Book Title: Updesh Rahasya
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીયઃ જ્ઞાન અને એય સમ્રજ્ઞાન. સમ્યજ્ઞાન વિના આત્માનું જ્ઞાન કયાંથી સંભવી શકે? સમ્યજ્ઞાનથી તે આત્માને લાધે છે પારદર્શી સંજ્યદષ્ટિ. એ સંજ્યદષિ આત્માને દોરી જાય છે ચરમ વિકાસના અનુત્તર શિખર પર. " આજના યુગમાં સામાન્ય જ્ઞાનનું પણ કેટલું વિશાળ મહત્વ છે એ ભાગ્યેજ કેઈનાથી અજાણ્યું હશે. જે સામાન્ય વ્યવહાર જ્ઞાનનું પણ આટલું મહત્વ હોય તે સમ્યજ્ઞાન કેટલું મહત્વપૂર્ણ છે એનું વિવેચન કરવાની જરૂર છે ખરી? સમ્યજ્ઞાન સ્વરૂપ જિનાગમને રસાસ્વાદ કરતાં કરતાં ભગવાન હરિભદ્રસૂરિજીના અન્તઃકરણમાં એ રસધ સધાયે કે એ અનન્ય વિભૂતિના મુખમાંથી પણ આ ઉદ્ગાર સરી પડ્યા, “ભગવાન જિનનું સમ્યજ્ઞાન ન હોત તો આ પાંચમા આરામાં એના વિના અનાથ બની જતા અમારા જેવાના શા હાલ થાત?” આ છે સમ્યજ્ઞાનનું અપરિમેય મહત્વ. આપણે ભાગ્યશાળી છીએ કે આ સમ્યકશ્રુત પૂર્વના મહાપુરુષોની કૃપાએ આપણુ સુધી પહોંચ્યું છે. અને સાથે અભાગી પણ છીએ કે આપણુ વારામાં જ એ વિશેષતઃ નષ્ટ થવા બેઠું છે. આપણું એ અંગેની સરિયામ ઉપેક્ષાને કારણે. . પૂર્વના મહાપુરુષોએ આપેલો સમ્યક્શતને આ અણમેલ વાર ભાવી પેઢીઓ સુધી પહોંચાડવાની આપણી ફરજ ખરી કે નહિ? આપણું પવિત્ર કર્તવ્ય ખરું કે નહિ? આપણી નૈતિક જવાબદારી ખરી કે નહિ? આ મંગળ વારસે આપણું ભાવી પેઢી સુધી પહોંચાડવાની વ્યવસ્થા ન કરીએ અને એ રીતે વિશ્વમાત્રનું કલ્યાણ સાધવા માટે સમર્થ એવા મંગળ ગ્રુતનું રક્ષણ ન કરીએ તો ભાવી પેઢી આપણને ધર્મદ્રોહી અને શ્રુતદ્રોહી તરીકે ઓળખાવે તે નવાઈ નહિ. . .

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194