Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ
‘૩વસ' શબ્દ સંસ્કૃત ભાષાનો છે. એના જુદા જુદા અર્થ થાય છે, જેમ કે (૧) માંદગી, વ્યાધિ, (૨) દુર્ભાગ્ય, (૩) ઈજા અથવા હાનિ, (૪) ગ્રહણ, (૫) ભૂતપ્રેતાદિનો વળગાડ, () મૃત્યુ આવવાની નિશાની અથવા આગાહી, (૭) અપશુકન, (૮) મરણનો ભય, (૯) આફત, (૧૦) વ્યાકરણમાં અવ્યયનો એક પ્રકાર – ધાતુની આગળ અથવા ધાતુ પરથી બનેલા નામની આગળ જોડાતો શબ્દ, (૧૧) મહાકાવ્યનો એક નાનો ખંડ, (૧૨) દેવ, મનુષ્ય વગેરે તરફથી થતી કનડગત.
જૈનોમાં “' શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક પારિભાષિક અર્થમાં વપરાય છે. સંસ્કૃત ‘૩પ' ઉપરથી આવેલા પ્રાકૃત-અર્ધમાગધી શબ્દ
વસ' પણ વપરાય છે. “gયાં ' (સૂત્રકતાંગ) નામના આગમગ્રંથમાં ડવ ' ઉપર એક અધ્યયન પણ આપેલું છે. ‘૩વસ દરમ્' નામનું ચમત્કારિક સ્તોત્ર જૈનોમાં સુવિખ્યાત છે. અનેક ધાર્મિક તથા અન્ય પ્રસંગોએ એ સ્તોત્રનું પઠન થાય છે. ભદ્રબાહુરચિત મનાતા એ મંત્રગર્ભિત સ્તોત્રનો નીચેનો શ્લોક મંગલ સ્તુતિ – માંગલિક તરીકે બોલવા-સંભળાવવાની પરંપરા પણ જૈનોમાં પ્રચલિત છે.
उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः।
मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे।। જૈન પરંપરામાં ઉપસર્ગનો અર્થ થાય છે. આવી પડેલું ભયંકર કષ્ટ, ક્યારેક એ કષ્ટ મારણાન્તિક પણ હોય છે, એટલે કે મૃત્યુમાં પરિણમનારું હોય છે.
જૈન શાસ્ત્રકારોએ ‘૩૧-૩વસT' ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે :
Page #2
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ
(૧) ૩૫ + સૃન્
જોડાવું
जीव उपसृज्यते सम्बध्यते पीडादिभिः सह यस्मात् तत् उपसर्गः ।
(જેના વડે જીવ પીડા વગેરે સાથે જ સંબંધોવાળો થાય છે તે ઉપસર્ગ
=
કહેવાય છે.)
सामीप्ये; सृग्
=
(૨) ૩૫ = उपसरंति इति उपसर्गाः ।
(જે પાસે આવે છે અને પીડિત કરે છે તે ઉપસર્ગ.)
વિTM;
( 3 ) उवसृजन्ति वा अनेन उपसर्गाः
(જે કષ્ટનું ઉપસર્જન કરે છે, એટલે કે જે કષ્ટને ઉત્પન્ન કરે છે તે ઉપસર્ગ.)
-
(४) उपसृज्यते - क्षिप्यते च्याव्यते प्राणी धर्मादिभिरित्युपसर्गाः ।
(જે પ્રાણીને ધર્મથી ખેંચી લે છે, ચ્યુત કરે છે તે ઉપસર્ગ.)
(૫) પર્વ: ઉપદ્રવઃ
(હેમચન્દ્રાચાર્ય, ‘અભિધાનચિંતામણિ' નામના કોષમાં કહે છે કે ઉપસર્ગ એટલે ઉપદ્રવ.)
(५) उपसर्गान् देवादिकृतान् उपद्रवान् ।
(દેવો વગેરેએ કરેલો ઉપદ્રવ તે ઉપસર્ગ.)
ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકારો છે : (૧) દેવતાકૃત, (૨) મનુષ્યકૃત અને (૩) તિર્યંચકત.
‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ૩૧મા અધ્યયનમાં કહ્યું છે કે :
दिव्वे य जे उवसग्गे
૧૩૯
तहा तिरिच्छ माणुस्से ।
जे भिक्खू सहइ निच्चं से न अच्छइ मण्डले ।।
(જે ભિક્ષુ દેવતા, તિર્યંચ અને મનુષ્યે કરેલા ‘ઉપસર્ગો’ને નિત્ય સહ કરે છે, તે મંડલમાં રહેતો નથી, અર્થાત્, તેને આ સંસારરૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી.)
કેટલીક વાર માણસને માથે આવી પડેલા કષ્ટ કે સંકટનું વ્યાવહારિક બુદ્ધિગમ્ય નિરાકરણ થઈ શકતું નથી. કોઈક અતીન્દ્રીય શક્તિ એમાં કામ કરી
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૪૦.
જિનતત્ત્વ
ગઈ છે એવું માનવા મન પ્રેરાય છે. શ્રદ્ધાળુ લોકો માને છે કે ભૂત, પ્રેત, પિશાચ, વ્યંતર, શાકિની, ડાકિની ઇત્યાદિ કોઈ દેવ-દેવી ઇરાદાપૂર્વક એ કષ્ટ આપે છે. જૈન માન્યતા અનુસાર કેટલાક દેવો અદશ્ય રહીને વ્યક્તિને ત્રાસ આપવા અથવા સાધનામાંથી ચલિત કરવા, બિહામણાં દૃશ્યોરૂપી ઉપસર્ગો કરે છે. સંગમદેવે ભગવાન મહાવીર ઉપર કે કમઠ – મેઘમાળી દેવે ભગવાન પાર્શ્વનાથ ઉપર ઉપસર્ગો કર્યાની વાત જાણીતી છે. આવા ઉપસર્ગો દેવકૃત મનાય છે.
માણસો વેર લેવાને માટે અથવા પોતાનો એવો રોષ પ્રગટ કરવાને માટે, ગુનાની શિક્ષા કરવા માટે અથવા કેવળ પોતાના સ્થળ, નિર્દય આનંદમાં રાચવા માટે બીજાને ભયંકર કષ્ટો આપે છે. એવાં કષ્ટોને પરિણામે કેટલીક વાર માણસ મૃત્યુ પામે છે. ક્યારેક માણસ બીજા ઉપર વેર લેવાને માટે મંત્ર-તંત્ર વગેરેના પ્રયોગો પણ કરે છે. આ પ્રકારના ઉપસર્ગો તે મનુષ્યકત ઉપસર્ગો છે.
ભયંકર હિંસક પ્રાણીઓ માણસને મારી નાખે છે અથવા કરડીને ઘણું અસહ્ય કષ્ટ પહોંચાડે છે. વાઘ, સિંહ, ગાંડો હાથી, મગર, સાપ, વીછી, ગરુડ વગેરે તરફથી થતા ઉપસર્ગોને તિર્યચત ઉપસર્ગ કહેવામાં આવે છે.
આ ત્રણ પ્રકારના મુખ્ય ઉપસર્ગ ઉપરાંત “આત્મસંવેદનીય' નામનો ચોથો પ્રકાર પણ બતાવવામાં આવે છે. “અર્થ કલ્પલતામાં લખ્યું છે કે –
उपसर्गाः दिव्य - मानुष - तैरश्चाऽत्मसंवेदनीयभेदाच्चतुर्विधाः।
(चउब्विहा उवसग्गा पण्णत्ता । तं जहा दिव्या माणुसा तिरिक्खजोणिया आयसंचेयणिज्जा!)
આત્મસંવેદનીય એટલે અશાતા વેદનીય કર્મના ઉદયથી શરીરને ભોગવવી પડતી અસહ્ય વેદના. આ વેદના, કષ્ટ, દુઃખ, આત્માને માટે ઉપસર્ગ સમાન બને છે. આવા પ્રસંગે દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ નથી હતો, પરંતુ પોતાનાં પૂર્વસંચિત તીવ્ર અશુભ કર્મોનો ભારે ઉદય ઉપસર્ગ સમાન બને છે.
