Book Title: Ujjayantgirina Purva Prakashit Abhilekho Vishe Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 4
________________ ૩૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ fશષ્યઃ શ્રી ચંદ્રભૂમિ ! એવો પ્રારંભમાં ઉલ્લેખ છે. આ શ્રીચંદ્રસૂરિ તે ગિરનારના અભિલેખવાળા શીલભદ્રસૂરિ પ્રશિષ્ય શ્રીચંદ્રસૂરિથી અભિન્ન જણાય છે. આબૂની તીર્થયાત્રા મિતિ—ઈ. સ. ૧૧૫૦—ને લક્ષમાં લઈએ તો એમના દ્વારા ગિરનાર પર થયેલ પ્રતિષ્ઠાદિક કાર્યો અને એમના ગિરનારના લેખની મિતિ ઈ. સ. ૧૧૫૦ કે મોડી હોય તો ૧૧૬૦ હોવાની સંભાવના બળવત્તર બને છે. લેખે કુમારપાળના સમયનો છે તેટલું ચોક્કસ. “સંગીત મહામાત્ય” કોણ હતા તેમના વિશે ઉપલબ્ધ સ્રોતોમાંથી કંઈ જ માહિતી મળી શકતી નથી. નેમિનાથ મંદિરથી પાછળ કથિત ઉત્તર તરફના પ્રતોલી દ્વારમાં એક અન્ય પ્રાચીન લેખ પણ કંડારેલ છે, જેની અપભ્રષ્ટ ભાષાને કારણે તેમ જ તેમાં નિર્દેશિત સ્થળ તેમ જ વાસ્તુ પરિભાષા ન સમજી શકવાને લીધે તેનું અર્થઘટન ઠીક રીતે કરવામાં આવ્યું નથી. એ લેખની તપાસ કરતાં એની પણ ત્યાંના બીજા લેખોની માફક જ દુર્દશા થયેલી જોવા મળી. આથી બર્જેસે કરેલી વાચના સાથે વર્તમાને ખૂબ જ ખંડિત થયેલ લેખની અમારી વાચના મેળવી નિમ્નાનુસાર પાઠ રજૂ કરીએ છીએ : संवत १२१५ वर्षे चैत्र शुदि ८ स्वावद्येह श्रीमदुज्जयन्ततीर्थे जगती समस्त देवकुलिकासत्क छाजाकुवालिसंविरण संघवि ठ. सालवाहण प्रतिपत्या सू. जसहड (ठ. पु.?) सावदेवेन परिपूर्णाकृता । तथा ठ. भरतसुत ठ. पंडि[त] सालवाहणेन नागजरिसिया (?नागमोरिझरिया) परितः कारित [भ]ाग चत्वारि बिंबीकृत कुंड कर्मी तरतदधिष्ठात्री श्री अंबिकादेवी प्रतिमा देवकुलिका च निष्पादिता ॥ ભાષા વિભ્રષ્ટ હોવા છતાં અર્થ તો સમજાય છે જ : “સંવત ૧૨૧૫ (ઈ. સ. ૧૧૫૯)ના ચૈત્ર શુદિ આઠમને રવિવારના દિને) (અદેહ) ઉજ્જયંતતીર્થ (નેમિનાથના મંદિર)ની જગતી (પર) બધી જ દેવકુલિકાઓ(નું બાંધકામ) (છાજા, છાઘ, છજ્જા), (કુવાલી, કપાલિ કેવાળ) અને સંવરણા (‘સવિરણ', સામરણ) સમેત સંઘવિ (સંઘપતિ) ઠક્કુર સાલવાહણ (શાલિવાહનોની નિગાહમાં સૂત્રધાર(જસડ યશ:ભટ)ના (પુત્ર) (સાવદેવે શર્વદેવે) પૂરું કર્યું. (તથા) ઠક્કર(ભરત)ના પુત્ર (ઉપર્યુક્ત) ઠક્કુર પંડિત (સાલવાહણે શાલિવાહને) નાગમોરઝરાને ફરતી ચાર મૂર્તિઓ સહિત કરેલ કુંડના છેડે તેની અધિષ્ઠાત્રી અંબિકાદેવીની પ્રતિમા દેવકુલિકા સહિત નિપજાવી (નિષ્પાદિતા, કરાવી).” મૂળ સંપાદક બર્જેસ-કઝિન્સ તો વાસ્તુના પારિભાષિક શબ્દો અનુવાદમાં છોડી જ દીધા છે, અને અનુવાદ પણ બહુધા ભ્રાંતિમૂલક છે. (સ્વ) મુનિ જિનવિજયજીએ તેમાં જરાતરા સુધારો કર્યો છે; પણ તેઓ પણ “કુવાલિ” અને “સંવિરણ ઈત્યાદિનો અર્થ સમજી શક્યા નથી. જ્યારે અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16