Book Title: Ujjayantgirina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૨ સૂર તત્પટું શ્રીનિલિદ [મૂરિ મ ]
૨૦ ... ..ન્યાય....
પંદરમી શતાબ્દીના મધ્યભાગના અરસામાં રચાયેલી બે પૃથક પૃથક ગિરનારમૈત્ય પરિપાટીઓમાં આવતા ઉલ્લેખો પરથી અમે ચર્ચા હેઠળના લેખનાં ખાલાં પૂર્યા છે, જેમકે સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩ પછી તુરતમાં રચાયેલી, બૃહતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ચૈિત્યપરિપાટીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે" :
ઉસવાલ સાલિગ મેલાગરિ ધરમનાથ થાપીય વર જિણહરિ, પણમિસુ સુભ પરિણામ; ર૦ અને બીજો ઉલ્લેખ છે એક અન્ય ચૈત્યપરિપાટીમાં યથાર : મેલાસાહ તણી દેહરીઈ ધર્મનાથનઈ નમતાં જઈઈ સૂલદુવારિ થાકણુએ સાતમી સવાલાખી ચુકીધર; ૧૭’
શિલાલેખમાં પણ કારાપકોમાં “સામેલાનું નામ છે; જો કે તેના બાપનું નામ ઊડી ગયું છે; અને તીર્થકરના નામમાં “-નાથ” ભાગ રહ્યો છે, આગલો ભાગ નીકળી ગયો છે. ઉપર ટાંકેલ બંને સંદર્ભોના આધારે, તેમ જ પ્રસ્તુત દેહરી મૂલદ્વાર (પ્રતોલી નજીક, અને સવાલખી ચોકી પાસે, યાને નેમિનાથના પૂર્વ તરફના તંજ્યુક્ત પ્રદ્વાર પાસે ક્યાંક હતી તે ધ્યાનમાં રાખતાં, અને લેખ પણ નેમિનાથના મંદિરના બહારના દખ્ખણાદા પરિસરમાં નોંધાયો છે, એમ બધી વાત વિચારતાં એમ લાગે છે કે સંદર્ભગત લેખ ઓસવાળ વંશના ‘સાધુ લિગ અને તેના પુત્ર “સાધુમેલા'એ (મેલાગરે) બંધાવેલ જિન ધર્મનાથની કુલિકા સંબંધના છે. ચૈત્યપરિપાટીઓના સમયને લક્ષમાં લેતાં પ્રસ્તુત દેરી ૧૫મા શતકના મધ્યભાગ પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય મુનિસિંહસૂરિનો ગચ્છ બતાવ્યો નથી, પણ પાટણના કનાસાના પાડાના મોટા દેરાસરમાં મૂળનાયક શાંતિનાથના ગભારાની સં૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮ના લેખવાળી શ્રેયાંસનાથની ધાતુમૂર્તિમાં પ્રતિષ્ઠાપક રૂપે સિદ્ધાંતિક-ગચ્છના મુનિસિહસૂરિનું નામ છે. અમને લાગે છે ગિરનારવાળી પ્રતિમાના ઉપર ચર્ચિત લેખના કારાપક મુનિસિહસૂરિ આ મુનિ હોઈ. ગિરનાર પર સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮ના અરસામાં ત્રણેક મોટાં જિનમંદિરો–ખરતરવસહી, કલ્યાણત્રય, અને પૂર્ણસિંહ વસતી–બંધાયેલાં, તે જોતાં, અને મહિપાલદેવ(દ્વિતીય)નો પણ એ જ સમય હોઈ પ્રસ્તુત લેખ સં. ૧૪૯૪(ઈ. સ. ૧૪૩૮)ના અરસાનો હશે.
સંભવ છે કે મુનિસિહસૂરિના ગુરુનું નામ શ્રીચંદ્રસૂરિ હોય. (લેખમાંદ્ર સૂરિ ભાગ અવશિષ્ટ છે.) કારાકોનું વંશવૃક્ષ લેખ અનુસાર આ પ્રમાણે સમજાય છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org