Book Title: Ujjayantgirina Purva Prakashit Abhilekho Vishe Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 7
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૩૩ પ્રકાશમાને ચંદ્રમા સમો, અને ચૌલુકય વંશના આદિત્ય સમાન “કુમારપાળદેવીના (શાસક)ચક્રને ધારણ કરી વહન કરવામાં તત્પર એવો ‘(આમ્ર)દેવ' નામનો દંડનાયક થયો. તેને જિન પ્રણીત સદ્ધર્મ રૂપી ચંદ્ર સમાન “અભયદ' નામક પુત્ર થયો. તેને રાજલક્ષ્મીથી વિભૂષિત (જનાશાભૂતરાજીનાં ?) વસંત સમો “વસંતપાલ' નામનો પુત્ર થયો. તેણે જગદેવના અનુરોધથી પિતા(અભયદ)ના શ્રેય માટે (બાવન) જિનબિંબ યુક્ત મોટો “નંદીશ્વર દ્વિીપનો પટ્ટ)' કરાવ્યો. “શ્રીચંદ્રસૂરિના શિષ્ય “જિનેશ્વરસૂરિ)' જેના સરુ છે તે દેવેન્દ્રસૂરિએ આ આનંદકારી વા માંગલિક (નંદીશ્વર)દ્વીપ(પટ્ટ)ની પ્રતિષ્ઠા “ઉજ્જયંત નામના પર્વત પર કરી, જે સૂર્ય-ચંદ્ર પ્રકાશે ત્યાં સુધી જગતને ઉદિત કરતો રહે.” પટ્ટનો કારાપક કુમારપાલના કોઈ દેવાંત નામક શ્રીમાલકુલના દંડનાયકનો પૌત્ર વસંતપાલ છે. કુમારપાલના જૈન દંડનાયકોમાં દેવાંત નામધારી બે શ્રીમાળી દંડનાયકો હતા : એક તો ઉદયન મંત્રીનો પુત્ર આદ્મભટ કિંવા આમ્રદેવ, જેણે ભૃગુકચ્છમાં સુવિકૃત મુનિસુવ્રત જિનના મંદિરનો પુનરુદ્ધાર કરી નવું બંધાવ્યું; બીજો તે મહત્તમ રાણિગ સુત આંબાક, જેણે કુમારપાળની આજ્ઞાથી ગિરનાર પર ચડવાની પાજા કરાવી. આ આંબાક ઉર્ફે આમ્રદેવનો, અને તેના દ્વારા કરાવેલ “પદ્યા”નો, ઉલ્લેખ સિદ્ધરાજ તેમ જ કુમારપાળની સભાના મહાકવિ શ્રીપાલના પુત્ર કવિવર સિદ્ધપાલે રચેલી કોઈ પ્રશસ્તિમાંથી સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(સં૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં તેમના ગિરનાર પાજા-સંબંધીના વિવરણમાં ટાંક્યા છે. સોમપ્રભાચાર્યના કથન અનુસાર કુમારપાળે રાણિગપુત્ર(આશ્ર)ને સુરાષ્ટ્રાધિપતિ' (સોરઠનો દંડનાયક) બનાવી પ્રસ્તુત કાર્યાર્થે મોકલ્યો. વિજયસેનસૂરિના રેવંતગિરિરાસમાં પણ કુમારપાળે આંબાકને સોરઠનો દંડનાયક બનાવીને મોકલેલો એને તેણે ત્યાં પાજા કરાવી એવું કથન છે. પછીના લેખક તપાગચ્છીય જિનમંડનના કુમારપાલચરિત્ર(સં. ૧૪૯૨ | ઈ. સ ૧૪૩૬)માં પણ એ જ પ્રમાણે નોંધાયેલ છે, અને સ્વયં આંબાકના પણ સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩(ઈ. સ. ૧૧૬૬-૬૭)ના તત્સંબદ્ધ લઘુ અભિલેખો ગિરનાર પર જ છે. અમને તો લાગે છે કે ગિરનાર તીર્થમાં નંદીશ્વરદ્વીપ-પટ્ટ કરાવનાર વસંતપાલનો પિતામહ “દંડનાયક–દેવ” અન્ય કોઈ નહીં પણ રાણિગ સુત મહંતો આંબાક અપરનામ દંડનાયક આમ્રદેવ જ હોવો ઘટે. ગિરનાર સાથે સંબંધ એને હતો, લાટના દંડનાયક અને ઉદયન મંત્રીના પુત્ર આમ્રદેવને નહીં. પટ્ટ-કારાપક વસંતપાલનું વંશવૃક્ષ આ પ્રમાણે નીપજી શકે છે : નિ ઐ, ભા. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16