Book Title: Updeshmala Author(s): Jain Prakashan Mandir Publisher: Jain Prakashan Mandir View full book textPage 3
________________ (૪) વિષયસૂચી તથા વર્ણાનુક્રમ સૂચી પણ આપી છે જેથી કથા શોધવામાં સુગમતા રહે. સામાન્યપણે બાળજીવો કથાપ્રેમી હોય છે. કથાથી ઉપદેશની ત્વરિત અસર થાય છે. આ ગ્રંથમાં સર્વપ્રથમ રણસિંહકુમારની વિસ્તૃત કથા આપી છે કે જેના નિમિત્તે આ ગ્રંથની રચના થઈ છે. પછી પ્રસંગાનુસાર કુલ મળીને ૭૦ કથાઓ આપેલી છે. છેલ્લે લગભગ ૧૫૦ ગાથાઓમાં આત્મકલ્યાણનો માર્ગ ખૂબ જ સુંદર રીતે ઉપદેશવાક્યો વડે દર્શાવ્યો છે. પ્રસ્તુત પ્રકાશન હાલ અપ્રાપ્ય હોવાથી શ્રી દીપક્ભાઈ ભીમાણીએ છપાવવાનું સૂચન કર્યું અને કલકત્તાસ્થિત શ્રી ભરતભાઈ લવચંદ વોરા તથા શ્રી જયેશભાઈ લવચંદ વોરાએ પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે સમગ્ર ખર્ચ આપી શ્રુતસેવા કરી છે તે પ્રશંસનીય છે. લિ અશોકકુમાર જૈન,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 344