ઉપસર્ગના બાહ્ય અને આત્યંતર એવા પ્રકારો પણ પાડવામાં આવે છે. બાહ્ય શારીરિક કષ્ટવાળા ઉપસર્ગો તે બાહ્ય અને રોગાદિથી થતા આત્મસંવેદનીય પ્રકારના ઉપસર્ગ તે આત્યંતર ઉપસર્ગ કહેવાય છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ
સાધુઓ જેમ સ્વેચ્છાએ સમતાભાવથી પરીષહ સહન કરે છે તેમ તેઓએ મનુષ્ય, દેવતા વગેરે દ્વારા થતા ઉપસર્ગો પણ સમતાભાવથી સહન કરવા જોઈએ. એ વખતે મનમાં જરા પણ ોધ, ક્લેશ વગેરે ન આણવાં જોઈએ અને કસોટીમાંથી પાર પડવાનું લક્ષ્ય રાખવું જોઈએ. સાચા મુમુક્ષુ સાધુઓએ દુ:ખ કે કષ્ટ આવી પડે ત્યારે પણ સમતામય જીવન જીવવું જોઈએ. ભયંકર કર્મોની નિર્જરા માટે પોતાને એક અપૂર્વ નિમિત્તે મળ્યું છે એમ સમજવું જોઈએ. અલબત્ત એવી મનની સ્થિતિએ કોઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે.
૧૪૧
શાસ્ત્રકારે આ ચાર મુખ્ય પ્રકારના ઉપસર્ગના સોળ પેટાપ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે :
૧. દેવકૃત :
(૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી અથવા પરીક્ષાથી (વેદના સહન કરી શકે છે કે નહિ તે દૃઢતા જોવા માટે પરીક્ષા કરવી તે), (૪) પૃથવિમાત્રા (ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વૈક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે).
૨. મનુષ્યકૃત :
(૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી, (૪) કુશીલથી (ઉ.ત., બ્રહ્મચારીથી પુત્ર થાય તે બળવાન હોય છે એમ ધારીને કોઈ સ્ત્રી ધર્મવાસના વિનાના સાધુને બ્રહ્મચર્યથી ચલિત કરવા અનુકૂળ ઉપસર્ગ કરે તે.)
૩. તિર્યંચકૃત :
(૧) ભયથી (મનુષ્યને જોઈને તે મને મારશે એમ ધારીને વાધ, સિંહ વગેરે સામે ધસે તે), (૨) દ્વેષથી, (૩) આહાર માટે (ભૂખ લાગ્યાથી તેનું નિવારણ કરવા માટે વાઘ, શિયાળ, ગરુડ વગેરે ઉપસર્ગ કરે તે) અને (૪) પોતાના સંરક્ષણ નિમિત્તે સામો પ્રહાર કરે તે.
૪. આત્મકૃત અથવા આત્મસંવેદનીય :
(૧) વાતથી (વાયુથી), (૨) પિત્તથી, (૩) કફથી અને (૪) સંનિપાતથી થતા ભયંકર રોગરૂપી ઉપસર્ગ. આત્મસંવેદનીયના આ ચાર પેટાપ્રકાર બીજી રીતે પણ ગણાવવામાં આવે છે; જેમ કે, (૧) નેત્રમાં પડેલ કણું વગેરે ખૂંચવું,
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૪૨
જિનતત્ત્વ
(૨) અંગોનું ખંભિત થવું, (૩) ખાડા વગેરે ઉપરથી પડી જવું અને (૪) બાહુ વગેરે અંગોનું પરસ્પર અથડાવું.
