SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક સ્મરણાંજલિ અંગૂઠે સૌ તીરથ વસતાં સંતશિરોમણિરૂપેજી; રણદ્વીપ સમ દિપાવ્યો આશ્રમ, આપ અલિપ્ત સ્વરૂપે જી. સમજી અત્યંત શમાયા સ્વામી કદીયે નહિ છલકાયાજી, અબળા, બાળ, ગોપાળ બઘાને શિર છત્રની છાયાજી. ૧ સમજે સર્વે મનમાં એવું મુજ પર પ્રેમ પ્રભુનોજી; પરમકૃપાળુ સર્વોપરી છે હું તો સૌથી નાનોજી. પરમપ્રેમમૂર્તિ પ્રભુજીની સહું સ્વપ્ન ન વિયોગજી, કાળ કરાળ દયાળ નહીં જરી, જડને શો ઉપયોગજી? ૨ ઋતુ પર્વ સૌ પાછાં આવે યાદી પ્રભુની આપેજી, પ્રેમમૂર્તિનું દર્શન ક્યાંથી? શોક સહુ જે કાપેજી. પ્રભુનાં રા—ખ દર્શન વિણ તો, ક્યાંથી ઉમળકો આવેજી? સ્મૃતિસરોવર નિર્મળ જેનું તેને વિરહ સતાવેજી. ૩ ત્રિવિઘ તાપથી બળતા જીવો વચનસુઘારસ પીતાજી, સંત સમાગમ દર્શન પામી પ્રારબ્ધ નહિ બીતાજી સત્યયુગ સમ કાળ ગયો એ સૌને ઉરમાં સાલેજી, દૂર રહ્યા પણ દયાવૃષ્ટિથી પ્રભુ અમને નિહાળજી. ૪ -શ્રી બ્રહ્મચારીજી પ્રશસ્તિ (શિખરિણી) અહો! આત્મારામી, મુનિવર લઘુરાજ પ્રભુશ્રી, કૃપાળુની આજ્ઞા ઉર ઘરી કરી વ્યક્ત શિવશ્રી; તમે ઉદ્ધાર્યા આ દુષમ કળિકાળે જન બહુ, કૃપાસિંધુ વંદું, સ્વરૂપ-અનુભૂતિ-સ્થિતિ ચહું. ૧ કૃપાળુની આજ્ઞા મુજ ઉર વિષે નિશ્ચળ રહો, ગુરુ જ્ઞાનીયોગે ભવજળ તણો અંત ઝટ હો; સદા સેવી એના વિમલ વચનામૃત ઋતને, સદાનંદે મગ્ન ભજું હું સહજાન્મસ્વરૂપને. ૨ (વસંતતિલકા) શ્રી રાજચંદ્ર ગુરુવર્યતણા પ્રતાપે, અધ્યાત્મજ્ઞાન પ્રગટાવી પ્રભુશ્રી આપે; વર્ષાવી બોઘતણી અમૃતવૃષ્ટિ આ જે, થાઓ મુમુક્ષુ જનને શિવસૌખ્ય કાજે. ૩ જે ભવ્ય આ જીવન જ્ઞાનીતણું સુણીને, સંભાળશે સહજ-આત્મસ્વરૂપ-શ્રીને; સંસાર-સાગર અપાર તરી જશે તે, શાંતિ સમાધિ સુખ શાશ્વત પામશે તે. ૪ –શ્રી રાવજીભાઈ દેસાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy