Book Title: Ujjayantgirina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 3
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૨૯ વાચના છપાયેલ છે; બન્નેમાં પાઠાંતર પણ છે, અને પાઠવાયના પણ ક્યાંક ક્યાંક દોષપૂર્ણ છે. લેખમાં આવતા મુનિઓને તેઓ ઓળખી શક્યા નથી; પણ (સ્વ) પં. લાલચંદ્ર ગાંધી દ્વારા તેની યથાર્થ સ્પષ્ટતા થયેલી છે. છેલ્લા સમારકામમાં લેખના બેમાંથી એક પથ્થરને કાપવામાં આવ્યો છે અને લેખ ધરાવતા પથ્થરો પણ આડાઅવળા ગોઠવ્યા છે. આથી વાંચવામાં મુસીબત ઊભી થવા અતિરિક્ત લેખની છયે પંકિતના છેલ્લા ત્રણ-ચાર અક્ષરો ઊડી ગયા છે : આથી અમારી અને બર્જેસાદિની વાચના મેળવીને નીચે તેનો સંશુદ્ધ પાઠ આપીએ છીએ : श्रीमत्सूरिधनेश्वरः समभवत्री शीलभर टा?द्रा )त्मजः शिष्यस्तत्पदपंकजे मधुकर क्रीडाकरो योऽभवत् । शिष्यः शोभितवेत्र नेमिसदने श्रीचंद्रसूरि...त... श्रीमद्रेवतके चकार शुभदे कार्य प्रतिष्ठादिकम् ॥१॥ श्री सातमहामात्य पृष्टार्थविहितोत्तरः भे समुदभूतवशा સેવવાદ્રિ બનતત્વત: | સં. ૧૨ (૭૨૦) ૬ || આમાં પહેલી વાત એ છે કે સજ્જન મંત્રીનું તેમાં નામ જ નથી. ત્યાં “સજ્ઞાત મહામાત્ય” જ વેચાય છે. બીજી વાત એ છે કે ત્યાં લેખનું વર્ષ સં. ૧૧૭૬ નહીં પણ ૧૨૭૬ જેવું વંચાયેલું; પણ શ્રીચંદ્રસૂરિની સમય-મર્યાદા જોતાં ત્યાં ત્રીજો અંક કાં તો શૂન્ય(૧૨૦૯) કે બહુ બહુ તો એકનો અંક (૧૨૧૬) હોવો ઘટે. “૭” અંક, કરનાર સલાટે ભ્રમવશ વા પ્રમાદવશ કોર્યો લાગે છે. આમ લેખ ઈ. સ. ૧૧૫૦ અથવા ઈ. સ. ૧૧૬૦નો હોવો ઘટે, શ્રી ચંદ્રસૂરિની ઘણીક સાહિત્યિક રચનાઓ ઉપલબ્ધ છે. આચાર્યપદ પૂર્વે તેમનું નામ પાર્શ્વદેવગણિ હતું અને તેમની કૃતિઓ સં. ૧૧૬૯ { ઈ. સ. ૧૧૧૩થી લઈ સં૧૨૨૮ ઈ. સ. ૧૧૭૨ સુધીના ગાળામાં મળે છે. પ્રસ્તુત કૃતિઓ પરથી સ્પષ્ટ છે કે તેમનો મુનિવંશ પ્રસિદ્ધ ચંદ્રકુલના આમ્નાયમાં હતો; અને ત્યાં તેમણે પોતાની જે ગુરુપરંપરા આપી છે તે ગિરનારના શિલાલેખ મુજબ મળી રહે છે. તદનુસાર એમની ગુર્વાવલી આ પ્રમાણે બને છે : ચંદ્રકુલ શીલભદ્રસૂરિ ધનેશ્વરસૂરિ શ્રીચંદ્રસૂરિ આબૂ-દેલવાડાના વિમલવસહીમાં દેવકુલિકા ક્રમાંક ૧૪ની ભીંતે જે લેખો કંડારેલા છે તેમાં સં. ૧૨૦૬ ! ઈ. સ. ૧૧૫૦નો મંત્રી પૃથ્વીપાલના સમુદ્ધાર સંબદ્ધ જે અભિલેખ કોરેલ છે ત્યાં સંઘ સહિત શીલભદ્રસૂરિની(શિષ્ય-પરંપરા)માં થયેલા શ્રી ચંદ્રસૂરિનો શ્રીશીત્રદ્રસૂરીuri Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16