Book Title: Upsarga Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ 143 જિનતત્ત્વ (ઇન્દ્રિય, વિષય, કષાય, પરીષહ, વેદના, ઉપસર્ગરૂપી એ દુશ્મનોને હણનાર હોવાથી તેઓ અરિહંત કહેવાય છે.) તીર્થંકર પરમાત્માઓ પણ ઉપસર્ગથી મુક્ત નથી હોતા. પૂર્વે કરેલાં ભારે નિકાચિત કર્મોનો ઉદય થાય ત્યારે તે ભોગવવાં જ પડે છે. ભગવાન મહાવીર જ્યારે સંસાર ત્યાગ કર્યો ત્યારે ઇન્દ્ર એમને પ્રાર્થના કરી હતી કે “હે પ્રભુ! આપને માથે ઉપસર્ગો ઘણા છે, માટે બાર વર્ષ સુધી હું આપનું રક્ષણ કરવા, આપની વૈયાવચ્ચ કરવા આપની સાથે રહું.' પરંતુ ઇન્દ્રની એ સેવાનો પ્રભુએ અસ્વીકાર કર્યો હતો, કારણ કે પ્રભુ તો પોતાનાં ભારે કર્મો ખપાવવા માટે ઘોર ઉપસર્ગો સહન કરવા તૈયાર હતા. પોતાનાં કર્મો ખપે એટલા માટે તો તેઓ સ્વેચ્છાએ જાણી જોઈને લાઢ પ્રદેશમાં, અનાર્ય પ્રદેશમાં ગયા હતા. ઘાતી કર્મોનો ક્ષય થયા પછી એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકરો જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં બધી દિશાઓમાં મળી કુલ સવાસો યોજન જેટલા વિસ્તારમાં રોગ, વેર, ઉંદર, તીડ વગેરેનો ઉપદ્રવ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ, રમખાણો, બળવો, વિદેશી સત્તા સાથે યુદ્ધ ઇત્યાદિ પ્રકારના ઉપસર્ગો થતા નથી. તીર્થંકર પરમાત્માઓના જીવનમાં ઘાતી કર્મોના ક્ષયને કારણે જે અતિશયો થાય છે તેના પરિણામે પોતે જ્યાં ચિરતા હોય ત્યાં સવાસો યોજનાના વિસ્તારમાં આવા ઉપસર્ગોનો અભાવ હોય છે. ઉપસર્ગો દ્વારા ઘોર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. સાધક મહાત્મા પોતાના જીવનમાં જ્યારે આવા ઉપસર્ગો આવી પડે છે ત્યારે તેનાથી બચવાનો પ્રયત્ન કરવાને બદલે પોતાના કર્મક્ષયને માટે આ અપૂર્વ અવસર છે એમ સમજીને સમતા ભાવથી તે ઉપસર્ગોને સહન કરી લે છે. તેઓ ઉપસર્ગ કરનાર પ્રત્યે અને ખુદ ઉપસર્ગો પ્રત્યે પણ મૈત્રીભાવ રાખે છે. એક મહાત્માએ તો ઉપસર્ગોને સંબોધીને કહ્યું છે કે “હે ઉપસર્ગો ! તમારો મારા ઉપર કેટલો બધો ઉપકાર છે! તમે જો આ સંસારમાં ન હો તો નિકાચિત ભયંકર ઘાતી કર્મોનો ક્ષય કરવામાં મને બીજું કોણ મદદ કરત ? તમે છો એટલે જ અને મહાત્માઓ પોતાનાં ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને મુક્તિપંથગામી બની શક્યા છે.' મૃત્યુને આણનારા ઘોર, બિહામણા ઉપસર્ગો પ્રત્યે પણ કેવી સરસ સવળી તાત્વિક દષ્ટિ જૈન ધર્મમાં પ્રવર્તે છે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9