Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
[
ક
સ્મરણાંજલિ અંગૂઠે સૌ તીરથ વસતાં સંતશિરોમણિરૂપેજી; રણદ્વીપ સમ દિપાવ્યો આશ્રમ, આપ અલિપ્ત સ્વરૂપે જી. સમજી અત્યંત શમાયા સ્વામી કદીયે નહિ છલકાયાજી, અબળા, બાળ, ગોપાળ બઘાને શિર છત્રની છાયાજી. ૧ સમજે સર્વે મનમાં એવું મુજ પર પ્રેમ પ્રભુનોજી; પરમકૃપાળુ સર્વોપરી છે હું તો સૌથી નાનોજી. પરમપ્રેમમૂર્તિ પ્રભુજીની સહું સ્વપ્ન ન વિયોગજી, કાળ કરાળ દયાળ નહીં જરી, જડને શો ઉપયોગજી? ૨ ઋતુ પર્વ સૌ પાછાં આવે યાદી પ્રભુની આપેજી, પ્રેમમૂર્તિનું દર્શન ક્યાંથી? શોક સહુ જે કાપેજી. પ્રભુનાં રા—ખ દર્શન વિણ તો, ક્યાંથી ઉમળકો આવેજી?
સ્મૃતિસરોવર નિર્મળ જેનું તેને વિરહ સતાવેજી. ૩ ત્રિવિઘ તાપથી બળતા જીવો વચનસુઘારસ પીતાજી, સંત સમાગમ દર્શન પામી પ્રારબ્ધ નહિ બીતાજી સત્યયુગ સમ કાળ ગયો એ સૌને ઉરમાં સાલેજી, દૂર રહ્યા પણ દયાવૃષ્ટિથી પ્રભુ અમને નિહાળજી. ૪
-શ્રી બ્રહ્મચારીજી પ્રશસ્તિ
(શિખરિણી) અહો! આત્મારામી, મુનિવર લઘુરાજ પ્રભુશ્રી, કૃપાળુની આજ્ઞા ઉર ઘરી કરી વ્યક્ત શિવશ્રી; તમે ઉદ્ધાર્યા આ દુષમ કળિકાળે જન બહુ, કૃપાસિંધુ વંદું, સ્વરૂપ-અનુભૂતિ-સ્થિતિ ચહું. ૧ કૃપાળુની આજ્ઞા મુજ ઉર વિષે નિશ્ચળ રહો, ગુરુ જ્ઞાનીયોગે ભવજળ તણો અંત ઝટ હો; સદા સેવી એના વિમલ વચનામૃત ઋતને, સદાનંદે મગ્ન ભજું હું સહજાન્મસ્વરૂપને. ૨
(વસંતતિલકા) શ્રી રાજચંદ્ર ગુરુવર્યતણા પ્રતાપે, અધ્યાત્મજ્ઞાન પ્રગટાવી પ્રભુશ્રી આપે; વર્ષાવી બોઘતણી અમૃતવૃષ્ટિ આ જે, થાઓ મુમુક્ષુ જનને શિવસૌખ્ય કાજે. ૩ જે ભવ્ય આ જીવન જ્ઞાનીતણું સુણીને, સંભાળશે સહજ-આત્મસ્વરૂપ-શ્રીને; સંસાર-સાગર અપાર તરી જશે તે, શાંતિ સમાધિ સુખ શાશ્વત પામશે તે. ૪
–શ્રી રાવજીભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 684