Book Title: Vastupal na Aprasiddha Shilalekho tatha Prashastilekho
Author(s): Punyavijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 26
________________ ૩૨૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ प्रशस्तिलेखाङ्क - १० पूर्वे स्पर्द्धिपारेऽन्धकारे यं पश्यन्ति ज्योतिरन्तर्मुनीन्द्राः । વિશ્વાત્માનું ફેવમાનું તમારે પૂકારનું યસ્ય વાહ: રાજ્જિ || o || नेन्दोः कला न गिरिजा न कपालशुक्तिर्नोक्षा न भस्म न जटा न भुजङ्गहारः । यात्रास्ति नान्यदपि किञ्चिदुपास्महे तद्रूपं पुराणमुनिशीलितमीश्वरस्य ॥ २ ॥ एकस्त्रिधा हृदि सदा वसति स्म चित्रं यो विद्विषां च विदुषां च मृगीदृशां च । तापं च सम्मदभरं च रतिं च सिञ्चन् सू ( १ शौ ) यष्मणा च विनयेन च लीलया च ॥ ३ ॥ विच्छायतां झगिति निःश्वसितेन निन्युर्यस्यारिवारिजदृशस्त्रयमायतेन । भर्त्तुर्यशश्च वदनं च कलङ्कशून्यशीतांशुबिम्बसदृशं मणिदर्पणं च ॥ ४ ॥ शीलेति शीलरुचिराभरणा कलत्रं यस्याभवज्जलनिधेरिव जह्नकन्या । व्योमेन्द्रनीलमुकुरान्तरु ( १ र ) रुन्धतीयं यस्या जनेन कृतिना प्रतिमेति मेने ॥ ५ ॥ इति मान्धातृनगरमडेश्वरप्रशस्तिकाव्यानि ॥ छ ॥ शुभं भवतु श्रीसङ्घस्य इति भद्रम् ॥ छ ॥ ઉપર જણાવેલા દશ પ્રશસ્તિલેખોનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે : પ્રશસ્તિલેખાંક ?: આ પ્રશસ્તિના કર્તા આચાર્યશ્રી નરેન્દ્રપ્રભસૂરિ છે. અહીં વસ્તુપાલને વીર, વિવેક, જનરક્ષક, વિરોધિ-અવિરોધિ જનોને દાન આપનાર, સર્વતોમુખીકીર્તિવાળો અને ભાગ્યવાન જણાવ્યો છે. ઉપરાંત અહીં એ પણ જણાવ્યું છે કે : તેના વિદ્વાનોની પત્નીઓ મણિમોતીઓનાં આભૂષણો પહેરતી અને તેના સેવકો પણ દાનશીલ હતા. પ્રશસ્તિલેખાંક ૨ : આ પ્રશસ્તિના કર્તા વસ્તુપાલના ગુરુ નાગેન્દ્રગીય વિજયસેનસૂરિના શિષ્ય આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિ છે. અહીં ગિરનાર, શ્રીનેમિનાથ અને શ્રીઆદીશ્વર ભગવાન પ્રતિ ભક્તિભાવ વ્યક્ત કરીને વસ્તુપાલની દાનશીલતા અને ધાર્મિકતા જણાવી તેને દીર્ધાયુ થવાની આશીષ આપી છે. પ્રશસ્તિલેખાંક ૩ : આ પ્રશસ્તિ ગૂર્જરેશ્વરપુરોહિત સોમેશ્વરદેવે રચેલી છે. આનાં કેટલાંક પદ્યો સોમેશ્વરદેવરચિત કાર્તિકૌમુદી તથા લૂણુવસહી( આબૂ )ની પ્રશસ્તિમાં મળે છે. વસ્તુપાલના દીર્ધાયુની આશિષ આપવા ઉપરાંત પાંડિત્ય. દાનશીલતા, અપકારક ઉપર ઉપકારીપણું, આભવ-પરભવની સ્થિતિનું ચિંતન, યુદ્ધમાં હતાશ શત્રુઓ પ્રત્યે અનુકંપા, વિવેકીપણું, ધાર્મિકતા, અધિકારનો સદુપયોગ સદાચારીપણું, યુદ્ધજય વગેરે વસ્તુપાળને લગતી હકીકતોનું હૃદયંગમ વર્ણન આ પ્રશસ્તિમાં છે. ઉપરાંત, તેજપાલ અને જયંતસિંહની દાનશીલતા તથા વસ્તુપાલના પ્રત્યેક કાર્યમાં તેજપાલના સાહચર્યનો ઉલ્લેખ પણ આ પ્રશસ્તિમાં છે. પ્રશસ્તિલેખાંક ૪ : આના રચિયતા કવિ સાર્વભૌમ હરિહર પંડિત છે. આ પ્રશસ્તિમાં વસ્તુપાલની દાનશીલતા અને યશસ્વિતાને સુંદર રીતે વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા જણાવી છે. વસ્તુપાલે સંગ્રામસિંહને પરાજિત કર્યાનો ઉલ્લેખ પણ અહીં છે. વસ્તુપાલે કરેલા શંખનૃપપરાભવના પ્રસંગને વર્ણવતું શંખપરાભવ નાટક આ રિહર પંડિતે રચ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28