Book Title: Upsarga Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ જિનતત્ત્વ ઉપસર્ગથી અસહ્ય પીડાનો, અશાતાનો અનુભવ થાય છે. એ અશાતા જ્યારે અનુભવાય છે ત્યારે ચિત્તનું સ્વસ્થ રહેવું એ ઘણી અઘરી વાત છે. અશાતા વખતે અશાતા કરનાર પ્રત્યે ક્રોધ, વેરભાવ, તેનો નાશ કરી નાખવાની વૃત્તિ વગેરે અશુભ આવેગો અનુભવાય છે, અને તેથી નવું અશુભ કર્મ બંધાય છે. અશાતાના અનુભવ વખતે ચિત્તમાં જો સમતા, માધ્યસ્થતા અને સ્વસ્થતા રહ્યા કરે તો કર્મની ભારે નિર્જરા થાય અને નવું કર્મ બંધાય નહિ . પરંતુ એવી સ્થિતિએ તો કોઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે. ૧૪૪ : ‘જ્ઞાનસાર’ના એક અષ્ટકમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે विषं विषस्य वनेश्च वह्निरेव यदोषधम् । तत्सत्य भवभीतानामुपसर्गेऽपि यन्त्र भिः ।। (વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે; એ સાચું છે, કારણ કે ભવથી (સંસારથી) ભય પામેલાને ઉપસર્ગો પ્રાપ્ત થાય તો પણ ભય હોતો નથી.) મન, વચન, કાયા એ ત્રણ દ્વારા શુભાશુભ કર્મો બંધાય છે. ઓછાં કર્મો બંધાય એટલા માટે સાધુઓએ પાંચ મહાવ્રતના પાલન સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું (મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિનું) પાલન કરવાનું હોય છે. એમાં કાયગુપ્તિના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧, ચેષ્ટાનિવૃત્તિરૂપ કાયગુપ્તિ અને ૨. યથાસૂત્ર ચેષ્ટા-નિયમિનીરૂપ કાયપ્તિ, ધોર ઉપસર્ગ વગેરે થવા છતાં જે મહાત્માઓ પોતાની કાયાને જરાય ચલાયમાન થવા નથી દેતા તે એમની ચેષ્ટા-નિવૃત્તિરૂપ કાયગુપ્તિ છે. (કેવલી ભગવંતો ચૌદમા ગુણસ્થાનકે યોનિરોધ કરે છે તે પણ ચેષ્ટાનિવૃત્તિરૂપ કાયગુપ્તિ કહેવાય છે.) શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કાયાનું મર્યાદિત, સંયમિત, હલનચલન-ગમનાગમન કરવું તે યથાસૂત્ર ચેષ્ટા નિયમિનીરૂપ કાયગુપ્તિ કહેવાય છે. આથી જેમ જેમ કાયગુપ્તિનો અભ્યાસ થતો જાય તેમ તેમ ઉપસર્ગો સહન કરવાની, ઉપસર્ગ વખતે દૃઢ સમતા ધારણ કરવાની શક્તિ આવે છે. જે મહાત્માઓ દેહાતીતપણાના ભાવમાં મગ્ન હોય છે તેમને તો પોતાને ઉપસર્ગ થયો હોવા છતાં તે થયાનો ખ્યાલ પણ નથી આવતો. ઉપસર્ગ એમને માટે ઉપસર્ગ રહેતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9