________________
[૭]
શ્રીમદે કહ્યું “આત્મા છે, એમ જોયા કરો.”
શ્રીમતું મુંબઈ પઘારવું થયું ત્યારપછી શ્રી લલ્લુજી સ્વામી ભાઈશ્રી અંબાલાલ મારફતે શ્રીમદ્ સાથે પત્ર વ્યવહાર કરી જ્ઞાનવાર્તાનો લાભ મેળવતા.
સં. ૧૯૪૭ માં વટામણમાં ચોમાસું કર્યું અને સં. ૧૯૪૮ માં સાણંદ ચોમાસું કરી શ્રી લલ્લુજી શ્રી દેવકરણજી સાથે સુરત પધાર્યા. અને સુરતના વતની મુંબઈના વેપારી ભાઈઓએ શ્રી દેવકરણજી સ્વામીના વ્યાખ્યાનથી આકર્ષાઈ મુંબઈ ચોમાસા માટે વિનંતિ કરી તેથી સં. ૧૯૪૯ નું ચોમાસું મુંબઈ કર્યું .
૪
શ્રી લલ્લુજી સ્વામીના ભાવ તો શ્રીમદ્ રાજચંદ્રના સમાગમ માટે વર્તતા હતા અને મુંબઈમાં સં.૧૯૪૯ નું ચોમાસું ગાળવાનું નક્કી થયું એટલે મુંબઈ પહોંચ્યા પછી શ્રીમદ્દના સમાગમ માટે તેમની દુકાને ગયા. શ્રીમદે પૂછ્યું, “તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું પડ્યું? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થોડી જ હોય છે? ”
શ્રી લલ્લુજીએ કહ્યું, “આપના દર્શન સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે.” શ્રીમદે પૂછ્યું, “અહીં આવતાં તમને કોઈ આડખીલ કરે છે? " શ્રી લલ્લુજીસ્વામીએ કહ્યું, “ના, હંમેશાં અહીં આવું તો કલાક કલાકનો સમાગમ મળશે?” શ્રીમદે કહ્યું, “મળશે.”
અવસરે અવસરે શ્રી લલ્લુજી શ્રીમદુના સમાગમ અર્થે પેઢી ઉપર જતા. તેમને દેખીને શ્રીમદ્ દુકાન ઉપરથી ઊઠી એક જુદી પાસેની ઓરડીમાં જઈ “સૂયગડાંગ' સૂત્ર વગેરેમાંથી તેમને સંભળાવતા, સમજાવતા.
એક વખતે શ્રી લલ્લુજીએ શ્રીમની પાસે તેમના ચિત્રપટની માગણી કરી, પણ તેમણે કંઈ ધ્યાન આપ્યું નહીં; ફરી ફરી આગ્રહ કર્યો ત્યારે નીચેની ગાથા એક કાગળ ઉપર લખી આપી.
“संबुज्झहा जंतवो माणुसत्तं दटुं भयं बालिसेणं अलंभो । एगंतदुक्खे जरि एव लोए
सक्कम्मणा विपरियासु वेइ ।।" ભાવાર્થ – હે જીવો ! તમે બોઘ પામો, બોઘ પામો; મનુષ્યપણું મળવું ઘણું જ દુર્લભ છે, એમ સમજો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે એમ સમજો; આખો લોક કેવળ દુઃખથી બળ્યા કરે છે, એમ જાણો; અને પોતપોતાનાં ઉપાર્જિત કર્મો વડે ઇચ્છા નથી છતાં પણ જન્મ મરણાદિ દુઃખોનો અનુભવ કર્યા કરે છે, તેનો વિચાર કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org