Book Title: Ujjayantgirina Purva Prakashit Abhilekho Vishe Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 8
________________ ૩૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શ્રીમાલવંશ (મહત્તમ રાણિગ) દંડનાયક (આમ્ર)દેવ (મહંતો આંબાક) અભયદ વસંતપાલ પ્રતિષ્ઠાપક આચાર્ય દેવેન્દ્રસૂરિને (જ. તેમણે પોતે આ લેખનો છંદોબદ્ધ મુસદ્દો તૈયાર કર્યો હોય તો) સારી સંસ્કૃત કાવ્ય-રચના કરતાં આવડતી હતી તેવી પ્રતીતિ થતી નથી ! લેખમાં એમણે પોતાના ગચ્છ વિશે કશું કહ્યું નથી; પણ ગુર્નાવલી નીચે મુજબ આપી છે, જેના પરથી એમના ગચ્છની ઓળખ કરવા પ્રયત્ન કરીશું. શ્રીચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ દેવેન્દ્રસૂરિ (સં. ૧૨૫૬ ! ઈ. સ. ૧૨૦૦) શ્રીચંદ્ર” નામ ધરાવતા અનેક સૂરિવરો થઈ ગયા છે; અને “જિનેશ્વર” નામધારી પણ ત્રણ-ચાર આચાર્ય જાણમાં છે; જ્યારે દેવેન્દ્ર અભિયાનક રાજગચ્છીય તેમ જ તપાગચ્છીય ઇત્યાદિ મુનિઓ પણ એટલા જ સુવિદ્યુત છે, પણ “શ્રીચંદ્ર સાથે જેના શિષ્યનું નામ “જિનેશ્વર હોય તેવી એક જ ક્રમાવલી જાણમાં છે; તે રાજગચ્છીય પ્રભાચંદ્રસૂરિના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪/ ઈ. સ. ૧૨૭૮)ની પ્રાંતપ્રશસ્તિમાં મળે છે. પ્રશસ્તિની ગુર્વાવલી તો લાંબી છે; તેમાં પ્રભાચંદ્રાચાર્યના ત્રીજા પૂર્વજ જિનેશ્વર અને ચોથા શ્રીચંદ્રસૂરિ કહ્યા છે. ત્યાં જિનેશ્વર પછી કેટલાક સમય માટે તેમના ગુરુબંધુઓ પધદેવ અને જિનદત્ત પણ આચાર્ય પદે રહ્યા હશે તેવો ભાસ થાય છે.) એક અન્ય સહાયકર્તા મુદ્દો એ છે કે શ્રીચંદ્રસૂરિના ગુરુબંધુ વાદીન્દ્ર ધર્મસૂરિનો સમય લગભગ ઈ. સ. ૧૧૨૦-૧૧૮૦ના અરસાનો છે. આમ નંદીશ્વરપટ્ટના પ્રતિષ્ઠાયક દેવેન્દ્રસૂરિની સમયસ્થિતિ જોતાં તેમનું સ્થાન પ્રસ્તુત રાજગચ્છમાં હોવું ઘટે અને તે નીચે મુજબ હોઈ શકે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16