Book Title: Upsarga Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ ઉપસર્ગ ૧૪૩ શસ્ત્રો દ્વારા બીજાનો જીવ લેવાનું સરળ થઈ ગયું છે. માણસને ખબર ન પડે એવી રીતે ક્ષણવારમાં એના પ્રાણ હણાઈ જાય છે. એમાં શારીરિક કષ્ટ કે વેદનાને ખાસ અવકાશ હોતો નથી. આવા પ્રકારના ઉપદ્રવોમાંથી કર્મક્ષયની દૃષ્ટિએ ઉપકારક એવા ઉપસર્ગો કેટલા તે વિચારણીય વિષય છે. ઉપસર્ગનાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ છ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ઉપસર્ગના પ્રતિલોમ અને અનુલોમ એવા બે મુખ્ય પ્રકાર પણ દર્શાવવામાં આવ્યા છે. પ્રતિલોમ એટલે પ્રતિકૂળ અર્થાત્ શરીરને અતિશય કષ્ટ આપનારા ઉપસર્ગો. જે સાધકોમાં સ્થિરતા, અચલતા આવી નથી હોતી તેવા નિર્બળ સાધકો ઉપસર્ગ સહન કરવાની વાતો શૂરવીરતાપૂર્વક કરે છે, પરંતુ ખરેખર ઉપસર્ગ આવી પડે છે ત્યારે ડરી જાય છે, ડગી જાય છે, સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે. જે સાધકો સંયમસાધનામાં અડગ હોય છે તે સાધકો ભયંકર ઉપસર્ગોમાં પણ ડગી જતા નથી. ગજસુકુમાલ, અવંતીસુકુમાલ, ખંધક મુનિ, મેતાર્ય મુનિ વગેરે સાધકોએ પ્રતિકૂળ ઉપસર્ગો ઉપર વિજય મેળવ્યો હતો. અનુલોમ ઉપસર્ગ એટલે અનુકુળ ઉપસર્ગ. પ્રતિલોમ ઉપસર્ગ કરતાં પણ ક્યારેક અનુકૂળ ઉપસર્ગ ઉપર વિજય મેળવવાનું કઠિન બને છે. સાધક પોતાની સંયમસાધનામાં મગ્ન હોય તેવે વખતે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર ઇત્યાદિ સ્વજનો તરફથી અથવા કુશીલ સ્ત્રીઓ તરફથી ખાનપાન ઇત્યાદિની વધુ પડતી સંભાળ રાખવામાં આવે, વિવિધ પ્રકારની ભોજનસામગ્રી માટે લલચાવવામાં આવે, રૂદન વગેરે કરી આર્ટ બનાવવા કોશિશ કરે તે વખતે મમતાના ભાવથી સાધક ડગી જઈ તેવી ભોગસામગ્રી સ્વીકારવા વશ બની જાય છે અને પરિણામે પોતાની સાધનામાંથી મુક્ત થઈ જાય છે. જે સાચા મુમુક્ષુ સાધકો હોય છે તેઓ આવા અનુકૂળ ઉપસર્ગ વખતે પણ અડગ રહે છે. તેઓ પ્રલોભનથી આકર્ષાઈને સંયમથી પતિત થતા નથી. એટલા માટે સૂત્રકૃતાંગ'માં કહ્યું છે : संखाय पेसलं धम्म दिमिं परिनिब्बुडे। उवसग्गे नियामित्ता आमोक्खाए परिव्वएज्जासि॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9