Book Title: Upsarga
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ઉપસર્ગ (૧) ૩૫ + સૃન્ જોડાવું जीव उपसृज्यते सम्बध्यते पीडादिभिः सह यस्मात् तत् उपसर्गः । (જેના વડે જીવ પીડા વગેરે સાથે જ સંબંધોવાળો થાય છે તે ઉપસર્ગ = કહેવાય છે.) सामीप्ये; सृग् = (૨) ૩૫ = उपसरंति इति उपसर्गाः । (જે પાસે આવે છે અને પીડિત કરે છે તે ઉપસર્ગ.) વિTM; ( 3 ) उवसृजन्ति वा अनेन उपसर्गाः (જે કષ્ટનું ઉપસર્જન કરે છે, એટલે કે જે કષ્ટને ઉત્પન્ન કરે છે તે ઉપસર્ગ.) - (४) उपसृज्यते - क्षिप्यते च्याव्यते प्राणी धर्मादिभिरित्युपसर्गाः । (જે પ્રાણીને ધર્મથી ખેંચી લે છે, ચ્યુત કરે છે તે ઉપસર્ગ.) (૫) પર્વ: ઉપદ્રવઃ (હેમચન્દ્રાચાર્ય, ‘અભિધાનચિંતામણિ' નામના કોષમાં કહે છે કે ઉપસર્ગ એટલે ઉપદ્રવ.) (५) उपसर्गान् देवादिकृतान् उपद्रवान् । (દેવો વગેરેએ કરેલો ઉપદ્રવ તે ઉપસર્ગ.) ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકારો છે : (૧) દેવતાકૃત, (૨) મનુષ્યકૃત અને (૩) તિર્યંચકત. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ૩૧મા અધ્યયનમાં કહ્યું છે કે : दिव्वे य जे उवसग्गे Jain Education International ૧૩૯ तहा तिरिच्छ माणुस्से । जे भिक्खू सहइ निच्चं से न अच्छइ मण्डले ।। (જે ભિક્ષુ દેવતા, તિર્યંચ અને મનુષ્યે કરેલા ‘ઉપસર્ગો’ને નિત્ય સહ કરે છે, તે મંડલમાં રહેતો નથી, અર્થાત્, તેને આ સંસારરૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી.) કેટલીક વાર માણસને માથે આવી પડેલા કષ્ટ કે સંકટનું વ્યાવહારિક બુદ્ધિગમ્ય નિરાકરણ થઈ શકતું નથી. કોઈક અતીન્દ્રીય શક્તિ એમાં કામ કરી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9