Book Title: Updesh Rahasya Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 4
________________ સમ્પાદકીય ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સાહેબને મહાકાય ગ્રન્થ ઉપદેશપદ. અદભુત છે એમાં પદાર્થોનું નિરૂપણ સનેહર છે એમાં દષ્ટાન્તનું સંકલનઅખી છે એમાં અધ્યાત્મની સરગમ. વીતરાગ સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાને જ વાથે, જુઓ, સાંભળે, સ્પશે અને એને જ આત્માના પ્રદેશ-પ્રદેશમાં રમાડી દે. આજ્ઞા જ ખાઓ, આજ્ઞા જ પીએ, આજ્ઞા જ પચાવે, આજ્ઞા પાલનનું જ જીવન, આજ્ઞાપાલનમાં જ મરણ આઝાગની મસ્તીમાં મુક્તિનેય ભૂલી જવાય એવી વર્ણનાતીત આનંદપળાની સ્પર્શના કરે. આ છે ઉપદેશપનું રહસ્ય ભગવાન યશોવિજયજી મહારાજાએ એ મહાકાય ગ્રન્થમાંથી આ રહસ્યને જ તારવી લીધું. એને જ બન્યું છે આ ઉપદેશરહસ્ય ગ્રન્થ. સાધનાના વિશુદ્ધ પંથે સફળ પ્રયાણ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુઓ આ ગ્રન્થરનના પદાર્થોને આત્મસાત્ કરવા જ પડશે. પ્રવચનમાં શુદ્ધ શાસ્ત્રીય પ્રપણું જાળવી રાખવા માટે પ્રવચનકારેએ આ ગ્રન્થનું મંથન કર્યું જ છૂટકે છે. કમલપ્રકાશન સંસ્થાના ટ્રસ્ટીમંડળે આ ગ્રન્થનું સમ્પાદન કાર્ય મને સેંપીને અપૂર્વ સ્વાધ્યાયની તક આપી! મારાથી શકય શુભયત્ન મેં આદર્યો ! એના ફળસ્વરૂપ આ ગ્રન્થરત્ન મુમુક્ષુઓના હાથમાં આવે છે. આ મારે મન ખૂબ જ આનંદની બીના છે. - ગ્રન્થરનના વાંચનથી અનેક મુમુક્ષુએ જે આત્મવિકાસ સાધે એમાં મારા ફાળે જે પુણ્ય આવે તે પુણ્ય મારા પૂજ્યપાદ ગુરુદેવના આત્માના પ્રદેશ-પ્રદેશમાં મને વસવાટ આપે એ જ અંતરની કામના દાનસૂરિજી જૈન જ્ઞાનમંદિર – ચન્દ્રશેખરવિજ્ય – કાળુપુર રેડ, અમદાવાદ. ૨૦૨૩, પિયૂષણું પર્વ-પ્રથમદિનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 194