Book Title: Ujjayantgirina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________
ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે
[is]........મવત્
અભિલેખ વસ્તુપાળ-તેજપાળના સમકાલિક વહુડિયા કુટુંબે ગિરનાર પર (અને અન્યત્ર કરેલ) સુકૃતોની (અમુકાંશે અપભ્રષ્ટ સંસ્કૃતમાં) નોંધ લે છે. સંપ્રતિ લેખના પ્રથમ લેખકના મૂળ લેખમાં તેની પૂરેપૂરી અને સાધાર ચર્ચા થઈ ચૂકી હોઈ, તેને પૂર્ણતયા બહાલ રાખવાની નોંધ સિવાય અહીં વિશેષ કહેવું અનાવશ્યક છે.
(૮)
ઉદયન મંત્રીના દ્વિતીય પુત્ર ચાહડના પુત્ર પદ્મસિંહના (ચાર પૈકીના) બે પુત્રો, મહત્તમ સામંતસિંહ તથા મહામાત્ય સલક્ષણસિંહે, ઉજ્જયંતગિરિ પર સં. ૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)માં પિતૃપ્રેયાર્થે પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યાનો લેખ ધરાવતું પબાસણ વર્તમાને વસ્તુપાલવિહારમાં ગર્ભગૃહમાં મૂલનાયક મલ્લિનાથની પ્રતિમાની ગાદીરૂપે બહુ પાછળના સમયે સ્થાપી દેવામાં આવ્યું છે. કાંટેલાના પ્રસ્તુત મહત્તમ સામંતસિંહના સં. ૧૩૨૦ / ઈ. સ. ૧૨૬૪ના લેખ અનુસાર તેમણે રૈવતાચલ (ગિરનાર) ૫૨ નેમિનાથના પ્રાસાદના ઉપરના ભાગે પાર્શ્વનાથના બિબવાળો પ્રાસાદ કરાવ્યાનો જે ઉલ્લેખ છે તે જોતાં પ્રસ્તુત સં ૧૩૦૫નો ચર્ચા હેઠળનો ગિરનારનો લેખ તે પાર્શ્વનાથ-પ્રાસાદના મૂળનાયકની પ્રતિમાનો જ અસલી લેખ માનવાનો રહે છે. મૂળ લેખ આ પ્રમાણે છે :
१० संवत १३०५ वर्षे वैषाख शुदि ३ शनौ श्रीपत्तन वास्तव्य श्रीमालज्ञातीय ठ० चाहड संत मह [0] पद्मसिंहपुत्र ठ० पृथ्वीदेवी अंगज [મહળા]નુન મદ્દે. શ્રી સામંતસિહ
Jain Education International
૩૭
२ तथा महामात्य श्रीसलखणसिंहाभ्यां श्री पार्श्वनाथबिंबं पित्रोः श्रेयसेऽत्र कारितं [] ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसूरिपटोद्धरश्रीमानदेवसूरिशिष्य श्रीजयानंद [ सूरिभिः ] પ્રતિષ્ઠિત [1] શુક્ષ્મ ભવતુ ||
આ સિવાય કદાચ આ જ મંદિરનો મૂળ હશે તેવો, પિપ્પલગચ્છના ધનેશ્વરસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ વિરચિત પ્રશસ્તિ ધરાવતો, લગભગ ૨૭ પઘોવાળા પણ અતિ ખંડિત લેખમાં પણ આ પરિવાર સંબંધી, અને એમનાં સુકૃતોની નોંધ લેતી કેટલીક વાતો અસ્પષ્ટ રૂપે જળવાઈ રહી છે. તેમ જ કારાપકનું ટૂંકાવેલું વંશવૃક્ષ ઉપરના લેખને, અને અહીંની એ ખંડિત મોટી પ્રશસ્તિ અને કાંટેલાના કુંડના લેખના આધારે નીચે મુજબ બને છે :
For Private & Personal Use Only
www.jainelibrary.org