કાર કર્યા છે અને પ્રથમ તીર્થંકર શ્રીયુગાદિજિનની સ્તુતિ કરી છે. શ્રી શત્રુંજય અને ગિરનારની યાત્રાના ઉત્સવથી પ્રભાવિત થઈને સંવત ૧૨૭૭માં સરસ્વતીના દત્તકપુત્ર મહામાત્ય શ્રીવાસ્તુપાલ અને તેજપાલે શત્રુંજયતીર્થ ઉપર સુંદર તોરણથી અલંકૃત ઉજજયંતાવતાર, સ્તંભનક(ખંભાત)તીર્વાવતાર, નંદીશ્વરાવતાર, સત્યપુર(સાચોર)તીર્વાવતાર અને શકુનિકાવિહારાવતાર એમ પાંચ તીર્થોનાં પ્રતીકરૂપે મંદિરો બનાવ્યાં હતાં તથા અનુપમાના નામનું સરોવર કરાવ્યું હતું તેમ જ કપદિયક્ષના મંદિરનો પુનરુદ્ધાર કર્યો હતો. પોતે કરાવેલાં આ ધર્મસ્થાનોથી શોભાયમાન શત્રુંજય મહાતીર્થના મુકુટસમાન શ્રી યુગાદિતીર્થંકરભગવાનના મંદિરની સામે વિક્રમ સંવત ૧૨૮૮ના વર્ષમાં પોષ સુદિ ૧૫ શુક્રવારે અણહિલપુરના રહેવાસી પ્રાગ્વાટ(પોરવાડ)વંશમાં અલંકારસમાન ઠક્કર શ્રીચંડપ્રસાદના પુત્ર ઠકકર શ્રીસમના પુત્ર ઠકકર શ્રીઆશારાજના પુત્ર અને શ્રીકુમારદેવીના પુત્ર તેમ જ ઠકકુર શ્રી હિંગ અને મહાત્ શ્રીમાલદેવના નાના ભાઈ તેમ જ તેજપાલના મોટા ભાઈ ચૌલુક્યવંશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28