મનુષ્યના જીવનમાં વિવિધ પ્રકારની આપત્તિઓ, જાતજાતના ઉપદ્રવો અચાનક આવી પડે છે. એ વખતે સામાન્ય મનુષ્ય મૂંઝાય છે, કાયર થઈ જાય છે. દેવ-દેવીઓનું શરણું લે છે, બાધા-આખડી માને છે. શ્રદ્ધાળુ માણસો માટે, સંકટોથી બચાવનાર દેવ-દેવીઓની સ્તુતિ પણ લખાઈ છે. “નવરત્નમાલામાં એક સ્તુતિમાં વિજયા-જયા દેવીને ઉદ્ધોધન કરવામાં આવ્યું છે કે “હે દેવી ! તું લોકોનું નીચેના ભયો તથા ઉપદ્રવોમાંથી રક્ષણ કર :
૧. અતિવૃષ્ટિ, પાણીનાં પૂર કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો “જલ ભય', ૨. અચાનક આગ ફાટી નીકળવી, દવ પ્રકટવો કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો “અગ્નિ ભય', ૩. સ્થાવર કે જંગમ “વિષ ભય', ૪, જુદી જુદી જાતના સાપો તરફથી થતો વિષધર ભય', ૫. ગોચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહો તરફથી થતો “ગ્રહચાર ભય', ૬. જુદાં જુદાં અનેક કારણોથી ઉત્પન્ન થતો “રાજ ભય', ૭. કફ, પિત્ત અને વાયુનાં જુદાં જુદાં કારણોથી ઉત્પન્ન થતો રોગ ભય”, ૮. લડાઈ કે યુદ્ધનો ભય, ૯. રાક્ષસનો ભય, ૧૦. શત્રુ સમૂહનો ભય, ૧૧. મરકી કે અન્ય જીવલેણ રોગ ફાટી નીકળવાથી ઉત્પન્ન થતા ઉપદ્રવનો ભય, ૧૨. ચોર-ડાકુ તથા ધાડપાડુ વગેરેનો ઉપદ્રવ, ૧૩. ઉંદર, તીડ વગેરે સાત પ્રકારની ઇતિઓથી ઉત્પન્ન થતો ઉપદ્રવ, ૧૪. સિહ, વાઘ, વરુ, રીંછ વગેરે શિકારી પશુઓથી ઉત્પન્ન થતો ઉપદ્રવ અને ૧૫૧૬. ભૂત, પિશાચ વગેરે હલકી કોટિના દેવોનો તથા શાકિની, ડાકિની વગેરે હલકી કોટિની દેવીઓનો ઉપદ્રવ.
ઋષિમંડળ સ્તોત્ર માં સિંહ, હાથી, પન્નગ, વૃશ્ચિક, રાક્ષસ, કુગ્રહ, તસ્કર, દુર્જન, શત્રુ, ડાકિની, શાકિની, વ્યંતરી વગેરે અડતાલીસ પ્રકારના ભય સામે રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવી છે.
લોકપ્રચલિત ઉપદ્રવો કેવા કેવા હોય છે તેનો ખ્યાલ આના ઉપરથી આવે છે. દેશકાળ અનુસાર કેટલાક ઉપદ્રવો અલ્પ, હળવા કે લુપ્ત થઈ જાય છે, તો કેટલાક નવા પ્રકારના ઉપદ્રવો અસ્તિત્વમાં આવે છે. રેલ, ધરતીકંપ, જ્વાળામુખીનું ફાટવું વગેરે પ્રકારના કુદરતી ઉપદ્રવો હોય છે. અલબત્ત, એ બધા વ્યક્તિલક્ષી નથી હોતા, સર્વસામાન્ય હોય છે, પરંતુ તે અનેકના જીવનનો અંત આણે છે. ક્ષેપકાસ્ત્ર, બૉમ્બ, મશીનગન વગેરે ધાતક શસ્ત્રોના પ્રચાર પછી માનવસર્જિત ભયંકર ઉપદ્રવો અનેક નિર્દોષ લોકોનો સંહાર કરે છે. આવા
Page #6
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ
૧૪૩
શસ્ત્રો દ્વારા બીજાનો જીવ લેવાનું સરળ થઈ ગયું છે. માણસને ખબર ન પડે એવી રીતે ક્ષણવારમાં એના પ્રાણ હણાઈ જાય છે. એમાં શારીરિક કષ્ટ કે વેદનાને ખાસ અવકાશ હોતો નથી. આવા પ્રકારના ઉપદ્રવોમાંથી કર્મક્ષયની દૃષ્ટિએ ઉપકારક એવા ઉપસર્ગો કેટલા તે વિચારણીય વિષય છે.
ઉપસર્ગનાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ છ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે.
