Book Title: Uccha Shikshanni Bodh Bhashano Prashna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ૯૬૦ દર્શન અને ચિંતન લઈ ન જ શકે. અને તેવું જ બીજા પ્રાન્તમાં બીજી પ્રાન્તભાષાઓનું. તેમ છતાં પ્રજાવ્યાપી કેળવણી સિવાયના જુદા જુદા હેતુઓથી ઉચ શિક્ષણના વાહન તરીકે અત્યારે રાષ્ટ્રભાષાની હિમાયત કરવામાં આવે છે. રાષ્ટ્રભાષાનું શિક્ષણ વિવિધભાષાભાષી આપણા દેશમાં આતપ્રાન્તીય વ્યવહાર માટે તેમ જ રાષ્ટ્રીય ઐક્ય અને અખંડતાની ભાવનાને દઢ કરવા માટે અનિવાર્ય છે, એ વિશે પણ ભાગ્યે જ બે મત છે. કોઈ પણ પ્રાન્તના રહીશને મધ્યસ્થ વહીવટીતંત્રમાં ગોઠવાતાં જરા પણ મુશ્કેલી ન પડે, એટલું જ નહિ, સાંસ્કૃતિક વિષમાં પણ જરૂર પડતાં વિચાર-વિનિમયને માટે સરલતાથી એને પ્રજી શકાય એટલું એનું શિક્ષણ આપવાને પ્રબંધ અવશ્ય થ જોઈએ, એ વિશે પણ મતભેદને ઝાઝો અવકાશ રહ્યો નથી. એટલે પ્રશ્ન તે રાષ્ટ્રભાષાને ઉચ્ચ શિક્ષણની બોધભાષા તરીકે સ્વીકારવી કે નહિ તે જ છે. જે એને એ રીતે સ્વીકારીએ તે નીચેનાં પરિણામ માટે આપણે તૈયાર રહેવું જોઈએ? ૧. ઉપરથી નીચે સુધીની પ્રજામાં કેળવણીના દરેક પ્રવાહના એકસરખા લાભની ઉપેક્ષા કરવી. ૨. ગુજરાતી ભાષાની શક્તિ વિશેષ વિકાસ માટે નથી, અથવા હોય તોપણ એવા વિકાસને આગ્રહ રાખવાની જરૂર નથી, એમ માની આત્મસતિષી થઈ જવું અને તેના વિકાસને બહુ તે કાવ્ય-નાટકાદિ જેવા સાહિત્યિક વિષય પૂરતું મર્યાદિત કરી લેવાની વૃત્તિ કેળવવી. ૩. સાહિત્યમાં પણ તેટલા જ વિકાસથી સંતોષ માનવે કે જેટલું બીજા અનેક વિષયેના સાહજિક ખેડાણ વિના સંભવિત હોય. (સાહિત્ય પણ વિકાસની પૂર્ણ કળાએ ત્યારે જ પહોંચી શકે જ્યારે બીજા અનેક વિષયનું જ્ઞાન પ્રજાવ્યાપી બનેલું હોય અને લેખકને ગળથુથીમાં મળેલું હોય) ઊંટ પશે, જ્યારે ગુજરાતમાં ગુજરાતી ભાષાને જ બધભાષા કરવાની હિમાયત કરીએ ત્યારે એ પણ જેવું જોઈએ કે, ગુજરાતી ભાષાની શક્તિ કેટલી છે અને તેના વિકાસની શક્યતા કેટલી છે? ઈતિહાસ અને અનુભવ એમ કહે છે કે ગુજરાતી ભાષામાં શિક્ષણના સમગ્ર પ્રદેશને આવરવાની શક્તિ અવશ્ય છે. જ્યારે જ્યારે એને યોગ્ય હાથનું સંચાલન મળ્યું છે ત્યારે ત્યારે એણે એ શક્તિ પુરવાર કરી છે. છેલ્લે ગુજરાત વિદ્યાપીઠ અને ગાંધીજી દ્વારા ગુજરાતી ભાષાએ પિતાનું જે અસાધારણ પિત દર્શાવ્યું છે તે એનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતી ભાષા મૂળ સંસ્કૃત અને પ્રાકૃતને બધી જ વાર ધરાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12