Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ માહામ્યવાળો આ બોઘ અલ્પ પણ આરાઘનારને અજરામર પદ આપવા સમર્થ થાય તેવો શક્તિશાળી છે. આત્મજ્ઞ મહા પુરુષની આત્મા પામવા તેમજ પમાડવા માટેની તાલાવેલી, તમન્ના, ઘગશ આ બોઘમાં કોઈ અપૂર્વ, અદ્ભુત સ્થળે સ્થળે દ્રષ્ટિગોચર થાય છે. તેમજ આત્મા પામેલા પુરુષને આત્માનો રંગ કેવો અજબ હોય છે તે પ્રગટ ભાસ્યમાન થાય છે, જે આત્માર્થીને અત્યંત આત્મહિતપ્રદ અને આલ્હાદકારી જણાવા યોગ્ય છે. જેણે પ્રભુશ્રીજીનો સાક્ષાત્ બોઘ સાંભળ્યો છે તેને તો આ બોઘ આબેહૂબ તે તે પ્રસંગો સ્મૃતિપટ પર તાજા કરી દઈ, તે તે પરમ શાંત રસમય અદ્ભુત સત્સંગ રંગ રંગના અવર્ણનીય આસ્વાદને ખડો કરી દઈ અપૂર્વ આનંદ અને શ્રેયમાં પ્રેરે તેમ છે. બીજા પણ તત્ત્વજિજ્ઞાસુ સનને, ભાષા અને શૈલી જેમાં સરળ છે એવાં આ અનુભવી મહાપુરુષનાં પ્રગટ યોગબળવાળાં વચનો હૃદયમાં સચોટ અસર કરી આત્મહિત અને આત્માનંદમાં પ્રેરવા સમર્થ થાય તેમ છે. આ પત્રાવલિ અને ઉપદેશ સંગ્રહ ઉપરાંત પ્રભુશ્રીજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર પણ આમાં આવે તો સારું એમ કેટલાક મુમુક્ષભાઈઓની ઇચ્છા હોવાથી પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પ. પૂ. શ્રી પ્રભુશ્રીજીના દેહોત્સર્ગ પછી થોડા વખત પછી લખેલા જીવનવૃત્ત થોડા વખત પછી લખેલા જીવનવૃત્તાંતમાંથી સંક્ષિપ્તરૂપે અત્રે તે આપવામાં આવ્યું છે. સં.૧૯૭૬ સુધીના પ્રસંગો ૧૫ ખંડમાં તેમણે વર્ણવ્યા છે. ત્યાર પછીનું જીવનચરિત્ર અપૂર્ણ અધૂરું જ રહ્યું છે જે તેમણે પૂરું કર્યું નથી. તેથી બાકીના પ્રસંગો ૬ ખંડમાં સમાવી ખંડ ૧૬ થી ૨૧ સુધીમાં બાકીનું ચરિત્ર સંક્ષેપમાં સમાપ્ત કર્યું છે, જે આત્માર્થીઓને આત્માર્થ-પ્રેરક થાઓ ! અનાદિથી નિજ ઘરને ભૂલેલી, નિરંતર પરમાં જ પરિણમતી ચૈતન્યપરિણતિ નિજગૃહ પ્રત્યે વળે અર્થાત્ સ્વભાવપરિણામ સન્મુખ થાય અને આત્મા ચિદાનંદમય નિજમંદિરમાં નિત્ય નિવાસ કરી સહજ આત્મસ્વરૂપમય શાશ્વત સુખ અને શાંતિમય નિજ અભુત અનુપમ ઐશ્વર્યને પામે તે માટે પ્રબળ અવલંબન જો કોઈ પણ હોય તો તે સબોઘ કે સ્વભાવપરિણામી જ્ઞાની પુરુષનાં શાંતસુધારસમય બોઘવચન—ઉપદેશામૃત જ છે. તેવા આ ગ્રંથમાંથી તત્ત્વજિજ્ઞાસુ મોક્ષાર્થી ગુણગ્રાહી સ%નો હંસની માફક સારને ગ્રહણ કરી કૃતાર્થ થઈ આત્માનંદને આસ્વાદશ અને દોષવૃષ્ટિને પરિહરી સ્વશ્રેય સન્મુખ થશે એમ આશા છે. છતાં અગમ્ય એવા જ્ઞાની પુરુષનાં અતિ ગહન એવાં ચરિત્રાદિનું કથન હોવાથી અને મતિ સ્વલ્પ હોવાથી આ ગ્રંથમાં કોઈ પણ ત્રુટિ સુજ્ઞ સનોને લક્ષગતે થાય તો તે માટે ઉદારભાવે ક્ષમા આપી તે ખામી દર્શાવી ઉપકૃત કરશે એવી નમ્ર વિનંતી છે. આ ગ્રંથ-પ્રકાશનમાં ભેટ આપનાર મુમુક્ષુ જનોનો અત્ર આભાર માનવામાં આવે છે. તેમજ તે ભેટની યાદી આ સાથે અન્યત્ર આપવામાં આવેલ છે. આ ગ્રંથમાં “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રન્થમાંના પત્રોના જે જે નંબરોનો નિર્દેશ છે તે પત્રાંક આ આશ્રમદ્વારા પ્રકાશિત આવૃત્તિના છે. - શ્રી વસંત પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસ્થાપક શ્રી જયંતિ દલાલે આ ગ્રંથ છાપવામાં અંગત કાળજી અને રસ લીધો છે જેથી આટલી સુંદર રીતે આ ગ્રંથ-પ્રકાશન થયું છે. સપદાભિલાષી સજનોને સસ્પદની આરાધનામાં આ ગ્રંથનો વિનય અને વિવેકપૂર્વક સદુપયોગ આત્મશ્રેય સાઘવા પ્રબળ સહાયક બનો; ઇતિ અલમ્. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટેશન અગાસ; વાયા આણંદ લિ. સત્ સેવક ગુરુપૂર્ણિમા, ગુરુવાર સં. ૨૦૧૦ રાવજીભાઈ છ. દેસાઈ તા. ૧૫-૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 684