ઉપસર્ગના પ્રતિલોમ અને અનુલોમ એવા બે મુખ્ય પ્રકાર પણ દર્શાવવામાં આવ્યા છે. પ્રતિલોમ એટલે પ્રતિકૂળ અર્થાત્ શરીરને અતિશય કષ્ટ આપનારા ઉપસર્ગો. જે સાધકોમાં સ્થિરતા, અચલતા આવી નથી હોતી તેવા નિર્બળ સાધકો ઉપસર્ગ સહન કરવાની વાતો શૂરવીરતાપૂર્વક કરે છે, પરંતુ ખરેખર ઉપસર્ગ આવી પડે છે ત્યારે ડરી જાય છે, ડગી જાય છે, સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે. જે સાધકો સંયમસાધનામાં અડગ હોય છે તે સાધકો ભયંકર ઉપસર્ગોમાં પણ ડગી જતા નથી. ગજસુકુમાલ, અવંતીસુકુમાલ, ખંધક મુનિ, મેતાર્ય મુનિ વગેરે સાધકોએ પ્રતિકૂળ ઉપસર્ગો ઉપર વિજય મેળવ્યો હતો.
અનુલોમ ઉપસર્ગ એટલે અનુકુળ ઉપસર્ગ. પ્રતિલોમ ઉપસર્ગ કરતાં પણ ક્યારેક અનુકૂળ ઉપસર્ગ ઉપર વિજય મેળવવાનું કઠિન બને છે. સાધક પોતાની સંયમસાધનામાં મગ્ન હોય તેવે વખતે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર ઇત્યાદિ સ્વજનો તરફથી અથવા કુશીલ સ્ત્રીઓ તરફથી ખાનપાન ઇત્યાદિની વધુ પડતી સંભાળ રાખવામાં આવે, વિવિધ પ્રકારની ભોજનસામગ્રી માટે લલચાવવામાં આવે, રૂદન વગેરે કરી આર્ટ બનાવવા કોશિશ કરે તે વખતે મમતાના ભાવથી સાધક ડગી જઈ તેવી ભોગસામગ્રી સ્વીકારવા વશ બની જાય છે અને પરિણામે પોતાની સાધનામાંથી મુક્ત થઈ જાય છે. જે સાચા મુમુક્ષુ સાધકો હોય છે તેઓ આવા અનુકૂળ ઉપસર્ગ વખતે પણ અડગ રહે છે. તેઓ પ્રલોભનથી આકર્ષાઈને સંયમથી પતિત થતા નથી. એટલા માટે સૂત્રકૃતાંગ'માં કહ્યું છે :
संखाय पेसलं धम्म
दिमिं परिनिब्बुडे। उवसग्गे नियामित्ता
आमोक्खाए परिव्वएज्जासि॥
Page #7
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
ઉપસર્ગથી અસહ્ય પીડાનો, અશાતાનો અનુભવ થાય છે. એ અશાતા જ્યારે અનુભવાય છે ત્યારે ચિત્તનું સ્વસ્થ રહેવું એ ઘણી અઘરી વાત છે. અશાતા વખતે અશાતા કરનાર પ્રત્યે ક્રોધ, વેરભાવ, તેનો નાશ કરી નાખવાની વૃત્તિ વગેરે અશુભ આવેગો અનુભવાય છે, અને તેથી નવું અશુભ કર્મ બંધાય છે. અશાતાના અનુભવ વખતે ચિત્તમાં જો સમતા, માધ્યસ્થતા અને સ્વસ્થતા રહ્યા કરે તો કર્મની ભારે નિર્જરા થાય અને નવું કર્મ બંધાય નહિ . પરંતુ એવી સ્થિતિએ તો કોઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે.
૧૪૪
:
‘જ્ઞાનસાર’ના એક અષ્ટકમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે विषं विषस्य वनेश्च वह्निरेव यदोषधम् । तत्सत्य भवभीतानामुपसर्गेऽपि यन्त्र भिः ।।
(વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે; એ સાચું છે, કારણ કે ભવથી (સંસારથી) ભય પામેલાને ઉપસર્ગો પ્રાપ્ત થાય તો પણ ભય હોતો નથી.)
