Book Title: Upsarga Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ ૧૪૨ જિનતત્ત્વ (૨) અંગોનું ખંભિત થવું, (૩) ખાડા વગેરે ઉપરથી પડી જવું અને (૪) બાહુ વગેરે અંગોનું પરસ્પર અથડાવું. મનુષ્યના જીવનમાં વિવિધ પ્રકારની આપત્તિઓ, જાતજાતના ઉપદ્રવો અચાનક આવી પડે છે. એ વખતે સામાન્ય મનુષ્ય મૂંઝાય છે, કાયર થઈ જાય છે. દેવ-દેવીઓનું શરણું લે છે, બાધા-આખડી માને છે. શ્રદ્ધાળુ માણસો માટે, સંકટોથી બચાવનાર દેવ-દેવીઓની સ્તુતિ પણ લખાઈ છે. “નવરત્નમાલામાં એક સ્તુતિમાં વિજયા-જયા દેવીને ઉદ્ધોધન કરવામાં આવ્યું છે કે “હે દેવી ! તું લોકોનું નીચેના ભયો તથા ઉપદ્રવોમાંથી રક્ષણ કર : ૧. અતિવૃષ્ટિ, પાણીનાં પૂર કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો “જલ ભય', ૨. અચાનક આગ ફાટી નીકળવી, દવ પ્રકટવો કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો “અગ્નિ ભય', ૩. સ્થાવર કે જંગમ “વિષ ભય', ૪, જુદી જુદી જાતના સાપો તરફથી થતો વિષધર ભય', ૫. ગોચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહો તરફથી થતો “ગ્રહચાર ભય', ૬. જુદાં જુદાં અનેક કારણોથી ઉત્પન્ન થતો “રાજ ભય', ૭. કફ, પિત્ત અને વાયુનાં જુદાં જુદાં કારણોથી ઉત્પન્ન થતો રોગ ભય”, ૮. લડાઈ કે યુદ્ધનો ભય, ૯. રાક્ષસનો ભય, ૧૦. શત્રુ સમૂહનો ભય, ૧૧. મરકી કે અન્ય જીવલેણ રોગ ફાટી નીકળવાથી ઉત્પન્ન થતા ઉપદ્રવનો ભય, ૧૨. ચોર-ડાકુ તથા ધાડપાડુ વગેરેનો ઉપદ્રવ, ૧૩. ઉંદર, તીડ વગેરે સાત પ્રકારની ઇતિઓથી ઉત્પન્ન થતો ઉપદ્રવ, ૧૪. સિહ, વાઘ, વરુ, રીંછ વગેરે શિકારી પશુઓથી ઉત્પન્ન થતો ઉપદ્રવ અને ૧૫૧૬. ભૂત, પિશાચ વગેરે હલકી કોટિના દેવોનો તથા શાકિની, ડાકિની વગેરે હલકી કોટિની દેવીઓનો ઉપદ્રવ. ઋષિમંડળ સ્તોત્ર માં સિંહ, હાથી, પન્નગ, વૃશ્ચિક, રાક્ષસ, કુગ્રહ, તસ્કર, દુર્જન, શત્રુ, ડાકિની, શાકિની, વ્યંતરી વગેરે અડતાલીસ પ્રકારના ભય સામે રક્ષણ માટે પ્રાર્થના કરવામાં આવી છે. લોકપ્રચલિત ઉપદ્રવો કેવા કેવા હોય છે તેનો ખ્યાલ આના ઉપરથી આવે છે. દેશકાળ અનુસાર કેટલાક ઉપદ્રવો અલ્પ, હળવા કે લુપ્ત થઈ જાય છે, તો કેટલાક નવા પ્રકારના ઉપદ્રવો અસ્તિત્વમાં આવે છે. રેલ, ધરતીકંપ, જ્વાળામુખીનું ફાટવું વગેરે પ્રકારના કુદરતી ઉપદ્રવો હોય છે. અલબત્ત, એ બધા વ્યક્તિલક્ષી નથી હોતા, સર્વસામાન્ય હોય છે, પરંતુ તે અનેકના જીવનનો અંત આણે છે. ક્ષેપકાસ્ત્ર, બૉમ્બ, મશીનગન વગેરે ધાતક શસ્ત્રોના પ્રચાર પછી માનવસર્જિત ભયંકર ઉપદ્રવો અનેક નિર્દોષ લોકોનો સંહાર કરે છે. આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9