Book Title: Upsarga
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૪૦. જિનતત્ત્વ ગઈ છે એવું માનવા મન પ્રેરાય છે. શ્રદ્ધાળુ લોકો માને છે કે ભૂત, પ્રેત, પિશાચ, વ્યંતર, શાકિની, ડાકિની ઇત્યાદિ કોઈ દેવ-દેવી ઇરાદાપૂર્વક એ કષ્ટ આપે છે. જૈન માન્યતા અનુસાર કેટલાક દેવો અદશ્ય રહીને વ્યક્તિને ત્રાસ આપવા અથવા સાધનામાંથી ચલિત કરવા, બિહામણાં દૃશ્યોરૂપી ઉપસર્ગો કરે છે. સંગમદેવે ભગવાન મહાવીર ઉપર કે કમઠ – મેઘમાળી દેવે ભગવાન પાર્શ્વનાથ ઉપર ઉપસર્ગો કર્યાની વાત જાણીતી છે. આવા ઉપસર્ગો દેવકૃત મનાય છે. માણસો વેર લેવાને માટે અથવા પોતાનો એવો રોષ પ્રગટ કરવાને માટે, ગુનાની શિક્ષા કરવા માટે અથવા કેવળ પોતાના સ્થળ, નિર્દય આનંદમાં રાચવા માટે બીજાને ભયંકર કષ્ટો આપે છે. એવાં કષ્ટોને પરિણામે કેટલીક વાર માણસ મૃત્યુ પામે છે. ક્યારેક માણસ બીજા ઉપર વેર લેવાને માટે મંત્ર-તંત્ર વગેરેના પ્રયોગો પણ કરે છે. આ પ્રકારના ઉપસર્ગો તે મનુષ્યકત ઉપસર્ગો છે. ભયંકર હિંસક પ્રાણીઓ માણસને મારી નાખે છે અથવા કરડીને ઘણું અસહ્ય કષ્ટ પહોંચાડે છે. વાઘ, સિંહ, ગાંડો હાથી, મગર, સાપ, વીછી, ગરુડ વગેરે તરફથી થતા ઉપસર્ગોને તિર્યચત ઉપસર્ગ કહેવામાં આવે છે. આ ત્રણ પ્રકારના મુખ્ય ઉપસર્ગ ઉપરાંત “આત્મસંવેદનીય' નામનો ચોથો પ્રકાર પણ બતાવવામાં આવે છે. “અર્થ કલ્પલતામાં લખ્યું છે કે – उपसर्गाः दिव्य - मानुष - तैरश्चाऽत्मसंवेदनीयभेदाच्चतुर्विधाः। (चउब्विहा उवसग्गा पण्णत्ता । तं जहा दिव्या माणुसा तिरिक्खजोणिया आयसंचेयणिज्जा!) આત્મસંવેદનીય એટલે અશાતા વેદનીય કર્મના ઉદયથી શરીરને ભોગવવી પડતી અસહ્ય વેદના. આ વેદના, કષ્ટ, દુઃખ, આત્માને માટે ઉપસર્ગ સમાન બને છે. આવા પ્રસંગે દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ નથી હતો, પરંતુ પોતાનાં પૂર્વસંચિત તીવ્ર અશુભ કર્મોનો ભારે ઉદય ઉપસર્ગ સમાન બને છે. ઉપસર્ગના બાહ્ય અને આત્યંતર એવા પ્રકારો પણ પાડવામાં આવે છે. બાહ્ય શારીરિક કષ્ટવાળા ઉપસર્ગો તે બાહ્ય અને રોગાદિથી થતા આત્મસંવેદનીય પ્રકારના ઉપસર્ગ તે આત્યંતર ઉપસર્ગ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9