મન, વચન, કાયા એ ત્રણ દ્વારા શુભાશુભ કર્મો બંધાય છે. ઓછાં કર્મો બંધાય એટલા માટે સાધુઓએ પાંચ મહાવ્રતના પાલન સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું (મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિનું) પાલન કરવાનું હોય છે. એમાં કાયગુપ્તિના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧, ચેષ્ટાનિવૃત્તિરૂપ કાયગુપ્તિ અને ૨. યથાસૂત્ર ચેષ્ટા-નિયમિનીરૂપ કાયપ્તિ,
ધોર ઉપસર્ગ વગેરે થવા છતાં જે મહાત્માઓ પોતાની કાયાને જરાય ચલાયમાન થવા નથી દેતા તે એમની ચેષ્ટા-નિવૃત્તિરૂપ કાયગુપ્તિ છે. (કેવલી ભગવંતો ચૌદમા ગુણસ્થાનકે યોનિરોધ કરે છે તે પણ ચેષ્ટાનિવૃત્તિરૂપ કાયગુપ્તિ કહેવાય છે.) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કાયાનું મર્યાદિત, સંયમિત, હલનચલન-ગમનાગમન કરવું તે યથાસૂત્ર ચેષ્ટા નિયમિનીરૂપ કાયગુપ્તિ કહેવાય છે.
આથી જેમ જેમ કાયગુપ્તિનો અભ્યાસ થતો જાય તેમ તેમ ઉપસર્ગો સહન કરવાની, ઉપસર્ગ વખતે દૃઢ સમતા ધારણ કરવાની શક્તિ આવે છે. જે મહાત્માઓ દેહાતીતપણાના ભાવમાં મગ્ન હોય છે તેમને તો પોતાને ઉપસર્ગ થયો હોવા છતાં તે થયાનો ખ્યાલ પણ નથી આવતો. ઉપસર્ગ એમને માટે ઉપસર્ગ રહેતો નથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગ
શ્રીમદ્ રાજચંદ્રે ‘અપૂર્વ અવસરમાં કહ્યું છે : ‘આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો,
ધોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી,
આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.’
ઉપસર્ગ અને કાયક્લેશ નામની તપશ્ચર્યા વચ્ચે તફાવત છે. ઉપસર્ગમાં આવી પડેલું કષ્ટ હોય છે. કાયકલેશ નામની તપશ્ચર્યામાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક કાયાને કષ્ટ આપવાનું હોય છે. એટલા માટે કાયક્લેશની ગણના બાહ્ય તપના એક પ્રકાર તરીકે થાય છે. ગૃહસ્થ કરતાં સાધુ-સંન્યાસીઓ આવું તપ વિશેષ કરતા હોય છે. શરીર જકડાઈ જાય ત્યાં સુધી એક આસને બેસી રહેવું કે ઊભા રહેવું, ખીલા પર સૂઈ જવું, અંગારા ઉપર ચાલવું, સૂર્ય સામે એકીટશે જોયા કરવું, હાથેપગે બેડીઓ પહેરી રાખવી, શરીરે ચાબખાનો માર મારવો ઇત્યાદિ પ્રકારની ક્રિયાઓ કાયક્લેશના પ્રકારની ગણાય છે. એથી ફર્મની નિર્જરા થાય છે, પરંતુ એમાં સાધકો સામેથી હર્ષ કે સ્વેચ્છાપૂર્વક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે, એટલે એને ઉપસર્ગ કહી શકાય નહિ.
પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સહ્ય એટલે કે સહન કરી શકાય એવો હોય છે. એમાં તાત્કાલિક મૃત્યુનો ડર નથી હોતો. ઉપસર્ગ વધુ ભયંકર હોય છે, કેટલાક ઉપસર્ગો સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાન્ત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર જેવા તીર્થંકરોના જીવનમાં પણ ઉપસર્ગોની ઘટના બની છે, પરંતુ તેઓ ઉપસર્ગોથી ચલિત થયા નથી. તીર્થંકરો ઉપસર્ગને નમાવનારા હોય છે. માટે તેઓ નમસ્કારને યોગ્ય હોય છે. એટલા માટે કહેવાયું છે :
रागदोसकसाह इंदियाणि अ पंच वि ।
परिसहे उपसग्गे नामयंता नमोऽरिहा ।।
(રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરીષહ અને ઉપસર્ગને નમાવનાર અરિહંતોને નમસ્કાર હો.)
