Book Title: Ujjayantgirina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 5
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૩૧ સંકલનકાર (સ્વ) ગિરજાશંકર આચાર્યે બર્જેસાદિની જૂની ભ્રાંતિઓને યથાતથ જાળવી રાખી છે. લેખમાં આવતા “નાગઝરા'નો ઉલ્લેખ ગિરનાર અનુલક્ષે ઈસ્વીસનના ૧૫મા શતકમાં યાત્રી મુનિઓ દ્વારા લખાયેલ અનેક ચૈત્ય પરિપાટીમાં આવે છે, અને ત્યાં તેનું સ્થાન ‘ગજેન્દ્રપદ-કુંડ (હાથી પગલાના કુંડ) સમીપ હતું. પ્રસ્તુત લેખનો પથ્થર નેમિનાથના મંદિરની પૂરણીમાંથી નીકળેલો. આ નિષેદિકા પરના લેખની વાચના શ્રી છો મદ અત્રિએ સાર્થ-સટિપ્પણ પ્રગટ કરી છે. પણ શ્રી અત્રિના, અને અમે કરેલ વાચના તેમ જ અર્થઘટનમાં સારું એવું અંતર છે. સાત પંક્તિમાં કોરેલો લેખ નીચે (ચિત્ર “૨) મુજબ છે : सं [0] १२४४ वैशाख सुदि ३ वादींद्र श्रीआनंदसूरिशिष्य श्रीप्रभानंदसूरयः सपादलक्षात् सहोदरसंघ: सेनापति श्रीदूदेन सह यात्रायामागच्छतः सुरधारायां सुरसदन ययुः । तन(म? 2) + : : " સેનાપતિ દૂધ સાથે સપાદલક્ષ(ચાહમાનોના શાકંભરી દેશ)ના સંઘ સહિત (ઉજજયંતગિરિની) યાત્રાર્થે આવેલ, વાદીન્દ્ર આનંદસૂરિના શિષ્ય પ્રભાનંદસૂરિ સુરધારા પર સં. ૧૨૪૪ (ઈ. સ. ૧૧૮૮) વૈશાખ સુદ ત્રીજના દિને કાળધર્મ પામ્યા (સુરને યુ), તેમનું આ મૃત્યુ સ્મારક છે?)” લેખમાં કહેલ પ્રભાનન્દસૂરિ કોણ હતા તે વિશે પ્રાપ્ત સ્રોતોમાંથી કોઈ સૂચન મળતું નથી. લેખમાં તેમના ગચ્છ વિશે કહેવામાં આવ્યું નથી; પણ ગુરુ આનંદસૂરિ માટે “વાદીન્દ્ર” વિશેષણ લગાવ્યું છે તે જોતાં તો તેઓ નાગેન્દ્ર ગચ્છમાં થયેલા પ્રસિદ્ધ “વાદી આનંદસૂરિ હોવા ઘટે. આનંદસૂરિને (અને તેમના સતીર્થ અમરચંદ્રસૂરિને) તેમની નાની ઉંમરમાં, પણ જબરી નયાયિક વિદ્વત્તા અને વાદશક્તિને કારણે “વ્યાઘશિશુક”, (અમરસૂરિને “સિહશિશુક”)નું બિરુદ જયસિંહદેવ સિદ્ધરાજે આપેલું. પ્રભાનંદસૂરિના ગુરુ વાદીન્દ્ર આનંદસૂરિનો સંભાવ્ય સમય, અને નાગેન્દ્રગચ્છીય વાદી આનંદસૂરિની સમયસ્થિતિ જોતાં એ બને આચાર્યો અભિન્ન જણાય છે. પ્રભાનંદસૂરિની મરણ-તિથિ (ઈ. સ. ૧૧૮૮) ચૌલુક્ય ભીમદેવ દ્વિતીયના શાસનકાળ અંતર્ગત આવે છે. જે સુરધારા” સ્થાન પર પ્રભાનંદસૂરિ (કદાચ વૃદ્ધાવસ્થા, ગિરનારનો આકરો ચઢાવ, અને એથી થાકને કારણે, કે પછી સંથારો કરીને) દેવલોક પામેલા તે સંભવતઃ હાલનું ગૌમુખી ગંગાવાળું સ્થાન, કે પછી કદાચ હાથી પગલાં પાસે કુંડમાં પડતી જલધારાનું સ્થળ હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16