Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ પ્રથમાવૃત્તિનું નિવેદન “પ્રભુ-પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણગ્રામ રે; સેવક સાઘનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે; મુનિ પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ઘ્યાતા થાય રે; તત્ત્વ૨મણ-એકાગ્રતા, પૂરણ તત્ત્વે એઠ સમાય રે. મુનિ ‘લોહધાતુ કંચન હુવે રે લાલ, પારસ-ફરસન પામી રે વ્હાલેસર, પ્રગટે અધ્યાતમ દશા ૨ે લાલ, વ્યક્તગુણી ગુણગ્રામ રે વ્હાલેસર; તુજ દિરસણ મુજ વાલહું રે લાલ, દિરસણ શુદ્ધ પવિત્ત રે વ્હાલેસર.’’—શ્રીમદ્ દેવચંદ્ર પરમ કૃપાળુ પરમ તત્ત્વજ્ઞ અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રથી આત્મપ્રતીતિ પામી પરમાત્મ-દર્શનને પામેલા તેમજ મોક્ષાર્થી ભવ્યોને પોતાની સહજ કરુણાદ્વારા સદ્બોધવૃષ્ટિથી આત્મહિત પ્રત્યે વાળી આ દુર્લભ માનવભવનું સફળપણું કરાવવામાં સર્વોત્કૃષ્ટ ઉપકારી એવા શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રીજી)નો ઉપદેશ-સંગ્રહ ‘શ્રીમદ્ લઘુરાજ શતાબ્દી સ્મારક ગ્રન્થ' રૂપે પ્રસિદ્ધિ પામે એ ઘણા આત્મબંધુઓની ઇચ્છા હતી. તેથી આ ગ્રન્થ જેમ બને તેમ વહેલો પ્રકાશિત થાય અને આ આશ્વિન વદ ૧ ના રોજ શ્રીમદ્ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રીજી)ના જન્મજયંતી-શતાબ્દી મહોત્સવ-પ્રસંગે મુમુક્ષુબંધુઓને આ ગ્રંથ-પ્રસાદી અમૂલ્ય ભેટરૂપે પ્રાપ્ત થાય એવી ઇચ્છાથી તેના સંપાદન કાર્યનો પ્રારંભ થયો હતો. સંતશિરોમણિ પ્રભુશ્રીજીની સેવામાં સર્વાર્પણપણે જીવન સમર્પી પરમ કૃપાળુ દેવની આજ્ઞા આરાઘનાર તથા મુમુક્ષુઓને પરમ કૃપાળુ દેવની આજ્ઞા આરાધન પ્રત્યે વાળવા પ્રયત્નશીલ થઈ સેવા અર્પનાર અધ્યાત્મ-પ્રેમી સદ્ગત પૂ. શ્રી બ્રહ્મચારીજીએ આ ગ્રંથના સંપાદન કાર્યમાં ઘણા ઉલ્લાસથી અને ખંતથી પોતાની સર્વ શક્તિ અને સમયનો ભોગ આપી પરિશ્રમ લીધો છે જેથી આ ગ્રંથપ્રકાશનનો સર્વ યશ તેમને જ ઘટે છે. તેમની દોરવણી પ્રમાણે આ ગ્રંથ સંપાદિત થયો છે. તેના ફળરૂપે આજે આ ગ્રન્થ મુમુક્ષુઓને સાદર અર્પણ કરતાં આનંદ ઊપજે છે. પરંતુ તે સાથે અત્યંત ખેદની વાત એ છે કે આ ગ્રન્થ તૈયાર થઈ મુમુક્ષુઓના કરકમળમાં આવે તે પહેલાં એ પવિત્ર આત્માનો દેહોત્સર્ગ થયો. વીતરાગશ્રુત-પ્રકાશનરૂપ આશ્રમના ગ્રન્થપ્રકાશનમાં તેમણે જીવનપર્યંત આપેલી સર્વોત્તમ સેવાઓ માટે તેમને ધન્યવાદપૂર્વક અત્રે સ્મૃતિ-અંજલિ અર્પવી ઘટે છે. આ ઉપદેશામૃત ગ્રંથમાં :— ‘પત્રાવલિ ૧’ નામનો જે વિભાગ છે તેમાં પ્રભુશ્રીજીએ સ્વયં લખેલા અથવા લખાવેલા પત્રોમાંથી લીધેલા પત્રો છે. ‘પત્રાવલિ ૨'માં પ્રભુશ્રીજીએ શ્રી બ્રહ્મચારીજીને જે પ્રમાણે લખવા સૂચના કરેલી તે પ્રમાણે પોતાની ભાષામાં લખી લાવી તેઓશ્રીને વંચાવેલા પત્રોનો મુખ્યત્વે સંગ્રહ છે. ‘વિચારણા'નો વિભાગ પ્રભુશ્રીજીની પોતાની વિચારણા છે. ત્યારપછીનો ‘ઉપદેશસંગ્રહ-૧' પ્રભુશ્રીજીનો બોધ પ્રસંગોપાત્ત ચાલતો હોય તેની ત્યાં જ બેસીને એક મુમુક્ષુભાઈએ યથાશક્તિ અને યથાસ્મૃતિ કોઈ કોઈ દિવસે લીધેલી નોંઘ છે. બાકીના ‘ઉપદેશ સંગ્રહ' ભાગ ૨ થી ૬ મુમુક્ષુઓએ યથાસ્મૃતિ, યથાશક્તિ અને યથાવકાશ કોઈ કોઈ દિવસે લીધેલી નોંધનો સંગ્રહ છે. મઘાના મેહની માફક પ્રભુશ્રીજીનો બોધ તો અખંડ અમૃતવૃષ્ટિ સમાન નિરંતર વરસતો હતો. તેમાંથી યત્કિંચિત્ જે કંઈ આ સંગ્રહ થયો છે તે મુમુક્ષુઓને પરમ શ્રેયરૂપ, પરમ આધારરૂપ થાય તેવો છે. તેમજ તે તે ઉપદેશના સંગ્રહ કરનાર મુમુક્ષુ ભવ્યોને પોતાને પણ આત્મલાભનું કારણ છે. જેમ અમૃત અલ્પ માત્ર પણ જીવને અમર કરવા સમર્થ થાય છે તેમ આત્માનુભવી સાચા પુરુષનો અચિંત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 684