________________
ઉપસર્ગ
શ્રીમદ્ રાજચંદ્રે ‘અપૂર્વ અવસરમાં કહ્યું છે : ‘આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો,
ધોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી,
આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.’
ઉપસર્ગ અને કાયક્લેશ નામની તપશ્ચર્યા વચ્ચે તફાવત છે. ઉપસર્ગમાં આવી પડેલું કષ્ટ હોય છે. કાયકલેશ નામની તપશ્ચર્યામાં સ્વેચ્છાએ હર્ષપૂર્વક કાયાને કષ્ટ આપવાનું હોય છે. એટલા માટે કાયક્લેશની ગણના બાહ્ય તપના એક પ્રકાર તરીકે થાય છે. ગૃહસ્થ કરતાં સાધુ-સંન્યાસીઓ આવું તપ વિશેષ કરતા હોય છે. શરીર જકડાઈ જાય ત્યાં સુધી એક આસને બેસી રહેવું કે ઊભા રહેવું, ખીલા પર સૂઈ જવું, અંગારા ઉપર ચાલવું, સૂર્ય સામે એકીટશે જોયા કરવું, હાથેપગે બેડીઓ પહેરી રાખવી, શરીરે ચાબખાનો માર મારવો ઇત્યાદિ પ્રકારની ક્રિયાઓ કાયક્લેશના પ્રકારની ગણાય છે. એથી ફર્મની નિર્જરા થાય છે, પરંતુ એમાં સાધકો સામેથી હર્ષ કે સ્વેચ્છાપૂર્વક એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે, એટલે એને ઉપસર્ગ કહી શકાય નહિ.
પરીષહ અને ઉપસર્ગ વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે પરીષહ સામાન્ય રીતે સહ્ય એટલે કે સહન કરી શકાય એવો હોય છે. એમાં તાત્કાલિક મૃત્યુનો ડર નથી હોતો. ઉપસર્ગ વધુ ભયંકર હોય છે, કેટલાક ઉપસર્ગો સામે માણસ ટકી શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાન્ત હોય છે. પરીષહ કરતાં ઉપસર્ગમાં માણસની વધુ કસોટી થાય છે. ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર જેવા તીર્થંકરોના જીવનમાં પણ ઉપસર્ગોની ઘટના બની છે, પરંતુ તેઓ ઉપસર્ગોથી ચલિત થયા નથી. તીર્થંકરો ઉપસર્ગને નમાવનારા હોય છે. માટે તેઓ નમસ્કારને યોગ્ય હોય છે. એટલા માટે કહેવાયું છે :
रागदोसकसाह इंदियाणि अ पंच वि ।
परिसहे उपसग्गे नामयंता नमोऽरिहा ।।
(રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરીષહ અને ઉપસર્ગને નમાવનાર અરિહંતોને નમસ્કાર હો.)
વળી કહેવાયું છે :
Jain Education International
૧૪૫
इंदियविसय कसाये परिसहे वेयणा उवसग्गे । एए अरिणो हन्ता अरिहंता तेण वुच्चति ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org