વળી કહેવાયું છે :
૧૪૫
इंदियविसय कसाये परिसहे वेयणा उवसग्गे । एए अरिणो हन्ता अरिहंता तेण वुच्चति ।।
Page #9
--------------------------------------------------------------------------
________________ 143 જિનતત્ત્વ (ઇન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના, ઉપસર્ગરૂપી એ દુશ્મનોને હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે.) તીર્થંકર પરમાત્માઓ પણ ઉપસર્ગથી મુક્ત નથી હોતા. પૂર્વે કરેલાં ભારે નિકાચિત કર્મોનો ઉદય થાય ત્યારે તે ભોગવવાં જ પડે છે. ભગવાન મહાવીર જ્યારે સંસાર ત્યાગ કર્યો ત્યારે ઇન્દ્ર એમને પ્રાર્થના કરી હતી કે “હે પ્રભુ! આપને માથે ઉપસર્ગો ઘણા છે, માટે બાર વર્ષ સુધી હું આપનું રક્ષણ કરવા, આપની વૈયાવચ્ચ કરવા આપની સાથે રહું.' પરંતુ ઇન્દ્રની એ સેવાનો પ્રભુએ અસ્વીકાર કર્યો હતો, કારણ કે પ્રભુ તો પોતાનાં ભારે કર્મો ખપાવવા માટે ઘોર ઉપસર્ગો સહન કરવા તૈયાર હતા. પોતાનાં કર્મો ખપે એટલા માટે તો તેઓ સ્વેચ્છાએ જાણી જોઈને લાઢ પ્રદેશમાં, અનાર્ય પ્રદેશમાં ગયા હતા. ઘાતી કર્મોનો ક્ષય થયા પછી એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકરો જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં બધી દિશાઓમાં મળી કુલ સવાસો યોજન જેટલા વિસ્તારમાં રોગ, વેર, ઉંદર, તીડ વગેરેનો ઉપદ્રવ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, રમખાણો, બળવો, વિદેશી સત્તા સાથે યુદ્ધ ઇત્યાદિ પ્રકારના ઉપસર્ગો થતા નથી. તીર્થંકર પરમાત્માઓના જીવનમાં ઘાતી કર્મોના ક્ષયને કારણે જે અતિશયો થાય છે તેના પરિણામે પોતે જ્યાં ચિરતા હોય ત્યાં સવાસો યોજનાના વિસ્તારમાં આવા ઉપસર્ગોનો અભાવ હોય છે. ઉપસર્ગો દ્વારા ઘોર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. સાધક મહાત્મા પોતાના જીવનમાં જ્યારે આવા ઉપસર્ગો આવી પડે છે ત્યારે તેનાથી બચવાનો પ્રયત્ન કરવાને બદલે પોતાના કર્મક્ષયને માટે આ અપૂર્વ અવસર છે એમ સમજીને સમતા ભાવથી તે ઉપસર્ગોને સહન કરી લે છે. તેઓ ઉપસર્ગ કરનાર પ્રત્યે અને ખુદ ઉપસર્ગો પ્રત્યે પણ મૈત્રીભાવ રાખે છે. એક મહાત્માએ તો ઉપસર્ગોને સંબોધીને કહ્યું છે કે “હે ઉપસર્ગો ! તમારો મારા ઉપર કેટલો બધો ઉપકાર છે! તમે જો આ સંસારમાં ન હો તો નિકાચિત ભયંકર ઘાતી કર્મોનો ક્ષય કરવામાં મને બીજું કોણ મદદ કરત ? તમે છો એટલે જ અને મહાત્માઓ પોતાનાં ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને મુક્તિપંથગામી બની શક્યા છે.' મૃત્યુને આણનારા ઘોર, બિહામણા ઉપસર્ગો પ્રત્યે પણ કેવી સરસ સવળી તાત્વિક દષ્ટિ જૈન ધર્મમાં પ્રવર્તે છે!