Book Title: Updeshmala
Author(s): Jain Prakashan Mandir
Publisher: Jain Prakashan Mandir

Previous | Next

Page 2
________________ પ્રકાશકીય જગતના સઘળા દર્શનની–મતની શ્રદ્ધાને ભૂલી જજો; જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો; માત્ર તે સત્પરુષોના અદ્ભુત, યોગસ્કુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો.” -શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૩૭ “જે મનુષ્ય સન્દુરુષોના ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર “મોક્ષમાળાશિ પાઠ ૧૦૧ આ ગ્રંથ ઉપદેશબોઘનો છે. આ ગ્રંથ મૂળ શ્રી મહાવીર સ્વામીના હસ્તદીક્ષિત શ્રી ઘર્મદાસગણિએ પોતાના સંસારી અવસ્થાના પુત્રને ઉપદેશ અર્થે લખેલ છે. એમાં માગથી ભાષામાં ૫૪૦ ગાથા છે, બાકી ૪ ગાથા પ્રક્ષેપક છે. જેમ શ્રી શäભવસૂરિએ પોતાના પુત્ર મનક માટે શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરી છે, તેમ શ્રી ઘર્મદાસગણિએ પોતાના પુત્ર રણસિંહને ભવિષ્યમાં ઉપયોગી બનશે એમ અવધિજ્ઞાનથી જોઈને જાણીને આ ગ્રંથની રચના કરી છે. - આ ગ્રંથ પર શ્રીમાન્ સિર્ષિગણિએ વિ.સં. ૯૭૪ માં હેયોપાદેયા ટીકા સંસ્કૃતમાં રચી હતી જેમાં મૂળ ગાથાના અર્થ અને પ્રસંગાનુસાર ટૂંકા કથાનકો આપ્યા હતા. પછીથી આચાર્ય શ્રી વર્ધમાનસૂરિએ વિ.સં. ૧૦૫૫ માં ઉપરોક્ત ટીકામાં અમુક અમુક જગ્યાએ આવશ્યકતાનુસાર લઘુ સંસ્કૃત કથાને બદલે પ્રાકૃત ભાષાબદ્ધ વિસ્તૃત કથાનકો ઉમેર્યા હતા. એ ટીકા અને કથાનકો સાથેનો ગ્રંથ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ તરફથી વિ.સં. ૨૦૪૭ માં પ્રસિદ્ધ થયો હતો. આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર શ્રી જૈને આત્માનંદ સભા, ભાવનગર તરફથી વિ. સં. ૨૦૪૧ માં બહાર પડ્યું હતું અને તેની સંશોધિત દ્વિતીયાવૃત્તિ વિ.સં. ૨૦૬૦ માં પ્રગટ થઈ છે. પણ મૂળ ગુજરાતી ભાષાંતર કોનું છે એનો ઉલ્લેખ ક્યાંય નથી. પ્રસ્તુત પ્રકાશનમાં ઉપરોક્ત ત્રણે ગ્રંથોનો આધાર લીઘો છે. અર્થની સ્પષ્ટતા માટે ક્યાંક ક્યાંક સુધારા કર્યા છે અને ભાષા પણ થોડી વ્યવસ્થિત કરી છે. કથાઓ અલગ શીર્ષક નીચે આપી છે અને તેની

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 344