Book Title: Upsarga
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ઉપસર્ગ ‘૩વસ' શબ્દ સંસ્કૃત ભાષાનો છે. એના જુદા જુદા અર્થ થાય છે, જેમ કે (૧) માંદગી, વ્યાધિ, (૨) દુર્ભાગ્ય, (૩) ઈજા અથવા હાનિ, (૪) ગ્રહણ, (૫) ભૂતપ્રેતાદિનો વળગાડ, () મૃત્યુ આવવાની નિશાની અથવા આગાહી, (૭) અપશુકન, (૮) મરણનો ભય, (૯) આફત, (૧૦) વ્યાકરણમાં અવ્યયનો એક પ્રકાર – ધાતુની આગળ અથવા ધાતુ પરથી બનેલા નામની આગળ જોડાતો શબ્દ, (૧૧) મહાકાવ્યનો એક નાનો ખંડ, (૧૨) દેવ, મનુષ્ય વગેરે તરફથી થતી કનડગત. જૈનોમાં “' શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક પારિભાષિક અર્થમાં વપરાય છે. સંસ્કૃત ‘૩પ' ઉપરથી આવેલા પ્રાકૃત-અર્ધમાગધી શબ્દ વસ' પણ વપરાય છે. “gયાં ' (સૂત્રકતાંગ) નામના આગમગ્રંથમાં ડવ ' ઉપર એક અધ્યયન પણ આપેલું છે. ‘૩વસ દરમ્' નામનું ચમત્કારિક સ્તોત્ર જૈનોમાં સુવિખ્યાત છે. અનેક ધાર્મિક તથા અન્ય પ્રસંગોએ એ સ્તોત્રનું પઠન થાય છે. ભદ્રબાહુરચિત મનાતા એ મંત્રગર્ભિત સ્તોત્રનો નીચેનો શ્લોક મંગલ સ્તુતિ – માંગલિક તરીકે બોલવા-સંભળાવવાની પરંપરા પણ જૈનોમાં પ્રચલિત છે. उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः। मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे।। જૈન પરંપરામાં ઉપસર્ગનો અર્થ થાય છે. આવી પડેલું ભયંકર કષ્ટ, ક્યારેક એ કષ્ટ મારણાન્તિક પણ હોય છે, એટલે કે મૃત્યુમાં પરિણમનારું હોય છે. જૈન શાસ્ત્રકારોએ ‘૩૧-૩વસT' ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9