________________
[૨] વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં તે કુટુંબમાં કૃષ્ણદાસ ગોપાલજી નામના વ્યવહારકુશળ અને ગામમાં અગ્રગણ્ય પુરુષ હતા. તે ચાર વાર પરણેલા પણ એકે સંતાન થયું નહોતું. તેમના આયુષ્યના અંતિમ વર્ષે કુશલા (કસલી) બાઈને ગર્ભ રહ્યો. એ અરસામાં કોલેરાના રોગની શરૂઆત થઈ હતી. કૃષ્ણદાસ ઘોડી ઉપર બેસી ઉઘરાણી ગયા હતા. રસ્તામાં કોલેરાથી ઊલટી થઈ અને તેમને ઘેર આપ્યા; પણ તે માંદગીમાંથી બચ્યા નહીં.
એકલી પૂર્વ દિશામાં સૂર્યનો ઉદય થાય છે. પરંતુ ચારે દિશાઓ પ્રફુલ્લિત, પ્રકાશિત થાય છે; તેમ સં. ૧૯૧૦માં પિતાના મરણ પછી એક મહાભાગ્યશાળી અતિ પ્રતાપી પુરુષના જન્મથી ચારે માતાઓનું વૈદવ્ય દુઃખ વિસારે પડતું ગયું, અને નિર્વશતાનું કલંક ટાળનાર એ પુત્ર પ્રત્યે ચારે માતાઓ અને આખા ગામની પ્રીતિ વધતી ચાલી. તેમનું નામ લલ્લુભાઈ રાખવામાં આવ્યું. નિશાળો તે વખતે ગામઠી હતી. ત્યાં લલ્લુભાઈ ભણવા જતા, પણ બધાં બાળકો કરતાં તેમને યાદ ઓછું રહેતું અને ગણિત કે આંકમાં બુદ્ધિ મુશ્કેલીથી પ્રવેશ કરતી. શાળાના શિક્ષક તેમની પાસે કાંકરા મંગાવતા અને બે-બે કે ત્રણ-ત્રણની ઢગલીઓ કરાવી આંક શીખવતા ત્યારે સમજણ પડતી.
થોડું ઘણું લખતાં-વાંચતાં અને ગણતાં આવડ્યા પછી દુકાને બેસવા માંડ્યું, શાળાનો અભ્યાસ બંઘ કર્યો. લેવડ-દેવડનું નામાનું કામ મુનીમ મારફતે થતું. માત્ર પોતે દેખરેખ રાખતા; સર્વ રાજી રહે તેમ વર્તતા.
પોતે કહેલી તેમની નાનપણની બે વાતો તેમનો સંસ્કારી સ્વભાવ જણાવે છે. નાનાં છોકરાંને હાથે કડલીઓ (કલ્લઈઓ) રૂપાની પહેરાવે છે. તેવી તેમને પહેરાવેલી તથા તેમના બીજા સગાનાં છોકરાંના હાથમાં હતી. એક દિવસ પરગામ ગયેલા. ત્યાં બીજાં છોકરાં સાથે તે પણ દેરાસરમાં ગયેલા. ઘણી પેઢીના ઢુંઢિયા તેથી પ્રતિમાને માને નહીં. પણ મોજ માટે જોવા દેરાસરમાં બધાં બાળકો ગયેલાં. ત્યાં બીજાં છોકરાં જિનપ્રતિમાને કડલીઓ મારે, તિરસ્કાર કરે તે જોઈ લલ્લુભાઈને તે ગમેલું નહીં. પોતે તો તેવું કંઈ કરેલું નહીં. પણ તેનું સ્મરણ થતાં પણ હવે કંપારી છૂટે છે કે અજ્ઞાન દશામાં જીવ કેવા કર્મ બાંધી દે છે! એમ વૃદ્ધાવસ્થા વખતે બોઘમાં તે કહેતા. પૂર્વના શુભ સંસ્કારથી પાપનાં કૃત્યો પ્રત્યે વિપરીત પ્રસંગોમાં પણ સહેજે અણગમો રહે છે તેનું આ એક દ્રષ્ટાંત છે.
એક વખતે કોઈ તેમના સગા સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી કારણ પ્રસંગે મેમાન તરીકે લલુભાઈને ત્યાં આવેલા. તે સંપ્રદાયવાળા વહેલા ઊઠી સ્નાન કરે છે. તેથી તેમને મદદ કરવા લલ્લુભાઈ કૂવા ઉપર ગયા. છોકરાંને મેમાન, નવા માણસો પ્રત્યે બહુમાનપણું હોય છે અને કંઈક કામ કરવું તે ઉમ્મરમાં વધારે ગમે છે. તેમની સાથે વાત કરતાં કરતાં તે મેમાને કહ્યું કે
સ્વામીનારાયણ, સ્વામીનારાયણ' કહીને એક ઘડાથી સ્નાન કરે તો મોક્ષ મળે. આ સાંભળીને લલ્લુભાઈની વૃત્તિ મોક્ષ માટે તત્પર થઈ અને શિયાળાની ટાઢમાં તેમણે પણ ઠંડા પાણીનો એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org